________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૧૦૫
કાલજ્ઞ અને વિચક્ષણાદેવી વડે મુગ્ધના અકુટિલરૂપનું ગ્રહણ
અત્રાંતરમાં તે પ્રદેશમાં કોઈક રીતે વ્યંતર દેવનું મિથુનક આવ્યું. દેવ કાલજ્ઞ છે=કાળને જાણનાર છે. દેવી વિચક્ષણા છે=બુદ્ધિમાન છે. ગગનતલમાં વિચરતા તેના વડે=વ્યંતરમિથુન વડે, તે માનુષમિથુન જોવાયું. તેથી, કર્મપરિણતિનું અર્ચિત્યપણું હોવાને કારણે, તે માનુષમિથુનનું અતિસુંદરપણું હોવાને કારણે, કામનું અપર્યાલોચિત કારણપણું હોવાને કારણે, મધુમાસનું=વસંતઋતુનું, મદનનું જનનપણું હોવાથી, પ્રદેશનું અતિરમણપણું હોવાને કારણે, વ્યંતરભાવનું કેલિબહલપણું હોવાને કારણે, ઇન્દ્રિયોનું અતિચપલપણું હોવાને કારણે, વિષયાભિલાષના દુર્નિવારપણાને કારણે=નિવારણ અશક્ય હોવાને કારણે, મનોવૃત્તિનું અતિ ચટુલચારીપણું હોવાને કારણે=મનોવૃત્તિ અતિચપલ હોવાને કારણે, અને તે વસ્તુની તેવા પ્રકારની ભવિતવ્યતા હોવાને કારણે=કાલજ્ઞ અને વિચક્ષણા રૂપ વસ્તુની મુગ્ધ અને અકુટિલા સાથે કામની પ્રવૃત્તિ કરાય તેવા પ્રકારની ભવિતવ્યતા હોવાને કારણે, કાલજ્ઞને અકુટિલામાં તીવ્ર અનુરાગ થયો. અને તે પ્રમાણે જ મુગ્ધતા ઉપર વિચક્ષણાને તીવ્ર અનુરાગ થયો. ત્યારપછી ખરેખર આને=વિચક્ષણાને, હું ઠગું એ બુદ્ધિથી કાલજ્ઞએ વિચક્ષણાને કહ્યું. હે દેવી ! તું આગળ જા. ત્યાં સુધીમાં હું આ રાજગૃહના ઉપવનથી દેવતા અર્ચન નિમિત્તે કેટલાંક ફૂલોને ગ્રહણ કરીને આવું છું. તે=વિચક્ષણા, મુગ્ધ હૃદયપણાને કારણે, મૌત વડે રહી, અકુટિલાને અભિમુખ ગયેલો ઘનતરગહનમાં અવતીર્ણ થયેલો એવો કાલજ્ઞ વિચક્ષણાને અદર્શનીભૂત થયો. આના વડે=કાલજ્ઞ વડે, વિચારાયું – ખરેખર ! ક્યા કારણને આશ્રયીને આ મિથુન પરસ્પરથી દૂર દેશવર્તી વર્તે છે. તેથી આના દ્વારા=કાલજ્ઞ દ્વારા, વિભંગજ્ઞાનનો પ્રયોગ કરાયો, તે બેના દૂરીભવનનું કારણ જણાયું. તેથી આ જ અહીં ઉપાય છે=અકુટિલા સાથે સંબંધ કરવાનો આ જ અહીં ઉપાય છે. એ પ્રકારે વિચારીને આના વડે=કાલજ્ઞ વડે, પોતાનું વૈક્રિય મુગ્ધરૂપ દેવશક્તિથી કરાયું, સુવર્ણની સર્પિકા બનાવાઈ. કુસુમોથી ભરાઈ, અકુટિલા સમીપ ગયો. અને સંભ્રમપૂર્વક કહે છે – હે પ્રિયે ! તું જિતાયેલી છે, જિતાયેલી છે, તેથી= મુગ્ધરૂપ કરીને વ્યંતરે આ પ્રમાણે કહ્યું તેથી, આર્યપુત્ર કેવી રીતે જલ્દી જ આવ્યા. હું પણ જિતાઈ છું, એ પ્રમાણે થોડીક અકુટિલા વિલક્ષણ થઈ. કાલજ્ઞ વડે કહેવાયું – હે પ્રિયે ! વિષાદથી સર્યું, સ્વલ્પ આ કારણ છે=કોણે જલ્દી કુસુમનો ઉપચય કર્યો એ સ્વલ્પ કારણ છે. ફક્ત હવે કુસુમઉપચય કરાયો, આ ઉપવનના વિભૂષણરૂપ કદલીલતાગૃહમાં આપણે જઈએ. આવા વડે=અકુટિલા વડે, સ્વીકારાયું. ત્યાં જઈને આ બંને દ્વારા પલ્લવ ઉપર શયન કરાયું=કોમળ પાંદડાં ઉપર સૂવાની ક્રિયા કરાઈ, અને આ બાજુ વિચક્ષણા વડે વિચારાયું ખરેખર ! આ કાલજ્ઞ ગયો છે. તેથી જ્યાં સુધી આ ન આવે અને જ્યાં સુધી આ નારી દૂર વર્તે છે ત્યાં સુધી નીચે ઊતરીને રતિવિયુક્ત=પોતાની સ્ત્રીથી વિયુક્ત, મકરકેતન આકારવાળા આ તરુણને હું ભોગવું, મારો જન્મ સફ્ળ કરું, આના વડે પણ=વિચક્ષણા વડે પણ, વિભંજ્ઞજ્ઞાનથી જ તે બેતામુગ્ધ અને અકુટિલાના, દૂરભવનનો હેતુ જણાયો. તેથી અકુટિલાના રૂપને કરીને કુસુમથી ભરાયેલા કનક રૂપિકાવાળી એવી તે વિચક્ષણા મુગ્ધ સમીપે ગઈ અને કહે છે હે આર્યપુત્ર ! તું જિતાયો છે જિતાયો છે. તેથી સંભ્રમપૂર્વક તેણીને જોઈને મુગ્ધ કહે છે.