________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ :
અનુસુંદર ચક્રવર્તીનો જીવ અગૃહીતસંકેતાને પોતાનું કથન કરે છે. તે વખતે નંદિવર્ધ્વનના ભવમાં પોતે વૈશ્વાનરથી કઈ રીતે મિત્રતાવાળો થયો અને તેની ચિંતામાં તેના પિતાએ સિદ્ધપુત્રને ઉપાય પૂછ્યો અને તે સર્વ કથન અત્યાર સુધી બતાવ્યા પછી મધ્યાહ્ન થવાથી રાજાએ સર્વને વિસર્જિત કર્યા. અને વિદુરને કહ્યું કે કુમારનો અભિપ્રાય તારે જાણવા યત્ન કરવો જોઈએ. જેથી દુર્જન એવા તે વૈશ્વાનરનો ત્યાગ કરે અને રાજાની તે પ્રકારની આજ્ઞાને કારણે બુદ્ધિમાન એવા તે વિદુરે કુમારના અભિપ્રાયને જાણવા માટે કથાનક શરૂ કર્યું. તે કથાનકમાં કર્મવિલાસ નામનો રાજા બતાવ્યો તે મનુષ્યનગરીમાં વર્તતા સર્વજીવોને સામાન્ય કર્મનો પરિણામ છે. અને તે કર્મપરિણામ રાજાની શુભસુંદરી અને અકુશલમાલા બે અગ્ર મહિષી બતાવી તે મનુષ્યભવમાં વર્તતા શુભકર્મવાળા જીવોમાં શુભપરિણામ રૂપ શુભસુંદરી છે અને અશુભકર્મવાળા જીવોમાં અશુભકર્મપરિણામની હારમાળા રૂપ અકુશલમાલા છે. શુભકર્મના ઉદયથી જીવો બુદ્ધિમાન થાય છે. તેથી તેનો પુત્ર મનીષી છે તેમ કહેલ છે અને અકુશલકર્મના ઉદયથી જીવો બાલ થાય છે. તેથી તેનો પુત્ર બાલ છે. તેથી બુદ્ધિમાનપુરુષ અને બાલ તે બંને પોતાના દેહ નામના જંગલમાં કોઈક પુરુષને જોયો તેથી એ પ્રાપ્ત થાય કે તેઓના દેહવર્તી જે સ્પર્શન નામનો પુરુષ છે, તેને તે બંનેએ જોયો અને તે સ્પર્શન બાલ બુદ્ધિમાન વગેરે સર્વપુરુષ સાધારણ છે; કેમ કે સર્વજીવોને સ્પર્શેન્દ્રિય વર્તે છે અને તે સ્પર્શેન્દ્રિયને અનુકૂળ સર્વ જીવો ચેષ્ટા કરે છે. ફક્ત એ બાળની પ્રવૃત્તિ સ્પર્શેન્દ્રિયના વિષયમાં કેવા પ્રકારની છે અને બુદ્ધિમાન પુરુષની સ્પર્શેન્દ્રિયના વિષયમાં કેવા પ્રકારની છે, તે બતાવવા માટે તે સ્પર્શેન્દ્રિય ભવજંતુની સાથે પણ સંબંધવાળી હતી, તેને ગ્રહણ કરીને બતાવે છે કે તે ભવજંતુ ભગવાનના શાસનને પામીને મોક્ષમાં જાય છે ત્યારે તેને સ્પર્શેન્દ્રિયને પોતાના દેહરૂપી નિવાસસ્થાનમાંથી કાઢી મૂક્યો અને પોતે મોક્ષનગરમાં પહોંચી ગયા. તેથી, તે સ્પર્શેન્દ્રિય તે મિત્રના વિરહથી મરવા માટે તત્પર થયો, તે વખતે સંસારવર્તી અન્ય બાલજીવો અને મનુષ્ય કઈ રીતે તેના સાથે વર્તન કરે છે, તે બતાવવા અર્થે કથાનકના રૂપમાં સ્પર્શેન્દ્રિય આપઘાત કરવા તૈયાર થયો તેમ બતાવેલ છે. સ્પર્શેન્દ્રિયને આપઘાત કરતા જોઈને તે બાલ અને મનીષી તેનું રક્ષણ કરે છે, કેમ કે તેઓના દેહના સાંનિધ્યથી તે સ્પર્શેન્દ્રિય જીવે છે. ત્યારપછી બાલ વડે તે સ્પર્શેન્દ્રિયને આપઘાતનું કારણ પુછાયું તેથી એ ફલિત થાય કે મનીષી અને બાલ તે બંને તે સ્પર્શેન્દ્રિયનું રક્ષણ કરે છે. પરંતુ મનીષીને સ્પર્શેન્દ્રિય પ્રત્યે અત્યંત પ્રીતિ નથી. બાલને અત્યંત પ્રીતિ છે તેથી તે સ્પર્શેન્દ્રિયને બાલે મરતા બચાવ્યો અને તેના આપઘાતનું કારણ પૂછ્યું ત્યારે તે સ્પર્શેન્દ્રિય ભવજંતુના શરીરને આશ્રયીને કઈ રીતે પૂર્વમાં તે ભવજંતુ સાથે મિત્રાચારીથી લાલન-પાલન કરાઈ તે બતાવે છે. અને જ્યારે તે ભવજંતુ સદાગમ નામના પુરુષની સાથે સંબંધમાં આવે છે, અને સદાગમથી ભાવિત ચિત્તવાળો બને છે. ત્યારપછી તેને સ્પર્શેન્દ્રિય સાથેની મૈત્રી ગમતી નથી. તેથી સ્પર્શેન્દ્રિય પ્રત્યેનો સ્નેહ ક્રમસર શિથિલ થાય છે તોપણ સર્વથા સ્પર્શેન્દ્રિયની મિત્રતાનો ત્યાગ કરીને તે મહાત્મા સંયમપ્રહણ કરવા સમર્થ નથી ત્યારે શ્રાવક આચારને પાળીને સ્પર્શેન્દ્રિય સાથેની મિત્રતા અત્યંત ક્ષીણ કરે છે અને જ્યારે સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે, ત્યારે સ્પર્શેન્દ્રિય પ્રત્યે અત્યંત કઠોર થઈને સંયમગ્રહણ કરે છે. સ્પર્શેન્દ્રિયને