________________
૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શક્તિ અદ્ભુત છે અથવા સુખ દેવાની શક્તિ પણ અદ્ભુત છે. આવા પ્રકારનાં દ્વિધાત્મક વચનોથી સ્પર્શન જાણે છે કે હું વિકારને કરનારો છું, તેમ આ મનીષી જાણે છે માટે મને વશ થાય તેમ નથી. તેથી તેની સાથે રહેવા જેવું નથી. પરંતુ કોઈ અન્ય ઉપાય નહિ હોવાથી મનીષી સાથે રહે છે અને બહુ વિકાર કરવા માટે પ્રયત્ન કરતો નથી. આ પ્રમાણે વિચારીને સ્પર્શેન્દ્રિયે ધૂર્તપણાથી કાકલી કરી, મુખનો વિકાર બતાવ્યો નહીં અને મૌનથી રહ્યો. તેથી એ પ્રાપ્ત થાય કે મનીષીના સ્પર્શન પ્રત્યેના અભિપ્રાયને જાણીને સ્પર્શેન્દ્રિય પોતાની ખિન્નતાને વ્યક્ત કરનાર મંદધ્વનિ કરે છે છતાં હું ખિન્ન છું તેમ બતાવતો નથી, પરંતુ મૌન રહીને મનીષીનું અનુસરણ કરે છે અને મનીષી પણ સ્પર્શનની વ્યાકુળતા શાંત થાય તે રીતે જ વિવેકપૂર્વક ભોગ ભોગવીને તેના ત્યાગના અવસરની રાહ જુએ છે. વળી, આ બાજુ બાલે પોતાની માતા અકુશલમાલાને બધો વૃત્તાંત કહ્યો અને અકુશલમાલાએ તે સ્પર્શનનો વ્યતિકર સાંભળીને તેની પ્રશંસા કરી. તેથી એ પ્રાપ્ત થાય કે બાલમાં વર્તતા અકુશલકર્મોનો સમુદાય બાલની સ્પર્શન પ્રત્યેની આસક્તિ સાંભળીને વૃદ્ધિ પામે છે તે તેના હર્ષની અભિવ્યક્તિ છે. વળી, અકુશલમાલાએ કહ્યું કે મારામાં પણ અપૂર્વ યોગશક્તિ છે તે હું તને
જ્યારે કહીશ ત્યારે બતાવીશ અને તે અપૂર્વ યોગશક્તિ આગળમાં ગ્રંથકારશ્રી બતાવશે કે અકુશલકર્મોની માળા બાલને જે જે અનર્થ કરે છે તે તેની અપૂર્વ યોગશક્તિ છે. મૂઢ એવા બાલને તે અકુશલકર્મોની અનર્થની વિચારણા પણ આવતી નથી અને સ્પર્શનજન્ય વિકારોને પણ જાણતો નથી. માત્ર મૂઢ થઈને અકુશલ એવા પાપોની વૃદ્ધિ કરે છે અને દુર્ગતિઓના અનર્થોની પરંપરા પ્રાપ્ત કરે છે. તે સર્વ સ્પર્શનની આસક્તિ અને તેનાથી થયેલ અકુશલકર્મોનું ફળ છે. વળી, આ બાજુ મનીષીએ પોતાની માતા શુભસુંદરીને સ્પર્શનનો વૃત્તાંત કહ્યો અને તેણીએ કહ્યું કે આ પાપમિત્રનો સંગ ઉચિત નથી તે સર્વ કથનથી એ ફલિત થાય કે મનીષીમાં વર્તતા ક્ષયોપશમભાવનાં શુભકર્મો છે તે મનીષીના શુભને કરનારાં છે અને તે ક્ષયોપશમભાવનાં કર્મો જ મનીષીને બોધ કરાવે છે કે આ પાપી એવા સ્પર્શન સાથે સંગ કરવા જેવો નથી, મનીષીએ સ્પર્શનને જાણ્યો છે અને તેના ત્યાગને માટે કાળક્ષેપ કરીને મિત્રરૂપે સ્વીકારાયેલા સ્પર્શનને કંઈક અનુકૂળ કરે છે તે સર્વ ઉચિત કૃત્યો છે. તેથી મનીષીના વર્તતા ક્ષયોપશમભાવના કર્મો રૂપ શુભસુંદરી માતાએ કહ્યું કે તારામાં ઘણો વિવેક છે, આથી જ મિત્રતા સ્વીકાર્યા પછી અનવસરે તે સ્પર્શનનો ત્યાગ કરતો નથી તે સર્વ તારી નિપુણપ્રજ્ઞા છે. આથી જ બુદ્ધિના નિધાન એવા તીર્થકરો પણ ગૃહસ્થ અવસ્થામાં જ્યાં સુધી સંયમને અનુકૂળ સંચિતવીર્યવાળા થતા નથી ત્યાં સુધી અકાળે ગૃહવાસનો ત્યાગ કરતા નથી, વિવેકપૂર્વક સ્પર્શનને અનુકૂળ ઉચિત કૃત્યો પણ કરે છે. વળી, અકુશલકર્મોની હારમાળા રૂપ અકુશલમાલા અને ક્ષયોપશમભાવનાં કર્મો રૂપ શુભસુંદરી પાસેથી કર્મપરિણામ રાજાએ બાલ અને મનીષીનો પ્રસંગ સાંભળીને મનીષી પ્રત્યે તોષ પામ્યો અને બાલ પ્રત્યે રોષ પામ્યો એમ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય કે મનીષીના ઉચિત વર્તનને કારણે મનીષીને શ્રેષ્ઠકોટિના પુણ્યની પ્રાપ્તિ થઈ તે કર્મવિલાસનો તોષ છે અને બાલની વિષયમાં વૃદ્ધિને કારણે જે અનર્થની પરંપરાના કારણભૂત કર્મબંધની પ્રાપ્તિ થઈ તે કર્મવિલાસનો બાલ પ્રત્યે રોષ છે. આ સર્વથી એ ફલિત થાય કે બુદ્ધિમાન પુરુષો મનીષી છે અને તેઓ હંમેશાં સદાગમનો પરિચય કરનારા છે અને સદાગમના વચનાનુસાર જગતની વ્યવસ્થાને જોનારા છે. અને નિઃસ્પૃહી મુનિઓને કેવું સુખ છે તેવો બોધ