________________
૨૩૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉત્કૃષ્ટતમ મનુષ્ય આદિના પિતા વગેરે અત્રાન્તરમાં=આ પ્રમાણે રાજા સૂરિને કહે છે એટલામાં, સુબુદ્ધિમંત્રી વડે કહેવાયું. હે ભગવન્! જે આ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, અને ઉત્કૃષ્ટતમરૂપપણાથી ચારભેદવાળા પુરુષો પશ્ચાતુપૂર્વીથી ભગવાન વડે સ્વરૂપથી વ્યાખ્યાન કરાયા, એ ચાર પ્રકારના પુરુષો આવા સ્વરૂપવાળા શું પ્રકૃતિથી જ થાય છે અથવા આમના=ચાર પ્રકારના પુરુષોના, સ્વરૂપનું જનક કોઈક કારણ છે? એથી ભગવાન કહો ! ભગવાન કહે છે – હે મહામંત્રી ! સાંભળ, આ આમનું સ્વરૂપ-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના ચાર પુરુષોનું આ સ્વરૂપ, પ્રાકૃત નથી=પ્રકૃતિથી નથી, તો શું છે? એથી કહે છે – કારણથી થયેલું છે, ત્યાં=ચાર પ્રકારના પુરુષોમાં, જે ઉત્કૃષ્ટતમ પુરુષો કહેવાયા તે કેવલ નિષ્પન્ન સ્વપ્રયોજતપણાને કારણે ઉત્કૃષ્ટ જીવોથી ભેદને પામે છે. પરમાર્થથી ભિન્ન નથી. જે કારણથી મનુષ્યભવને પામીને ભવસ્વરૂપને જાણીને=ચારગતિ વિડંબનાસ્વરૂપ ભવ છે એ પ્રમાણે જાણીએ, મોક્ષમાર્ગને સમજીને=સંગતા પરિણામના ઉચ્છેદનને અનુકૂલ સર્વ ઉચિત પ્રવૃત્તિરૂપ મોક્ષમાર્ગ છે એ પ્રમાણે સમજીને, તેના આસેવનથી=સ્વભૂમિકાનુસાર મોક્ષમાર્ગના આસેવનથી, કર્મમલને દળીને-અનાદિથી આત્માના લાગેલા કર્મમલને ક્ષીણ કરીને, સ્પર્શનેન્દ્રિયને નિરાકૃત કરીને તે જ ઉત્કૃષ્ટ જીવો નિવૃતિને પામેલા થાય છે ત્યારે ઉત્કૃષ્ટતમ એ પ્રમાણે કહેવાય છે, અને નિવૃતિમાં તેઓનું સ્વરૂપથી અવસ્થાન છે. તે અવસ્થાની અપેક્ષાએ કોઈ જનક નથી. તે કારણથી ઉત્કૃષ્ટતમ પુરુષોના કોઈ જનક અથવા જનની નથી. આ વળી, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પુરુષો સંસારના ઉદરના વિવરમા રહેલા સ્વકર્મના વિચિત્રપણાથી થાય છે. તે કારણથી તે જ કર્મવિલાસ તેઓનો જનક છે, તે કર્મ ત્રણ પ્રકારનું વર્તે છે. તે આ પ્રમાણે શુભ, અકુશલ અને સામાન્યરૂપ, ત્યાંeત્રણ પ્રકારનાં કર્મોમાં, જે કર્યપદ્ધતિ શુભપણાને કારણે સુંદર છે, તે શુભસુંદરી મનુષ્યપણાથી ઉત્કૃષ્ટ જીવોની જનની છે. જે વળી, અકુશલકર્મોવાળા છે, તે જઘન્યમનુષ્યોની જનની છે. જે વળી, કુશલ, અકુશલપણાથી સામાન્યરૂપ કર્યપદ્ધતિ છે તે મધ્યમમનુષ્યોની માતા જાણવી. મનીષી વડે વિચારાયું – અરે કેવલ ગુણો વડે અને ચરિત્ર વડે આ અમારા સમાન રૂપવાળા ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્યપુરુષો ભગવાન વડે વ્યાખ્યાન કરાયા નથી. તો શું ? જનની, જનકનો વ્યતિકર પણ=માતા-પિતાનો પ્રસંગ પણ, અમારાતુલ્ય જ આની સાથે=ઉત્કૃષ્ટ આદિ ત્રણપુરુષો સાથે ભગવાન વડે બતાવાયો છે. તે કારણથી ખરેખર આ રૂપોથી અમારા વડે ભવિતવ્ય છે=આ રૂપોથી અમે વર્તીએ છીએ. તે આ પ્રમાણે – જે આ ભવજંતુ “મને નિરાકૃત કરીને નિવૃતિને પ્રાપ્ત થયો,” એ પ્રમાણે સ્પર્શન વડે અમને નિવેદન કરાયું તે કારણથી–તેનાં જનની અથવા જનક કોઈ કહેવાયાં નથી, તે કારણથી ઉત્કૃષ્ટતમ આ છે એ પ્રમાણે નક્કી કરાય છે. વળી, અમારા ત્રણેયનો પણ કર્મવિલાસ જનક છે, ભગવાન વડે આદિષ્ટ નામવાળી જ માતા છે. તે કારણથી અહીં=ભગવાનના ઉપદેશમાં, આ જણાય છે. મનીષીને શું જણાય છે ? તે “યતથી બતાવે છે – જઘન્ય બાલ છે, મધ્યમ મધ્યમબુદ્ધિ છે, ઉત્કૃષ્ટ હું છું.
सुबुद्धिनाऽभिहितं-भगवन्! एतेषामुत्कृष्टतमादीनां पुरुषाणां किं सर्वदाऽवस्थितमेव रूपम् ?