________________
૧૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मनीष्यादित्रयाणां सूरिसमागमः
શ્લોક :
अथ नानाविधैस्तत्र, विलसन्तः कुतूहलैः । प्रमोदशेखरं नाम, प्राप्तास्ते जिनमन्दिरम् ।।१।।
મનીષી આદિ ત્રણને આચાર્યભગવંતનો સમાગમ શ્લોકાર્થ :
હવે જુદા જુદા પ્રકારના કુતૂહલ વડે ત્યાં નિજવિલસિત ઉધાનમાં, વિલાસ કરતા તે ત્રણેય પ્રમોદશેખર નામના જિનમંદિરમાં પ્રાપ્ત થયા=ભગવાનની મૂર્તિ જીવને પ્રમોદનું કારણ હોવાથી અને સર્વ પ્રમોદમાં અગ્રેસર હોવાથી પ્રમોદશેખર નામના જિનમંદિરને તેઓ પામ્યા. III શ્લોક :
तच्च मेरुवदुत्तुङ्ग, विशालं साधुचित्तवत् ।
રેવનોધવ મળે, સોનવાર્યતઃ સારા શ્લોકાર્ધ :
અને તે=પ્રમોદશેખર નામનું જિનમંદિર, મેરુની જેવું ઊંચું, સાધુના ચિત્તની જેમ વિશાલ, સૌંદર્ય અને ઔદાર્યના યોગથી દેવલોકથી અધિક છે એમ હું માનું છું.
તે જિનમંદિર અતિ ઊંચું હતું, જેથી મેરુ પર્વતની જેમ ઊંચું છે. તેમ ગ્રંથકારશ્રી કલ્પના કરે છે. વળી, સાધુનું ચિત્ત બધા જીવો પ્રત્યે પોતાના આત્મતુલ્ય જોનારું હોય છે તેથી કોઈને પીડા ન થાય, કોઈને કષાયનો ઉદ્રક ન થાય, કોઈના પ્રાણનાશ ન થાય તે રીતે પોતાના આત્માની જેમ બધાની સાથે વિશાલ ચિત્તથી વર્તન કરે છે તેવું વિશાલ તે જિનાલય હતું. વળી, દેવલોકમાં સૌંદર્ય અને ઉદાર ભોગસામગ્રી હોય છે તેમ પ્રસ્તુત જિનાલય સુંદર કલાઓથી સૌંદર્યવાનું હતું અને જીવનો ઉદાર આશય પ્રગટ કરે તેવું હોવાથી ઔદાર્યના યોગવાળું છે તેથી દેવલોકથી અધિક છે તેમ કવિ કલ્પના કરે છે. શા શ્લોક :
युगादिनाथबिम्बेन, श्रीमता तदधिष्ठितम् ।
समन्ताद् दूरगोत्तुङ्गप्राकारपरिवेष्टितम् ।।३।। શ્લોકાર્ચ -
શ્રીમાન યુગાદિનાથના બિંબથી તે=જિનમંદિર, પ્રતિષ્ઠિત છે. ચારે બાજુથી દૂર ઊંચા કિલ્લાથી પરિવેષ્ટિત છે. llll