________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ભોગતૃષ્ણાના પ્રતિવિધાનનો ઉપાય વિચક્ષણા અને કાલજ્ઞ વડે કહેવાયું. હે ભગવન્! ક્યારે વળી, આનાથી=ભોગતૃષ્ણાથી, અમારા બેનો મોક્ષ થશે ? ભગવાન કહે છે – હે બે ભદ્રો ! આ ભવમાં નહિ–દેવભવમાં નહિ, હજી પણ તમારા બંને દ્વારા આ=ભોગતૃષ્ણા, સર્વથા ત્યાગ કરવા માટે શક્ય નથી. કેવલ આવા નિર્દલનમાં= ભોગતૃષ્ણાના નાશમાં, મહામુગરની જેવું આચરણ કરતું તમને બંનેને સમ્યગ્દર્શન પ્રગટ થયું છે. તેનું=સમ્યગ્દર્શનનું, ફરી ફરી સુગુરુના સંનિકર્ષથી ઉદ્દીપન કરવું જોઈએ=પુનઃ પુનઃ ધર્મશ્રવણ દ્વારા સમ્યગ્દર્શનને નિર્મળ નિર્મળતર કરવું જોઈએ. આ ભોગતૃષ્ણાને અનુકૂળ આચરણા કરવી જોઈએ નહિ=ચિત્તવૃત્તિમાં ભોગતૃષ્ણા ઊઠે ત્યારે પણ તેને વિવેકપૂર્વક શાંત કરવી જોઈએ. પરંતુ તેને વશ થઈને સર્વકૃત્યો કરવા યત્ન કરવા જોઈએ નહિ. મનમાં વર્તતો આના સંબંધી વિકાર=ભોગતૃષ્ણા સંબંધી વિકાર, જાણવા યત્ન કરવો જોઈએ=પ્રસંગે પ્રસંગે જ્યારે ભોગતૃષ્ણાજવ્ય વિકાર થાય ત્યારે નિર્મળબુદ્ધિ દ્વારા આ ભોગતૃષ્ણાનો વિકાર છે, મારું સ્વાભાવિક સ્વરૂપ નથી તે પ્રમાણે જાણવા યત્ન કરવો જોઈએ. આ=ભોગતૃષ્ણાનો વિકાર, પ્રતિપક્ષ ભાવનાથી નિરાકરણ કરવો જોઈએ=જ્યારે
જ્યારે ભોગતૃષ્ણા ચિત્તવૃત્તિમાં ઊઠે ત્યારે ત્યારે આ ભોગતૃષ્ણા “સ વાન, વિસંવમા' ઇત્યાદિ ચિતવત દ્વારા ભોગતૃષ્ણાનો વિકાર નિરાકરણ કરવો જોઈએ. જે કારણથી પ્રતિક્ષણ તતુતાને પામતી આ=ભોગતૃષ્ણા, શરીરમાં પણ રહેલી તમને બેને બાધક થશે નહિ. ભવાંતરમાં વળી, આના=ભોગતૃષ્ણાના, સર્વથા ત્યાગને સમર્થ તમે બે થશો, તેને સાંભળીને=મહાત્માના તે વચનને સાંભળીને, ત્યારપછી મહાપ્રસાદ છે એ પ્રમાણે બોલતાં વિચક્ષણા અને કાલજ્ઞ ભગવાનના ચરણમાં પડ્યાં. ભાવાર્થ :
મધ્યમબુદ્ધિએ પોતાની માતાને કહ્યું કે સ્પર્શનની સાથે મિત્રતાને કારણે પોતાને શું થાય છે ? અને મનીષી કહે છે કે આ સ્પર્શન લોકોને ઠગનાર છે, તેથી તેને કોઈ નિર્ણય નહીં થવાથી પોતાની માતાને તે વિષયક પૃચ્છા કરે છે. તે કથનથી એ પ્રાપ્ત થાય કે મધ્યમબુદ્ધિવાળા જીવોની મધ્યમબુદ્ધિને કરનારાં કર્મો હોય છે. તે જ સામાન્યરૂપા તેની માતા છે. અને તે કર્મોના બળથી જ શું કરવું જોઈએ તેની તેઓ વિચારણા કરે છે. અને તેનો નિર્ણય કરવા માટે મધ્યસ્થભાવ રાખીને કાળવિલંબન કરવો જોઈએ તેવી બુદ્ધિ તેની માતાએ આપી તેમાં મિથુનયનું દૃષ્ટાંત બહિરંગ દુનિયાનું છે. અંતરંગ દુનિયાનું નથી. તેમાં કોઈક નગરમાં ઋજુનામનો રાજા છે તેમ કહ્યું. તે સરળ પ્રકૃતિવાળો હોવાથી તેની પ્રકૃતિને અનુરૂપ તેનું નામ છે અને પ્રગુણા નામની તેની પત્ની પણ પ્રકૃતિથી ગુણિયલ છે તેથી તેને અનુરૂપ તેનું નામ છે. વળી, તેનો પુત્ર પ્રકૃતિથી ભદ્રક હોવા છતાં મુગ્ધસ્વભાવવાળો છે તે પ્રમાણે તેનું નામ છે અને તેની અકુટિલા પત્ની પણ તેવી જ સરળ સ્વભાવવાળી હોવાથી તેને અનુરૂપ તેનું નામ છે. વળી, તેઓ ઉપવનમાં પુષ્પ ઉપચય કરતાં હતાં તે વખતે વ્યંતરયુગલ ત્યાંથી પસાર થતું હતું. તેમાં કાલજ્ઞ નામનો દેવ છે. તે પણ કાલને જાણનાર માર્ગાનુસારી મતિવાળો હોવાથી તેને અનુરૂપ જ તેનું નામ છે. વળી તેની વ્યંતર દેવી વિચક્ષણ હોવાથી તેને