________________
૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ :
જેઓના ચિત્તમાં સૌંદર્ય પ્રગટે છે તે જીવોનાં ચિત્તમાં આત્મહિત સાધવાને અનુકૂળ શુભ પરિણામ પ્રગટે છે અને તેઓ જ્યારે શુભ પરિણામને પ્રગટ કરવા અર્થે નિષ્પકંપ બને છે ત્યારે શુભ પરિણામ અને નિષ્પકંપતાના સંયોગથી આત્મામાં ક્ષમાગુણ પ્રગટે છે જેને ક્રાંતિ કહેવાય છે. અને તે શાંતિ જેમ જેમ પ્રકર્ષવાળી થાય છે, તેમ તેમ સર્વપ્રકારના કલ્યાણની પરંપરાને તે જીવો પ્રાપ્ત કરે છે, તે બતાવવા અર્થે શાંતિનું સ્વરૂપ કહે છે. સુંદરસ્ત્રીઓનો પ્રકર્ષ ક્ષમા છે; કેમ કે સુંદરસ્ત્રીઓ પુદ્ગલના રૂપથી સુંદર હોય છે અને ક્ષમાવાળા જીવો આત્માના નિરાકુલ સ્વભાવ સ્વરૂપ પોતાના સ્વરૂપથી સુંદર હોય છે. તેથી સર્વ સુંદરીઓમાં ક્ષમા પ્રકર્ષવાળી છે. વળી, બધા પ્રકારની આશ્ચર્યની ઉત્પત્તિભૂમિ છે; કેમ કે ક્ષમાના બળથી જ તે મહાત્માઓ સંસારમાં અનેક પ્રકારની સુખપરંપરાને પ્રાપ્ત કરે છે, તે સર્વ આશ્ચર્યની ઉત્પત્તિની ભૂમિ ક્ષમા છે. વળી, જીવના એકગુણ સાથે અન્ય ગુણો પરસ્પર અત્યંત અનુવિદ્ધ છે. તેથી ક્ષમામાં યત્ન કરવાથી સર્વ પ્રકારના ગુણોનો સમૂહ આત્મામાં પ્રગટ થાય છે. માટે ગુણના રત્નોના ઢગલાની પેટી ક્ષમા છે, સંસારી જીવો કરતાં વિલક્ષણ દેહવાળી ક્ષમા હોવાથી મુનિઓના મનને હરનારી ક્ષમા છે, આથી જેઓ ક્ષાંતિની સદા પર્યાપાસના કરે છે અર્થાત્ ક્ષમાના પારમાર્થિક સ્વરૂપથી આત્માને ભાવિત કરે છે તેઓને સતત આનંદને દેનારી ક્ષમા છે, વળી, ક્ષમાના સ્વરૂપનું સ્મરણ માત્ર પણ કરવામાં આવે તો સર્વ પ્રકારના દોષો જીવમાંથી સતત દૂર થાય છે. માટે જ કલ્યાણના અર્થી જીવો સતત ક્ષમાના પારમાર્થિક સ્વરૂપથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. વળી, જે મનુષ્યોનાં ચિત્તમાં ક્ષાંતિ વસે છે તે મનુષ્યને બુદ્ધિમાન પુરુષો મહાત્મા કહે છે અર્થાત્ જેઓના ચિત્તમાં સદા ક્ષમા પ્રત્યેનો પક્ષપાત વર્તે છે તેવા જીવોમાં વિશિષ્ટ ક્ષમા પ્રગટ થયેલી નહીં હોવા છતા ક્ષમાને અભિમુખ તેઓનું ચિત્ત સદા વર્તે છે. તેઓને પણ વિવેકી લોકો મહાત્મા કહે છે. વળી, જેઓને ક્ષમા સાક્ષાત્ આલિંગન આપે છે તે મનુષ્યો સર્વ મનુષ્યોમાં ચક્રવર્તી થાય છે અર્થાત્ તેના જેવા અઢળક સમૃદ્ધિવાળા જીવો જગતમાં કોઈ નથી તેવા શ્રેષ્ઠ અંતરંગ ગુણસમૃદ્ધિવાળા થાય છે. માટે કલ્યાણના અર્થીએ સદા ક્ષમાને પ્રકટ કરવા યત્ન કરવો જોઈએ. આથી જ વિદ્વાનોએ ક્ષમામાં સપ્લાનની પ્રાપ્તિ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, મહાન આકર્ષાદિ ઋદ્ધિઓની પ્રાપ્તિ અને પ્રશમઆદિ ભાવોની પ્રાપ્તિની અત્યંત ચમત્કાર કરનારી શક્તિઓ કહી છે અને જેઓ શાંતિની સદા આરાધના કરે છે તેઓને તે સર્વ સમૃદ્ધિઓ વર્તમાનમાં પ્રગટ થાય છે. ભૂતકાળમાં પણ ઘણા જીવોને પ્રાપ્ત થઈ છે અને ભવિષ્યમાં પણ થશે. માટે જગતના લોકોને ચમત્કાર કરે તેવા અત્યંત ઉત્તમભાવોની પ્રાપ્તિ ક્ષમાથી થાય છે. વળી, આત્મામાં જે કોઈ પણ દાન, શીલ, તપાદિ ગુણોનો સમુદાય છે તે સર્વનો આધાર ક્ષમા છે; કેમ કે જેઓનું ચિત્ત ક્રોધ કષાયથી અનાકુળ છે તેઓ જગતના જીવોને અભયદાન આપનારા છે, શીલને ધારણ કરનારા છે. નિર્જરાને અનુકૂળ ઉત્તમ પરિણતિવાળા છે અને તપને કરનારા છે અને ક્ષમાના સૂમ રહસ્યને જાણનારા હોવાથી નિપુણજ્ઞાનથી યુક્ત છે. વળી, ઉત્તમ કુલવાળા છે; કેમ કે ઉત્તમકુળ વગર ક્ષમાગુણનો પ્રાદુર્ભાવ સમર્થ નથી. આત્માના શ્રેષ્ઠ રૂપવાળા છે, મોહનાશને અનુકૂળ પરાક્રમવાળા છે. વળી, સત્ય,