________________
૧૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
સ્પર્શનની મૂલશુદ્ધિને જાણવા માટે પ્રભાવનું બટન અત્રાસરમાં મનીષી અને બાલે સ્પર્શત સાથે કર્મપરિણામ રાજા અને પોતાની માતાને પગે લાગીને સ્પર્શનની મિત્રતાનો સંબંધ કહ્યો એ અરસામાં, મધ્યાહ્ન થયું, સભા વિસર્જન કરાઈ, બધા પણ=બાલ, મનીષી, કર્મપરિણામ રાજા અને તે બંનેની માતાઓ પોતપોતાના સ્થાને ગયાં. તે દિવસથી માંડીને બાલનો સ્પર્શનની સાથે સ્નેહનો સંબંધ વધે છે. શિ=જે કારણથી, તે=બાળ, સર્વથા ચકિત રહે છે=જેમ જેમ સ્પર્શતને અનુકૂળ વર્તે છે, તેમ તેમ તેને અત્યંત આનંદ થાય છે; કેમ કે સ્પર્શનના સુખમાં જ પોતે સુખી છે તે રીતે પોતે ચકિત થઈને સર્વથા રહે છે, મનીષી વિશ્વાસને કરતો નથી. વળી, બે કુમારોનું સદા સબ્રિહિતપણું હોવાને કારણે સ્પર્શત અંતરંગ અને બહિર બાજુને મૂક્તો નથી=બાલ અને મનીષીની સાથે બાહ્ય શરીર રૂપ સ્પર્શેન્દ્રિય અને અંતરંગ મતિજ્ઞાનના ઉપયોગ રૂપ સ્પર્શેન્દ્રિય સદા પાસે રહે છે, તેથી તે=બાલ, મનીષી અને સ્પર્શેન્દ્રિય, સહિત જ તાતાસ્થાનોમાં પર્યટન કરે છે. વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. તેથી મનીષી વડે વિચારાયું – આ સ્પર્શનની સાથે સર્વત્ર વિચરતા અવિશ્રબ્ધ ચિત્તવાળા અમોને કેવા પ્રકારનું સુખ છે? અને હજી પણ આ કેવા સ્વરૂપવાળો છે એ સમ્યક્ જણાતો નથી ?=આ આત્માનો હિતકારી છે કે શત્રુ છે તે પ્રકારનો હજી પણ સમ્યમ્ નિર્ણય થતો નથી. અને અજ્ઞાત પરમાર્થવાળા એવા મારા વડે આ=સ્પર્શન, નિર્ધારણ કરવા માટે=આ મારો શત્રુ છે કે મિત્ર છે એ પ્રકારનું નિર્ધારણ કરવા માટે, અથવા સંગ્રહ કરવા માટે=મિત્રરૂપે સ્વીકારવા માટે, સમર્થ થવાતું નથી. તે કારણથી અહીં=સ્પર્શનના વિષયમાં, આ=આગળમાં બતાવે છે કે, પ્રાપ્ત કાલ છે=નિર્ણય કરવા યોગ્ય છે આવી સ્પર્શતની, હું મૂલશુદ્ધિની ગવેષણા કરું આ સ્પર્શનનું મૂલ કોણ છે તેનો હું નિર્ણય કરું, ત્યારપછી નિર્ણય કરીને=આ વિશ્વસનીય છે કે નહીં તેનો નિર્ણય કરીને, યથોચિત્ત=જે પ્રમાણે તેની સાથે વર્તન કરવું ઉચિત છે તે પ્રકારે, હું આચરીશ એ પ્રમાણે સિદ્ધાંત સ્થાપન કરાયોએ પ્રમાણે મનીષી દ્વારા નિર્ણય કરાયો. ત્યારપછી=આ પ્રમાણે નિર્ણય કર્યા પછી, બોધ નામનો અંગરક્ષક એકાંતમાં બોલાવાયો મનીષી પાસે તત્વનિર્ણય કરાવામાં અનુકૂળ માર્ગાનુસારી ઊહ કરી શકે તેવી નિર્ણયની શક્તિ છે તે રૂ૫ બોધ મનીષીના ભાવનું રક્ષણ કરનાર હોવાથી અંગરક્ષક છે તે બોધને મનીષીએ ઉપયોગ દ્વારા ઉપસ્થિત કર્યો. અને આ બોધ, કહેવાયો. હે ભદ્ર ! મને આ સ્પર્શત ઉપર મહાન અવિશ્વાસ છે. તે કારણથી મને અવિશ્વાસ છે છતાં નિર્ણય નથી તે કારણથી, આની મૂલશુદ્ધિ સમ્યમ્ નિર્ણય કરીને શી મને આવેદન કર=આ સ્પર્શનનું ઉત્પત્તિસ્થાન કોણ છે, તેની પ્રકૃતિ શું છે, મારો હિતકારી છે કે નહીં ઈત્યાદિ સમ્યક્ નિર્ણય કરીને શીધ્ર મને આવેદન કર, બોધ વડે કહેવાયું – કુમાર જે આજ્ઞાપન કરે છે. એથી બોધ નીકળ્યો=સ્પર્શનની મૂલશુદ્ધિ કરવા માટે મનીષીનો બોધ વ્યાપારવાળો થયો. ત્યારપછી અભ્યસ્ત કર્યું છે સમસ્ત દેશની ભાષાનું કૌશલ જેણે એવો, બહુવિધવેષ રચવામાં ચતુર, સ્વામીનાં કાર્ય કરવામાં બદ્ધકક્ષવાળો, લબ્ધલક્ષ્યવાળો=જે લક્ષ્ય હોય તેને બરાબર પ્રાપ્ત કરી શકે તેવા સામર્થ્યવાળો, ઓળખી ન શકાય તેવો પ્રભાવ નામનો પોતાનો ચર પુરુષ બોધ વડે મોકલાયો