________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ વ્યંતરયુગલ ભવપ્રત્યય અવિરતિના ઉદયવાળું છે તેથી તેઓના ચિત્તમાંથી ઉપદેશકાળમાં ભોગતૃષ્ણા દૂરવર્તી થયેલી હોવા છતાં ફરી તે ભોગતૃષ્ણા તેઓમાં પ્રગટ થશે. ફક્ત સમ્યગ્દર્શનની નિર્મળતાથી યુક્ત મતિજ્ઞાનના ઉપયોગથી હણાયેલી ભોગની પરિણતિ હોવાથી પૂર્વના જેવી અનુચિત કાર્ય કરનારી તે ભોગતૃષ્ણા થશે નહીં અને ઉપદેશના શ્રવણકાળમાં તે વ્યંતરયુગલનું ચિત્ત ભોગતૃષ્ણાથી વિમુખ હોવાને કારણે અને મહાત્માના ઉપદેશથી તત્ત્વના શ્રવણને અભિમુખ હોવાને કારણે ભોગતૃષ્ણાનો પરિણામ તે વખતે લેશ પણ ચિત્તમાં સ્પર્શતો નથી, પરંતુ સમ્યગ્દર્શનનો નિર્મળ ઉપયોગ જ પ્રવર્તે છે. તેથી તે વખતે તેઓને ભવપ્રત્યય અવિરતિ છે તે પણ અકિંચિત્કર જેવી વર્તે છે. અને ઉપદેશશ્રવણ પછી સમ્યગ્દર્શનથી ઉપહત થયેલો ભોગનો પરિણામ હોવાને કારણે જ્યારે જ્યારે ભોગની ઇચ્છાનો મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે. ત્યારે ત્યારે તસહવર્તી સમ્યગ્દર્શનનો મતિજ્ઞાનનો ઉપયોગ પણ સંવલિત થઈને પ્રવર્તે છે. તેથી, સંવેગસારા ભોગપ્રવૃત્તિ થાય છે. અને ઉપદેશશ્રવણકાળમાં ભવપ્રત્યય અવિરતિ હોવા છતાં મહાત્માના ઉપદેશના શ્રવણમાં દઢઉપયોગ વર્તતો હોવાથી તે ભવકૃત વર્તતી અવિરતિ મૃતપ્રાય જેવી વર્તે છે. તે બતાવવા અર્થે દેહથી બહાર નીકળીને પર્ષદાથી બહાર બેઠેલી તે ભોગતૃષ્ણા વ્યંતરયુગલની રાહ જોઈને બેઠેલી છે તેમ મહાત્માએ કહેલ છે. વળી, તે ભોગતૃષ્ણા કેવા સ્વરૂપવાળી છે તે બતાવતાં કહ્યું કે રક્ત કૃષ્ણ પરમાણુઓથી ઘટિત સ્વરૂપવાળી છે. અર્થાત્ મૂઢતારૂપ અંધકારના આપાદક જ્ઞાનાવરણીય કર્મ રૂપ કૃષ્ણપુદ્ગલો અને ભોગની ઇચ્છાનાં આપાદક એવાં રાગમોહનીય કર્મો તેનાથી ઘડાયેલા શરીરવાળી ભોગતૃષ્ણા છે. વળી, દર્શનથી બીભત્સ છે; કેમ કે આત્માના નિરાકુળ સ્વભાવમાં કષાયોની આકુળતાજન્ય જીવની વિકૃત પરિણતિરૂપ છે માટે બીભત્સ છે. સ્વરૂપથી ભીષણ છે; કેમ કે આત્માને કદર્થના કરે તેવા સ્વરૂપવાળી છે. વિવેકી જીવોને ઉદ્વેગનો હેતુ છે=ભગવાનના શાસનના તત્ત્વને જોનારા જીવોને ઇચ્છાની આકુળતારૂપ ભોગતૃષ્ણા ઉદ્વેગનો હેતુ બને છે. આથી જ ‘સાં જામા આવિ' ભાવનાઓ કરીને તેને શાંત કરવા યત્ન કરે છે. વળી, વિચક્ષણાએ અને કાલજ્ઞએ મહાત્માને પૂછ્યું કે આ ભોગતૃષ્ણાથી અમારો ક્યારે મોક્ષ થશે એ બતાવે છે કે સમ્યગ્દર્શન પ્રગટ થયેલું હોવાથી તેઓને ભોગતૃષ્ણા આત્માની વિકૃતિરૂપે દેખાય છે; છતાં ભવપ્રત્યય અવિરતિનો ઉદય હોવાથી ત્યાગ કરવું શક્ય નથી. તેથી શું કરવું જોઈએ તેની પૃચ્છા કરે છે, ત્યારે મહાત્મા કહે છે કે સુગુરુના સંપર્કથી હંમેશાં સમ્યગ્દર્શન ઉદ્દીપિત કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન પણ પુનઃ પુનઃ તત્ત્વના શ્રવણ વગર સ્થિર થવું દુષ્કર છે. તેથી કિંચિત્ કાળ પછી તે ક્ષયોપશમભાવ લુપ્ત થઈ જાય છે જેમ, કંઠસ્થ કરેલ શ્લોકો પણ પુનઃ પુનઃ સ્મરણ ન કરવામાં આવે તો વિસ્તૃત થાય છે. તેથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ, સંસારની વિડંબનાથી પર મુક્તઅવસ્થાનું વાસ્તવિક સ્વરૂપ અને તેના ઉપાયરૂપ વીતરાગનું વચન કઈ રીતે સંસારનો ઉચ્છેદ કરે છે, સુગતિમાં સ્થાપન કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તે પ્રકારે સૂક્ષ્મબુદ્ધિથી વારંવાર આલોચન કરવું જોઈએ. ગુણવાન ગુરુના મુખથી તત્ત્વનું શ્રવણ કરીને તેને સ્થિર કરવું જોઈએ. વળી, ભોગતૃષ્ણાને બહુ અનુકુલ આચરણા ન ક૨વી જોઈએ. પરંતુ મનમાં થતા વિકારને યથાર્થ જાણીને પ્રતિપક્ષ ભાવનાથી શાંત કરવા યત્ન કરવો જોઈએ. અને જ્યારે તે તૃષ્ણા શમે નહીં ત્યારે તેનું વિષ ચઢે નહીં તે પ્રકારે યતનાપૂર્વક જ
૧૨૦