________________
૧૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભગવાનના વચનના રહસ્યને પ્રાપ્ત કરીને સરળભાવથી અનાદિનાં પાપોના ભાવોનું ઉમૂલન કરે તેવા સંયમના પરિણામમાં પ્રવર્તુમાન પ્રકૃતિવાળા થયા. ભાવાર્થ :
વિચક્ષણા અને કાલજ્ઞ ધર્મદેશના સાંભળીને સમ્યક્ત પામે છે અને પોતે આચરેલા પાપની શુદ્ધિ અર્થે મહાત્માને પૂછે છે તે સાંભળીને ઋજુ રાજા આદિ ચારેય જણાને પણ ભગવાને કહેલો સદ્ધર્મ અત્યંત પ્રીતિકર લાગ્યો અને પોતે જે અજ્ઞાનને વશ પાપ કરેલું તેનો પશ્ચાત્તાપનો વિશુદ્ધ અધ્યવસાય પ્રગટે છે. આથી જ તે ચારેય જીવો આ વ્યંતરયુગલે અમારું શીલ નાશ કર્યું તે પ્રમાણે વિચારીને તેના પ્રત્યે કોપિત થતા નથી. પરંતુ પોતે જે જે પ્રકારે મૂઢતાને વશ વિપરીત પ્રવૃત્તિ કરી છે તેનો જ વિચાર કરે છે અને પોતાની તે અનુચિત પ્રવૃત્તિ માટે પ્રાયશ્ચિત્ત લેવાનો પરિણામ થાય છે. તે વખતે તેઓના શરીરમાંથી આર્જવ નામનું બાળક નીકળે છે, કેમ કે તે ચારેય જીવોનો મતિજ્ઞાનનો ઉપયોગ આર્જવ પરિણામથી યુક્ત હતો તેથી સરળભાવથી પોતાના પાપને પાપરૂપે વિચારી શકે તેવો તેમનો ઉપયોગ હતો અને તે જ બાળકરૂપે બહાર નીકળેલ છે તેમ બતાવેલ છે. વળી, ત્યારપછી ચારેય જીવોમાંથી જ કૃષ્ણરૂપ બાળક નીકળ્યું જે અજ્ઞાનરૂપ હતું, તેથી એ પ્રાપ્ત થાય કે તે ચારેયમાં જે આર્જવ પરિણામ પ્રગટ્યો તેનાથી અજ્ઞાનને વશ જે અત્યાર સુધી સંસારમાં રહીને તેઓ પાપ કરતા હતા અને ત્યારપછી વિશેષ પ્રકારના તે વ્યંતરયુગલના સંબંધથી જે પાપ થયું તે સર્વની નિષ્પત્તિનું કારણ તેઓમાં અજ્ઞાનનો પરિણામ હતો અને મહાત્માની દેશના સાંભળીને તેઓને ભવ નિર્ગુણ જણાય છે, નિષ્પાપ જીવન સારરૂપ જણાય છે. તેથી સમ્યજ્ઞાન પ્રગટ થયું તે કારણે સંસારમાં ભોગવિલાસ કરવાની મનોવૃત્તિરૂપ જે અજ્ઞાન હતું તે બહાર નીકળે છે. અને તે વ્યંતરયુગલ જ્યારે અકુટિલા અને મુગ્ધનું રૂપ કરે છે ત્યારે અમે બે થયા એ પ્રકારનું વિશિષ્ટ અજ્ઞાન પ્રગટ્યું અને તેના કારણે અનાચારરૂપ તે પાપ પ્રવર્ધમાન થયું, તેથી અજ્ઞાનમાંથી સંસારની વાસનારૂપ પાપ નીકળ્યું અને તે પ્રવર્ધમાન થતું હતું તેમ કહેલ છે અને આર્જવ પરિણામરૂપ ડિંભે મુઠ્ઠી મારીને તેને અટકાવ્યું તેમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે અનાચારને કરાવનારું જે કર્મ વધતું હતું તે શાંત થયું અને ઋજુરાજા અને પ્રગુણા રાણીને પણ જે મિથ્યાભિમાનને કારણે પુત્ર અને પુત્રવધૂની જે અનાચારની પ્રવૃત્તિમાં અનુમતિ હતી તે રૂપ પાપ દૂર થાય છે. વળી, તે અજ્ઞાનરૂપ બાળક અને પાપરૂપ બાળક ભગવદ્ અનુગ્રહથી બહાર જઈને બેઠા તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની સન્મુખ બેઠેલા તે ઋજુરાજા વગેરે ચારેયના ચિત્તમાં સંસારના સેવનરૂપ પાપનો પરિણામ તે વખતે નિવર્તન પામે છે અને સંસારમાં સારબુદ્ધિ હતી તે રૂપ અજ્ઞાનનો પરિણામ નિવર્તન પામે છે અને મહાત્માના વચનાનુસાર સમ્યગૂ જ્ઞાન અને સંયમને અભિમુખ નિષ્પાપ પરિણતિ થાય તેવો જ્ઞાનનો પરિણામરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. તેથી તેઓમાંથી અજ્ઞાન બહાર નીકળ્યું અને તેઓમાં જે ભોગવિલાસ કરવાની મનોવૃત્તિરૂપ પાપ હતું તે જ પાપ વ્યંતરયુગલના સંબંધને કારણે તે પાપ વધતું હતું તે તેઓના અજ્ઞાનમાંથી નીકળેલું વૃદ્ધિ પામતું પાપ હતું અને તેઓના આર્જવ ભાવને કારણે જે પશ્ચાત્તાપ થાય છે તેથી તેઓનું તે પાપ વૃદ્ધિ પામતું અટક્યું; છતાં જ્યાં સુધી