________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૫૧
થયે છતે, પ્રાયશ્ચિત્ત કરે છે. માઘમહિનામાં શીતને સહન કરે છે. જ્યેષ્ઠ-અષાઢમાં આતપને ગ્રહણ કરે છે. સર્વથા પરમ વૈરીની જેમ જે જે કંઈ મને પ્રતિકૂલ છે તે સર્વ આચરે છે.
સર્વવિરતિ ગ્રહણ કર્યા પછી પૂર્વમાં સ્પર્શનને જે જે અનુકૂળ હતું તે તે સર્વનો ત્યાગ કરે છે. અને સ્પર્શનને જે જે પ્રતિકૂલ છે. તેનું સેવન કરીને તે મહાત્મા સદાગમના વચનથી સમભાવના પરિણામમાં દૃઢ વ્યાપાર કરે છે. પરંતુ સ્પર્શનને અનુકૂળ કંઈ આચરણને કરતો નથી.
-
–
તેથી=ભવજંતુ મને અનુકૂળ સર્વનો ત્યાગ કરીને મને પ્રતિકૂલ સર્વ આચરણ કરે છે તેથી, મારા વડે=સ્પર્શન વડે, વિચારાયું, આ પ્રમાણે સ્પર્શન બાલને કહે છે એમ સંબંધ છે. શું વિચારાયું ? તે કહે છે • હું=સ્પર્શન, આના દ્વારા=ભવજંતુ દ્વારા, સર્વથા ત્યાગ કરાયો છું અને શત્રુબુદ્ધિથી ગ્રહણ કરાયો છું. તોપણ સજ્જ્ઞોની પ્રીતિઓ આમરણાંત સુધી હોય છે એ પ્રકારનો વૃદ્ધવાદ છે= એ પ્રકારનું શિષ્ટ-પુરુષોનું કથન છે. તેથી=સજ્જન પુરુષોનું કથન છે કે મરણ સુધી મિત્રનો સ્નેહ તોડવો ઉચિત નથી તેથી, જો કે આ=ભવજંતુ, આ સદાગમરૂપ પાપમિત્રથી ઠગાયેલો મને=સ્પર્શેન્દ્રિયને, આ પ્રમાણે કદર્થના કરે છે. તોપણ અકાંડ જ=અકસ્માત જ, મારા વડે ભવજંતુ ત્યાગ કરવા યોગ્ય નથી, જે કારણથી, ભદ્રક એવો આ=ભવજંતુ, આત્મીય પ્રકૃતિથી=આત્મીય સ્નેહથી, મારા વડે બહુકાળ સુધી જોવાયો છે=અનંતકાલથી અત્યાર સુધી આ ભવજંતુ મારી સાથે અત્યંત આત્મીયતાથી વર્સો છે. મને ઘણાં અનુકૂળ કૃત્યો કર્યાં છે. સદાગમના મેલકથી જનિત=સદાગમના સંબંધથી જનિત, આનો=ભવજંતુનો, આ વિપર્યાસ છે=હું તેનો પરમમિત્ર હોવા છતાં શત્રુ છું એ પ્રકારનો વિપર્યાસ છે. તે કારણથી=ભદ્રક એવો આ ભવજંતુ મારી સાથે અત્યાર સુધી ઘણી મિત્રતા કરી છે તે કારણથી, આ=સદાગમથી જનિત વિપર્યાસ, કદાચિત્—કંઈક, કાલથી, દૂર થશે. તેથી મારા ઉપર= સ્પર્શન ઉપર, પૂર્વની જેમ આવો સ્નેહભાવ થશે. આ રીતે પર્યાલોચન કરીને, તે ભવજંતુ વડે બહિષ્કૃત કરાયેલો પણ હું તેના જ સંબંધી શરીરનામના પ્રાસાદમાં મહાદુ:ખતા અનુભવથી કાલની ઉદીક્ષા કરતો=ફરી તેનો સ્નેહ થશે એવા કાલની અપેક્ષા રાખતો, દુરાશા પાશથી અવપાશિત છતો= ખોટી આશાઓથી વિડંબના પામેલો છતો, કેટલોક પણ કાલ રહ્યો. અન્યદા=જે ભવજંતુ વડે તિરસ્કાર કરાયેલો દુ:ખી એવો પણ હું તે ભવજંતુના શરીરમાં રહેલો હતો ત્યારે કોઈ કાળમાં, સદાગમના વચનનો અનુવર્તમાન એવો ભવજંતુ મને તિરસ્કાર કરીને પુરુષની ક્રિયાથી, તે પ્રાસાદથી પણ કાઢીને=પોતાના દેહરૂપી પ્રાસાદથી મને બહાર કાઢીને, પરમાધાર્મિકની જેમ કઠોરપણાથી આક્રંદ કરતા પણ મને અવગણીને રુષ્ટની જેમ ત્યાં હું જાઉં છું જ્યાં તારા લોચનને પણ જોઈશ નહીં=એ પ્રમાણે કહીને=ભવજંતુએ મને કહ્યું કે હું ત્યાં જઈશ જ્યાં તારા લોચનથી દર્શન પણ થશે નહીં એ પ્રમાણે કહીને, ક્યાંક ગયો, અને તે=ભવજંતુ હમણાં નિવૃતિનગરીમાં, પ્રાપ્ત થયેલો સંભળાય છે અને તે નગરી=નિવૃતિનગરી, મારા જેવાને અગમ્ય છે. તેથી મારા વડે વિચારાયું – હવે પ્રિયમિત્રથી પરિભૂત તેનાથી રહિત બકરાના ગલાના સ્તન જેવા મારા જીવિત વડે શું ? તેથી=ભવજંતુ આ રીતે મને છોડીને નિવૃતિનગરીમાં ગયો છે તેથી, આ અધ્યવસિત છે=આપઘાત કરવાનું કૃત્ય મારા વડે સ્વીકારાયું છે.