________________
૧૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અનુરૂપ જ તેનું નામ વિચક્ષણા છે. વળી, તે મુગ્ધ અને અકુટિલાને જોઈને કાલજ્ઞને અકુટિલા પ્રત્યે તીવ્ર અનુરાગ થયો અને વિચક્ષણાને મુગ્ધ પ્રત્યે તીવ્ર અનુરાગ થયો તેમાં કઈ રીતે અંતરંગભાવો કારણ બને છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે. કર્મપરિણતિ અચિંત્યશક્તિવાળી છે. તેથી, વ્યંતરજાતિથી દેવ હોવા છતાં અને પોતાની સુંદર દેવી હોવા છતાં મનુષ્ય સ્ત્રી પ્રત્યે રાગ કરાવે તેવાં કાલજ્ઞનાં અને વિચક્ષણાનાં કામને આપાદક કર્મો હતાં. તેથી નિમિત્તને પામીને તે પ્રકારનો વિકાર થાય છે. વળી, તે મનુષ્યયુગલ અતિસુંદર હોવાને કા૨ણે વ્યંતરયુગલનું પણ તે પ્રકારનું કર્મ વિપાકમાં આવે છે. વળી, આત્મામાં પડેલા કામના સંસ્કારો જ્યારે પ્રબલ ઊઠે છે, ત્યારે તે કામ વિચાર્યા વગર પ્રવૃતિ કરાવે છે તેના કારણે વ્યંતરયુગલને પરસ્ત્રી અને પરપુરુષ પ્રત્યે રાગ થાય છે. જો વિચારક હોય તો તેઓની અશુચિવાળી કાયાને જોઈને પણ તે પ્રકારનો વિકાર થાય નહીં, છતાં દેવભવકૃત પોતાની કાયા તેવી અશુચિવાળી નહીં હોવા છતાં કામના ઉદયથી જન્ય અવિચારકતાને કારણે વ્યંતરયુગલને તે પ્રકારની ઇચ્છા થાય છે. વળી, મધુમાસ=વસંતઋતુ, કામને ઉદ્દીપિત કરે તેવી હોવાને કારણે પણ તે વ્યંતરયુગલનાં કામ આપાદક કર્મો વિપાકમાં આવ્યાં. વળી, તે પ્રદેશ પણ અતિરમણીય હોવાથી કામના ઉદયને પ્રગટ કરવામાં અંગભૂત બન્યો. વળી, વ્યંતર સ્વભાવ કેલિપ્રિય હોય છે. તેથી તેના કારણે પણ કામના વિકારો ઉત્પન્ન થાય તેવાં કર્મો તેમને વિપાકમાં આવ્યાં. વળી, ઇન્દ્રિય અતિચપલ હોય છે. તેથી વ્યંતરયુગલ આકાશમાંથી જતું હોવા છતાં વિષયોને જોવામાં વ્યાપારવાળું થયું અને તે મનુષ્યયુગલના રૂપને જોઈને તે પ્રકારના કામના વિકારવાળું થયું તેથી કામના વિકારમાં ઇન્દ્રિયોની ચપલતા પણ અંગભૂત છે. વળી, વિષયોનો અભિલાષ જીવને થાય ત્યારે તેનું વારણ જીવ માટે દુષ્કર હોય છે. તેથી પણ તે પ્રકારનું કર્મ તેઓના વિપાકમાં આવ્યું, તેથી માત્ર કર્મથી જ તે પ્રવૃત્તિ નથી. પરંતુ વિષયનો અભિલાષ જીવે ઘણા ભવો સુધી અનેક પ્રકારનો સેવ્યો છે અને નિમિત્તને પામીને તેવો બલવાન વિષય પ્રાપ્ત થાય અને પોતે એને પ્રાપ્ત કરી શકે તેવું કંઈક જણાય તો તે જીવો વિષયાભિલાષનું વારણ કરી શકતા નથી. પરંતુ અનેક પ્રકારની માયાદિ કરીને પણ તેને શાંત કરવા યત્ન કરે છે. વળી, જીવના મતિજ્ઞાનના ઉપયોગરૂપ મનોવૃત્તિ તત્ત્વથી ભાવિત ન હોય તો અતિચપળ હોય છે. તેથી, નિમિત્તને પામ્યા પછી તે વિકારોનું વા૨ણ કરવા માટે મન તત્પર થતું નથી. માટે તે પ્રકારનું કર્મ વિપાકમાં આવ્યું. વળી, તે વ્યંતરયુગલનાં જેમ તેવા પ્રકારનાં કર્મ આદિ હતાં જેથી તે પ્રકારનો વિપાક થયો તેમ તેઓની તેવા પ્રકારની ભવિતવ્યતા હતી જેથી તે જ પ્રદેશમાંથી જવાનો પ્રસંગ, તે જ યુગલને જોવાનો પ્રસંગ, તે ક્ષેત્ર આદિની કામઉત્તેજકતા આદિ પામીને તે યુગલ તે પ્રકારે પરિણામવાળું થયું. આથી જ કાલજ્ઞે માયા વગેરે કરીને પત્નીને ઠગી, અકુટિલાને ઠગી, અને વિચક્ષણાએ પણ માયા કરીને મુગ્ધને ઠગ્યો. તેથી કર્મવિપાકની અંદ૨માં કઈ રીતે અંતરંગભાવો કાર્ય કરે છે, કઈ રીતે બાહ્યસામગ્રી કાર્ય કરે છે, ભવિતવ્યતા કઈ રીતે કાર્ય કરે છે તે સર્વનો બોધ પ્રસ્તુત વ્યંતરયુગલના દૃષ્ટાંતથી ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. વળી, તે રાજપુત્ર પ્રકૃતિથી મુગ્ધ હોવાને કારણે પોતાના સદેશ બીજા યુગલને જોઈને અન્ય કોઈની શંકા કરતુ નથી. પરંતુ વનદેવતાનો પ્રસાદ માને છે. ૨ાજા વગેરે પ્રકૃતિથી સ૨ળ હોવાને કારણે મુગ્ધના વચનને સાંભળીને તે પ્રકારે વનદેવતાના પ્રસાદને સ્વીકારે છે. વળી, કાલજ્ઞએ મુગ્ધ સાથે પોતાની