________________
૧૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
બાલની સ્થિતિ અને મધ્યમની ચિંતા મધ્યમબુદ્ધિ વડે મુશ્કેલીથી સ્વભવન લઈ જવાયો. આ વ્યતિકર પરિવાર પાસેથી કર્મવિલાસ વડે જણાયોકબાલના અંતરંગ કર્મોરૂપ વિલાસ વડે આ વ્યતિકર તેના તે પ્રકારનાં કર્મો દ્વારા જણાયો. આના વડેઃકર્મપરિણામ વડે, વિચારાયું. આ કેટલું છે ?
બાલને જે અનર્થો થયા તે અલ્પ માત્રામાં છે. મારા પ્રતિકૂલપણામાં હજી પણ જે બાલને થશે તે આ લોકો જાણતા નથી.
કર્મવિલાસનો સ્વભાવ છે કે જેમ જેમ કર્મને આધીન જીવ થાય તેમ તેમ તે જીવને પ્રતિકૂળ કર્મો બંધાય છે. તેને આશ્રયીને કર્મવિલાસરૂપ અંતરંગ તે બાલનો પિતા વિચારે છે કે તેનાં કૃત્યોથી જ્યારે હું પ્રતિકૂલ વર્તુ છું, તેને કારણે જે બાલને અનર્થો થશે તે બાલને સહવર્તી અન્ય લોકો જાણતા નથી.
તેથી કર્મવિલાસરાજા વડે પોતાનો પરિકર કહેવાયો. દુર્વિનીત એવા બાળની ચિંતાથી આપણને શું? તેને મારી પ્રતિકૂળતાનું ફળ સ્વયં મળશે, આપણને તેની ચિંતા કરવાની જરૂર નથી. તે=બાલ, અનુશાસ્તિને ઉચિત નથી તત્ત્વને અભિમુખ થાય તેવા તેનાં કર્મો શિથિલ થયાં નથી તેથી તત્વને અભિમુખ કરે એવાં કર્મો નહિ હોવાથી અનુશાસ્તિને પણ તે ઉચિત નથી.
જે જીવોના તત્ત્વને અભિમુખ થાય તેવા ક્ષયોપશમભાવવાળાં કર્યો હોય તે કર્મો જ તે જીવને અનુચિત પ્રવૃત્તિથી વારણ કરવા પ્રેરણા કરે છે. પરંતુ બાલના વિપર્યાસ આપાદક કર્મો છે તેથી તે કર્મો જ કહે છે કે હિતમાં અનુશાસન આપવાને યોગ્ય આ જીવ નથી, તેથી તે કર્મો તે જીવને અનુચિત પ્રવૃત્તિથી વારણ કરવા યત્ન કરતાં નથી.
તેનો વ્યાપાર કોઈએ પણ કરવો જોઈએ નહિ–બાલને હિત થાય તેવો અનુકૂળ વ્યાપારરૂપ પ્રયત્ન તેના=બાલવા, અવાંતર કર્મો રૂ૫ પરિવારે કરવો જોઈએ નહિ, એ પ્રકારનો બાલનો જનક કર્મવિલાસ પિતા બાલને ઉદ્દેશીને પરિકરને કહે છે. પરિકર વડે કહેવાયું કર્મવિલાસનાં અવાંતર કર્મો વડે કહેવાયું, જે પ્રમાણે દેવ આજ્ઞા કરે છે. દેવની પ્રમાણે જ તેનાં અવાંતર કર્મો બાલને અનુકૂળ થવા વ્યાપારવાળાં થતાં નથી. મધ્યમબુદ્ધિ વડે આ બાલ પુછાયો. હે ભાઈ ! તારા શરીરમાં હમણાં કોઈ પીડા થતી નથી ? બાલ વડે કહેવાયું, શરીરમાં બાધા નથી. કેવલ મનનો અંતસ્તાપ વધે છે. મધ્યમબુદ્ધિ કહે છે – કયા નિમિત્તે આ અંતસ્તાપ છે એ તું જાણે છે? તેથી કામનું વામશીલપણું હોવાને કારણે=કામનું વક્રપણું હોવાને કારણે, બાલ કહે છે હું જાણતો નથી. કેવલ દ્વારમાં રહેલા તારા વડે ત્યાં સંવાસભવને પ્રવેશ કરતી અને જતી કોઈ સ્ત્રી જોવાઈ કે ન જોવાઈ? મધ્યમબુદ્ધિ કહે છે – જોવાઈ, બાલ વડે કહેવાયું તો શું આ=સ્ત્રી કોણ છે એ પ્રમાણે તારા વડે નિર્ણય કરાયો ? મધ્યમબુદ્ધિ કહે છે સારી રીતે જણાયો, શત્રુમદલ રાજાની ભાર્યા મદનકંદલી એ પ્રમાણે તે કહેવાય છે, તે સાંભળીને મધ્યમબુદ્ધિના વચનને સાંભળીને, તે મદનકંદલી, મને કેવી રીતે પ્રાપ્ત થાય એ ચિંતાથી દીર્વ-દીર્ઘતર બાલ વડે નિઃશ્વાસ લેવાયો, તેનો અર્થી આ છે=મદનકંદલીનો અર્થી આ છે,