________________
૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
ભાવાર્થ
સંસારમાં તત્ત્વની વિચારણામાં કુશળ જીવો મનીષી છે. તેથી, પોતાના દેહ સાથે સ્પર્શનનો સંબંધ છે તેના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે પોતાની બોધશક્તિને વ્યાપારવાળી કરે છે. અને પોતાની બોધશક્તિમાં તત્ત્વનો નિર્ણય ક૨વાને અનુકૂળ જે પ્રભાવ છે અર્થાત્ ક્ષયોપશમભાવનો માર્ગાનુસારી પરિણામ છે, તેને સ્પર્શનની મૂલશુદ્ધિ કરવા માટે મોકલે છે. તે માર્ગાનુસારી બોધરૂપ પ્રભાવ અંતરંગ દુનિયામાં કર્મના વિપાકને જોવા યત્ન કરે છે. તેથી, તે પ્રભાવ રાગકેસરી રાજાના ખળભળાટનું સર્વ પ્રયોજન વિપાક દ્વારા જાણવા યત્ન કરે છે. તેથી કર્મના વિપાકના બળથી તેને બોધ થાય છે કે કોઈક મહાત્મા સંતોષને સેવીને વીતરાગ થયા અને સંસારનો અંત કરીને નિવૃત્તિ નગરમાં ગયા. વળી, અન્ય પણ તે રીતે કોઈક મહાત્માઓ સંતોષનું અવલંબન લઈને નિવૃત્તિ નગરીમાં જવા માટે યત્ન કરતા પ્રભાવ વડે દેખાયા અને તે વખતે તે મહાત્માના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો કોઈક નિમિત્તથી ઉલ્લસિત થતા દેખાયા તેને સામે રાખીને પ્રભાવને બોધ થાય છે કે આ મહાત્માના તે પ્રકારનાં કર્મો વિપાકમાં આવ્યાં જેથી સંતોષ દ્વારા મોક્ષમાં જવા માટે ઉદ્યમ કરી રહ્યા છે તેને તે ઉદ્યમથી સ્કૂલના કરાવવા અર્થે રાગકેસરીનું આખું સૈન્ય મોહરાજા સાથે તત્પર થઈને આવે છે. અને પૂર્વમાં આ રાગકેસરીરાજાના જ વિષયાભિલાષ નામના મંત્રીના સ્પર્શન આદિ પાંચ મનુષ્યો જગતને વશ કરવા માટે મોકલાવાયા, તેમાં પ્રસ્તુત મહાત્માને પણ પૂર્વમાં તે સ્પર્શન આદિ પાંચ પુરુષોએ વશ કરેલ અને સંતોષે તે સ્પર્શન આદિને દૂર કરીને તે મહાત્માને મુક્તિમાર્ગમાં જવાને અનુકૂલ તત્પર બનાવ્યો. વળી, કોઈક નિમિત્તને પામીને તે મહાત્માના રાગાદિ ભાવો સ્ફુરાયમાન થાય છે, ત્યારે રાગકેસરી રાજાનો હુમલો થતો વિપાક દ્વારા પ્રભાવને દેખાય છે. વળી, આ રાગનો પરિણામ જીવને કેમ ઊઠ્યો તે જાણવા માટે પ્રભાવ ઊહાપોહ કરે છે. ત્યારે તેને જણાય છે કે આખું જગત પાંચ ઇન્દ્રિયોને વશ હતું તેમ આ મહાત્મા પણ પૂર્વમાં પાંચ ઇન્દ્રિયોને વશ હતા. પરંતુ કોઈક રીતે સંતોષનું અવલંબન લઈને મોક્ષમાં જવા પ્રયત્ન કરી રહ્યા છે. તે નિમિત્તને પામીને અનાદિનાં સંચિત થયેલાં કર્મો તે મહાત્માને માર્ગમાંથી ચલાયમાન કરવા ખળભળાટ મચાવે છે. ત્યારે તે રાગનો પરિણામ તે મહાત્મામાં ઉલ્લસિત થાય છે. વળી, મહામોહ રૂપ પોતાના હિતનું અજ્ઞાન પણ તે વખતે તે મહાત્માને તત્ત્વને જોવામાં વિઘ્ન કરનાર બને છે. તેથી મહામોહ સહિત રાગકેસરી પોતાના સર્વ સૈન્ય સાથે સંતોષને જીતવા માટે આવે છે અને જો તે મહાત્મા સાવધાન ન થાય તો કર્મના તેવા પ્રકારના વિપાકને કારણે ફરી તે મહાત્મા રાગાદિને વશ થઈને સંતોષ રહિત થાય છે. આ પ્રકારે મનીષી પોતાના બોધના પ્રભાવ નામના પુરુષ દ્વારા સ્પર્શનની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરે છે.
-
અહીં રાગકેસરી પોતાના પિતા મહામોહ પાસે જાય છે અને તે મહામોહ જીર્ણકાયવાળા છે. ઇત્યાદિ વર્ણન કર્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા પાંચ ઇન્દ્રિયોની પરવશતાને ત્યાગ કરીને સંતોષસુખમાં મગ્ન છે તે મહાત્માનું તત્ત્વને જોવામાં અજ્ઞાન સ્વરૂપ મહામોહ નષ્ટપ્રાયઃ હોવાથી જીર્ણકાયવાળો છે. છતાં, તે મહામોહ, રાગકેસરી વગેરે સંતોષને દૂર ક૨વા અર્થે તે મહાત્માને પાતને અભિમુખ કરે છે. જેના બળથી પ્રભાવ તે સર્વનું અવલોકન કરીને સ્પર્શનની મૂલશુદ્ધિને પ્રાપ્ત કરે છે.