________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ થયું હોવાથી તેઓના સંયમના સ્વીકારને જોઈને અત્યંત હર્ષ થાય છે. અને વિચારે છે કે આપણે દેવભવના કારણે સંયમથી વંચિત થયાં છીએ, વળી, સમ્યગ્દષ્ટિ જીવોને સંયમીના જીવનને જોઈને સંયમનો અત્યંત રાગ થવાથી આ પ્રકારે વિચાર આવે છે કે દેવભવને કારણે આપણે સંયમની આરાધના કરવા સમર્થ થતા નથી. વળી, વિચારે છે કે ઘણા ભવોથી જેની પ્રાપ્તિ દુર્લભ છે એવું આપણને સમ્યકત્વ મળ્યું છે તે પણ આપણો મહાન પુણ્યોદય છે. તેથી ફલિત થાય કે સંયમનું સ્મરણ થાય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવોને દેવભવ કરતાં મનુષ્યભવ પ્રત્યે પક્ષપાત થાય છે, તો પણ પોતાને દુર્લભ એવું સમ્યકત્વ મળ્યું છે તેથી પોતાનો ભવ પણ સફળ છે તેમ માને છે અને હંમેશાં સમ્યકત્વને નિર્મળ કરવા અર્થે દેવભવમાં પણ તેવા જીવો શક્તિઅનુસાર ઉદ્યમ કરે છે, તેથી શુદ્ધ સમ્યકત્વના માહાત્મથી તેઓને દેવભવકૃત ભોગતૃષ્ણા પણ બાધક થતી નથી. વળી, સમ્યકત્વ પામેલાં હોવાને કારણે વિચક્ષણા અને કાલજ્ઞ પૂર્વના મુગ્ધ અને અકુટિલા સાથેના સંબંધમાં પોતે પરસ્પર કઈ રીતે વિચારણા કરેલી તે પણ સરળભાવથી એકબીજાને કહે છે અને મધ્યસ્થતાપૂર્વક એક બીજાની ક્ષતિને જોઈને ઈર્ષાના દોષથી દૂર રહે છે, તેથી તેઓની પરસ્પરની પ્રીતિ પણ વિશેષ થાય છે, ક્ષુદ્રપ્રકૃતિઓ પણ અલ્પ થાય છે, તત્ત્વની વિચારણા સુંદર થાય છે, તે સર્વ પ્રાપ્ત થયેલા સમ્યત્વનું માહાભ્ય છે. વળી, તે કાલજ્ઞનું દૃષ્ટાંત બતાવીને મધ્યમબુદ્ધિની સામાન્યરૂપા માતા મધ્યમબુદ્ધિને મનીષી સાથે અને સ્પર્શનના સંબંધ વિષયક મધ્યસ્થતાથી વ્યવહાર કરવાનું સૂચન કરે છે. અને જ્યાં સુધી ઉચિત નિર્ણય ન થાય ત્યાં સુધી કાલક્ષેપ કરવાનું સૂચન કરે છે, તેનું કારણ મધ્યમબુદ્ધિવાળા જીવોનાં તેવાં સામાન્યરૂપ કર્મો હોવાથી જ્યાં સુધી વિશેષ નિર્ણય થાય નહીં ત્યાં સુધી તેઓનાં કર્મ કાલક્ષેપ માટે જ પ્રેરણા કરે છે. પરંતુ બાલની જેમ મૂઢતાથી સ્પર્શનનો પક્ષપાત કરવા પ્રેરણા કરતાં નથી અને મનીષીનાં વચનો સાંભળીને તેનો તે રીતે સ્વીકાર કરવા પણ તત્પર થતાં નથી. પરંતુ જ્યારે તેઓને સ્પર્શનથી જન્ય વિશિષ્ટ અનર્થો બાલના પ્રસંગથી પ્રત્યક્ષ દેખાય છે, ત્યારે તેઓને મનીષીનું વચન આદરણીય જણાય છે. આથી જ મધ્યમબુદ્ધિ જીવ બાલની જેમ સ્પર્શનમાં ગાઢ આસકિતથી પ્રવર્તતો ન હતો તોપણ મનીષીની જેમ સ્પર્શનને શત્રુબુદ્ધિથી સ્વીકારવા તૈયાર થયો નથી. પરંતુ જ્યારે સ્પર્શનને અત્યંત આધીન થયેલ બાલને જે અનર્થની પરંપરા થઈ તેનો પ્રત્યક્ષથી નિર્ણય થયો ત્યારે મધ્યમબુદ્ધિને મનીષીનું વચન વિવેકવાળું જણાય છે. તેમ સંસારમાં જેઓ મધ્યમબુદ્ધિવાળા છે તેઓનાં વિપર્યાય આપાદક કર્મો કંઈક શિથિલ થયેલાં છે તોપણ ભોગસુખમાં સારબુદ્ધિ નિવર્તન પામતી નથી. તેથી સ્પર્શનના સુખને આત્માના વિકારરૂપે જોતા નથી. પરંતુ પ્રત્યક્ષ સ્પર્શનજન્ય સુખને સુખરૂપે જુએ છે. આમ છતાં કોઈક પ્રબળ નિમિત્ત મળે ત્યારે તેઓને બોધ થાય છે કે સ્પર્શેન્દ્રિયની આસક્તિને કારણે આ જીવ સર્વ પાપો કરે છે, જેના ફળરૂપે વર્તમાન જન્મોમાં પણ ઘણાં દુઃખોની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પ્રસંગના બળથી તેઓને વિવેકી પુરુષોના વચન પ્રત્યે પક્ષપાત થાય છે અને વિચારે છે કે આ જીવે સ્પર્શેન્દ્રિયની ગાઢ આસક્તિને કારણે સંસારમાં દેહનો નાશ વગેરે અનેક પ્રકારની આપત્તિઓના સમૂહને પ્રાપ્ત કરે છે. તેથી ભોગાદિની ઇચ્છા સર્વ અનર્થોની પ્રાપ્તિનું કારણ છે અને ત્યારે મનીષી તુલ્ય મહાત્માઓનાં વચનો તેવા મધ્યમબુદ્ધિના જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે. અને પુનઃ પુનઃ તેના પરમાર્થને જાણીને તે મધ્યમબુદ્ધિવાળા જીવો ક્રમસર