________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૧૯
પત્નીને વિભંગજ્ઞાનથી જાણી ત્યારે તેને કોપ થાય છે. મુગ્ધને મારવાનો પરિણામ થાય છે. તે સર્વમાં મૂઢતા આપાદક કર્મોનો વિપાક પ્રબળ હતો, છતાં પણ તે વ્યંતરયુગલ મધ્યમબુદ્ધિને પ્રગટ કરે તેવા કર્મના વિપાકવાળું હતું. તેથી કાલજ્ઞ કાલની સ્થિતિને વિચારીને અકાલે અકાર્ય કરતો નથી. પરંતુ પોતાની સ્ત્રીને પરપુરુષ સાથે જોવા છતાં કાલવિલંબનનો આશ્રય કરે છે. વળી, વિચક્ષણા પણ મધ્યમબુદ્ધિવાળી હોવાથી પોતાના પતિને પરસ્ત્રી સાથે જોઈને ઈર્ષ્યાદિ ભાવો કરે છે. તોપણ કાલક્ષેપનો આશ્રય કરે છે. તેથી મધ્યમબુદ્ધિવાળા જીવોનાં કર્મો જ તેવાં હોય છે કે તેઓને જ્યાં નિર્ણય ન થાય ત્યાં કાલક્ષેપનો આશ્રય કરે છે. પરંતુ વિચાર્યા વગર સહસા પરાક્રમ કરતા નથી. વળી, નગ૨માં જ્યારે વિશિષ્ટજ્ઞાની મહાત્મા પધાર્યા ત્યારે રાજા વગેરે સહિત તે બંને મિથુનયુગલો દેશના સાંભળવા બેસે છે ત્યારે સ્વાભાવિક ભદ્રક પ્રકૃતિવાળા એવા કાલજ્ઞ અને વિચક્ષણા રૂપ વ્યંતરયુગલને મહાત્માની દેશનાથી ભવ નિર્ગુણ ભાસે છે. કર્મબંધના હેતુઓ અસાર જણાય છે. સંસારનું પરિભ્રમણ જીવની વિડંબનારૂપ જણાય છે. મોક્ષમાર્ગ જીવનું હિત છે તેવું જણાય છે. મોક્ષનું સુખ જ સર્વ સુખો કરતાં અતિશયિત છે તેવો સ્પષ્ટ બોધ થાય છે. જેના કારણે તેઓને ભવભ્રમણનો હેતુ એવા વિષયોનો રાગ જે તીવ્ર હતો તે ક્ષીણ થાય છે. તેથી તે મહાત્માના દેશનાના બળથી તત્ત્વને જોનારી નિર્મળદષ્ટિરૂપ સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટ થયો. તેથી, પ્રસ્તુતમાં વર્ણન કરેલ મહાત્માની દેશના કોઈ યોગ્ય જીવ યથાર્થ તાત્પર્યથી યોજન કરે તો સુખપૂર્વક તે જીવને પણ સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટ થઈ શકે છે. વળી, તે સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટ થયા પછી જેમ તે વ્યંતરયુગલને પોતાના પાપનો તીવ્ર પશ્ચાત્તાપ થયો અને પોતે અનુચિત કૃત્ય કર્યું છે તે પ્રકારે સ્પષ્ટ જણાયું તે સમ્યગ્દર્શનનો પ્રભાવ હતો. આથી જ મહાત્મા પાસે પોતાની નિંઘ પ્રવૃત્તિ પ્રગટ રૂપે કહેલ છે. વળી, જ્યારે સમ્યગ્દર્શનના બળથી તેઓને પશ્ચાત્તાપ થાય છે ત્યારે જે ભોગતૃષ્ણા નામની નારી તેમના દેહમાંથી નીકળી તે અંતરંગ પરિવાર છે બહિરંગ નથી. તેથી કાલજ્ઞ અને વિચક્ષણાને જે ભોગનો પરિણામ થયેલો તે કામવિકારના આપાદક વેદમોહનીય કર્મના ઉદયથી જન્ય અનુચિત પ્રવૃત્તિ કરાવે તેવા મતિજ્ઞાનના ઉપયોગરૂપ હતો અને દેશના સાંભળવાથી તે મિથુનયુગલને નિર્મળબુદ્ધિ થઈ તે સમ્યગ્દર્શનના પરિણામરૂપ મતિજ્ઞાનનો પરિણામ હતો. તે મતિજ્ઞાનના પરિણામને કારણે જે ઉત્તરમાં પોતાના અકાર્યના પશ્ચાત્તાપરૂપ મતિજ્ઞાનનો પરિણામ પ્રગટ થયો જે કરેલા પાપને ફરી નહીં કરવાના તીવ્રપરિણામથી સંવલિત હોવાને કા૨ણે પાપની શુદ્ધિને કરનારો વિશુદ્ધ અધ્યવસાય સ્વરૂપ હતો. અને તે પશ્ચાત્તાપના મતિજ્ઞાનના ઉપયોગથી જ પૂર્વમાં જે ભોગતૃષ્ણા હતી તે તેમના દેહમાંથી નીકળીને મહાત્માના પ્રતાપને નહીં સહન કરતી પર્ષદાથી બહાર બેસે છે એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે ઉપદેશકાળમાં તે યુગલનું ચિત્ત ઉપદેશથી વાસિત હોવાને કા૨ણે જે ભોગતૃષ્ણાની પરિણતિ તે વ્યંતરયુગલમાં હતી તે ઉપદેશના તાપને સહન નહીં કરી શકવાથી તેઓના ચિત્તમાંથી દૂર થાય છે અને તે વખતે વ્યંતરયુગલનું ચિત્ત ભોગતૃષ્ણાથી વિપરીત આત્માના વિકારોથી પર એવા નિરાકુલસ્વરૂપને અભિમુખ બને છે. તે બતાવવા માટે તે ભોગતૃષ્ણા નામની સ્ત્રી પર્ષદાથી બહાર બેઠેલ છે તેમ કહેલ છે. વળી, તે ભોગતૃષ્ણા ગુરુના ઉપદેશના તાપને સહન કરી શકતી નથી. તેથી ગુરુના સન્મુખ મુખ રાખીને બેસતી નથી. પરંતુ વિપરીત મુખ રાખીને રહેલ છે અને તે