________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ યુદ્ધના પ્રયાણનું કથન કર્યું. ત્યારપછી, મહામોહ વડે કહેવાયું=રાગકેસરીને કહેવાયું, હે પુત્ર ! મારો હમણાં જીર્ણ થતા વસ્ત્રના જેવો પશ્ચિમભાવ વર્તે છે.
જે જીવો સંતોષને વશ થઈને ઇન્દ્રિયોનો પરાજય કરે છે તે જીવમાં વર્તતો મહામોહ સર્વથા નાશ પામ્યો નથી. પરંતુ ઘણો જીર્ણ થયો છે તેવો મહામોહ તે જીવમાં વર્તતા રાગકેસરીને કહે છે, હું જીર્ણ થયેલા શરીરવાળો છું.
૮૦
તેથી, ખણજથી પરિગતમૂર્તિ જેવા કરભની જેમ મારા શરીરનું જે વહન થાય તે સુંદર છે, તેથી હું વિદ્યમાન હોતે છતે તારે પ્રસ્થાન કરવું યુક્ત નથી. તું વિપુલ રાજ્યને ધારણ કરતો નિરાકુલચિત્તવાળો રહે, હું જ=મહામોહ જ, પ્રસ્તુત પ્રયોજનને સાધીશ, દેવ વડે=રાગકેસરી વડે, બે કાનોને હાથથી ઢાંકીને કહેવાયું – હે તાત ! આ પ્રમાણે ન બોલો, પાપ શાંત થાઓ, અમંગલરૂપ પાપ દૂર થાઓ. અનંત કલ્પસ્થાયી તમારું શરીર રહો. ખરેખર તમારા શરીરના નિરાબાધ માત્રથી પરિતોષવાળા કિંકર જન એવા આ રાગકેસરી વિશે, એ પ્રમાણે=હું યુદ્ધ કરવા જઉં એ પ્રમાણે, આજ્ઞા આપવા માટે તાત યોગ્ય છે. તે કારણથી=તમારે જવું ઉચિત નથી મને આજ્ઞા આપવી ઉચિત છે તે કારણથી, આ બહુ કથત વડે શું ? હું જાઉં છું=સંતોષને જીતવા માટે જાઉં છું, તમે મને અનુજ્ઞા આપો, મહામોહ કહે છે – હે પુત્ર ! મારા વડે જ જવા યોગ્ય છે, વળી, તને કેવલ અવસ્થાનમાં=રાજ્ય ચલાવવામાં અનુજ્ઞા છે. આ પ્રમાણે કહીને મહામોહ ઊઠ્યો. તેથી=મહામોહે રાગકેસરીને આજ્ઞા કરી તેથી, નિબંધને જાણીને મહામોહતો સંતોષને જીતવા માટે સ્વયં જવાનો આગ્રહ છે તેને જાણીને, દેવ વડે=રાગકેસરી વડે, કહેવાયું – હે તાત ! જો આ પ્રમાણે છે=સંતોષને જીતવા માટે તમારે જ જવાનો આગ્રહ છે એ પ્રમાણે છે, તો હું પણ પિતાનો અનુચર થઈશ, પિતા વડે અટકાવવો જોઈએ નહીં. મહામોહ કહે છે હે પુત્ર ! એ પ્રમાણે હો=તું પણ મારી સાથે યુદ્ધ કરવા આવે છે એ પ્રમાણે હો, ખરેખર અમે પણ=મહામોહ પણ, તને મૂકવા માટે=રાગકેસરીને છોડવા માટે, ક્ષણ પણ સમર્થ નથી. કેવલ પ્રયોજનનું ગુરુપણું હોવાથી=સંતોષને જીતવાના પ્રયોજનનું મહત્ત્વ હોવાથી, આ પ્રમાણે અમારા વડે નિમંત્રણા કરાઈ છે=સંતોષને જીતવા માટે મારે પણ સાથે જઉં જોઈએ એ પ્રમાણે મહામોહ વડે નિમંત્રણા કરાઈ છે. તે કારણથી=સંતોષને જીતવું તે મોટું કારણ છે તે કારણથી, હમણાં પુત્ર વડે=રાગકેસરી વડે, આ સુંદર કહેવાયું=હું સાથે આવું છું એ સુંદર કહેવાયું, દેવ વડે કહેવાયું=રાગકેસરી વડે કહેવાયું, મહાપ્રસાદ=પિતાનો મારા ઉપર મહાપ્રસાદ છે, ત્યારપછી પિતાએ પણ સંતોષને જીતવા માટે પ્રયાણ કર્યું. એ પ્રમાણે બધા નરેન્દ્રોને=પોતાને આધીન એવા અન્ય લોલ્ય આદિ રાજાઓને, જ્ઞાપન કરાયું. દેવ વડે=રાગકેસરી વડે, વિશેષથી સંપૂર્ણ બળ પ્રવર્તિત કરાયું, ત્યારપછી સ્વયં જ મહામોહ નરેન્દ્ર, રાગકેસરી દેવ, વિષયાભિલાષ આદિ સર્વ મંત્રીઓ, સર્વ સૈન્ય સહિત સંતોષ રૂપી ચોરટા ઉપર નિગ્રહ કરવા ચાલ્યા એ પ્રકારની વાર્તાથી ચારે બાજુથી રાજસચિત્ત નગર ક્ષુભિત થયું,
આ મોટો કલકલ ઉલ્લસિત થયો. હે ભદ્ર ! તે આ=અત્યાર સુધી મેં વર્ણન કર્યું તે આ, આ રાજાના= રાગકેસરી રાજાના, પ્રસ્થાનનું પ્રયોજન છે, એ પ્રમાણે વિપાક કહે છે, અને અતિકુતૂહલી એવા તને