________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ પ્રશંસાને પ્રાપ્ત કરવા યોગ્ય છે.
કોઈક શ્રાવકે ભોગવિલાસને હેય બુદ્ધિથી ગ્રહણ કર્યા હોય છતાં ચિત્ત તે પ્રકારનું નિર્વિકારને અભિમુખ થયું નથી. તેથી તેના ત્યાગ માટે બલસંચય થશે એ રૂપ અવસરની અપેક્ષા રાખીને સંયમ ગ્રહણ કરવામાં કાળક્ષેપ કરે છે તે પ્રશંસા પ્રાપ્ત કરવા યોગ્ય છે. જો
कर्मविलासराजस्तु महादेवीभ्यां सकाशात्तं कुमारव्यतिकरमाकर्ण्य परितुष्टो मनीषिणो रुष्टो बालस्य चित्तमध्ये ।
વળી, બંને મહાદેવીઓ પાસેથી કર્મવિલાસરાજા તે કુમારના વ્યતિકરને સાંભળીને=બાલના અને મનીષીના વ્યતિકરને સાંભળીને, ચિત્તમાં મનીષી ઉપર તુષ્ટ થયો. બાલ ઉપર રુષ્ટ થયો. ભાવાર્થ -
પૂર્વમાં બાલને અને મનીષીને સ્પર્શને પોતાનો પ્રભાવ બતાવ્યો અને તેનું ફળ શું છે તે બાલ પાસેથી અને મનીષી પાસેથી જાણવા યત્ન કર્યો, તેનું તાત્પર્ય સ્પષ્ટ કર્યું. હવે, કેટલાક કાળ પછી સ્પર્શન પ્રગટ થયો. અને બાલને પૂછે છે મારા પરિશ્રમનું તને કઈ ફળ મળ્યું ? કંઈ ઉપકાર થયો ? ત્યારે બાલે તેના ફળની અત્યંત પ્રશંસા કરી. તેથી એ પ્રાપ્ત થાય કે બાલ જીવોને સ્પર્શનનું સુખ જ્યારે પુણ્યના સહકારથી મળે છે ત્યારે સાક્ષાત્ સ્વર્ગના સુખ જેવો અનુભવ થાય છે. કામની કે વિષયોની ઇચ્છાની આકુળતાને જોનારા તેઓ નથી. પરંતુ ઇન્દ્રિયોને અત્યંત પરાધીન હોય છે. તેથી સ્પર્શેન્દ્રિય નિર્ણય કર્યો કે વિકલ્પ વગર આ મારો કિંકર છે. તેથી કાળાને સફેદ કહીશ અને સફેદને કાળું કહીશ તોપણ સ્વીકારશે, આથી જ બાલ જીવોને ભોગની ઇચ્છામાં અતિવૃદ્ધિને કારણે આકુળતા હોય છે, છતાં તે આકુળતાના દુ:ખને દુઃખરૂપે જોઈ શકતા નથી. પરંતુ તે ભોગજન્ય શ્રમથી થતા રતિના સુખને રતિરૂપે જુએ છે. અધિક અધિક ઇચ્છાની આકુળતા થાય છે તે સર્વને દુઃખ રૂપે જોઈ શકતા નથી. તેથી ઇન્દ્રિય કાળાને સફેદ દેખાડે કે સફેદને કાળું દેખાડે તે સર્વ ઇન્દ્રિયોને વશ સ્વીકારે છે; કેમ કે તે સુખોથી અન્ય સુખની ગંધમાત્ર પણ બાલ જીવને નથી. વળી, મનીષીના દેહમાં થયેલો સ્પર્શનનો અભિલાષ તેના ભોગ પછી પ્રગટ થઈને તેને પૂછે છે મારા પ્રયત્નથી તને કંઈ ફળ મળ્યું કે નહિ ? ત્યારે મનીષીએ કહ્યું કે તારો અતિશય અનાખે છે. તેનાથી સ્પર્શન તેના અભિપ્રાય જાણીને વિચારે છે કે આ મનીષી દુષ્ટ છે અને મને સ્વરૂપથી જાણે છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્પર્શનનો અભિલાષ થયા પછી મનીષી સ્વબુદ્ધિથી વિચારે છે કે આ સ્પર્શનનો પરિણામ ખરેખર વિકારી પરિણામ છે અને મારામાં સ્પર્શનનો વિકાર થયેલો તેથી તે શમનની ક્રિયાથી મને સુખ થયું તોપણ આ સ્પર્શન વિશ્વસનીય નથી; કેમ કે સ્પર્શનની ઇચ્છા થાય ત્યારે સાવધાન ન રહેવામાં આવે તો વિકારનું ઝેર વૃદ્ધિ પામે અને વિનાશનું કારણ બને. વળી, જીવનું પારમાર્થિક સુખ તો ઇચ્છાના શમનમાં જ છે તેથી સ્પર્શનની અનુકૂળ પ્રવૃત્તિ કરીને પણ ઇચ્છાની વૃદ્ધિ ન થાય તે રીતે જ મનીષીએ ભોગથી ઇચ્છાને શાંત કરેલી, તેથી જ મનીષી સ્પર્શનને કહેતો નથી કે તારામાં અદ્ભુત સુખ દેવાની શક્તિ છે. પરંતુ કહે છે કે ન કહી શકાય તેવી તારી અતિશય શક્તિ છે. તેનાથી બે અર્થો અભિવ્યક્ત થાય છે કે સ્પર્શનની વિકારક