Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૪-૧૧-૧૯૩૬ જલદી અધિક નુકશાનને પામે છે, તેવી રીતે કર્મરૂપી ભયંકર વ્યાધિના નાશને માટે પ્રવ્રજ્યા અંગીકાર કરીને પ્રવ્રજ્યાથી વિરૂદ્ધ વર્તનારો ભગવાનની આજ્ઞાનો લોપક અને દુષ્ટ અભિપ્રાયવાળો થઈ અધિક કર્મ બાંધે છે. આવી રીતે કથાનામનું બીજું અંતર્ધાર પુરૂં કરી પરીક્ષાનામનું ત્રીજું અંતર્ધાર કહે છે.
ગર્ભ રરર દીક્ષા દીધા પછી પણ સાધુપણાના આચારવિચાર આદિક દેખાડવા દ્વારાએ તેમજ સાવદ્ય (છકાયનો આરંભ)નો ત્યાગ કરે છે કે નહિ તે દ્વારાએ છ મહિના સુધી પરીક્ષા કરવી. કોઈક પાત્રની અપેક્ષાએ પરિણામી પાત્રમાં થોડો અને અપરિણામી પાત્રમાં ઘણો કાળ પરીક્ષા માટે જાણવો. એવી રીતે પરીક્ષા નામનું અંતર્ધાર કહી સામાયિક આદિ સૂત્રદાન નામનું અંતર્ધાર કહે છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીના કથન પ્રમાણે દીક્ષા પહેલાં પણ પ્રાયે છ માસ પરીક્ષાનાં વખત છે.
સૌમાં ૨૨રૂ વિશિષ્ઠ નક્ષત્રવાળા દિવસે ચૈત્યવંદનાદિક વિધિપૂર્વક સામાયિક, પ્રતિક્રમણ, ઈરિયાપથિક આદિ સૂત્રો જેને જે દેવા યોગ્ય હોય તે પાત્ર પ્રમાણે આપે. સૂત્રદાન દ્વાર પછી બાકીનો વિધિ જણાવે છે.
તો ૨૨૪, ૧૨ પછી પોતાની શક્તિ પ્રમાણે વીતરાગની માલ્યાદિકે અને સાધુની વસ્ત્રાદિકે દીક્ષાર્થી પૂજા કરે. પછી ઉપયોગવાળા ગુરુ આ પ્રમાણે વિધિ કરે. ચૈત્યવંદન' રજોહરણ આપવું, લોચ કરવો, સામાયિકનો કાયોત્સર્ગ કરવો, ત્રણ વખત સામાયિક બોલવું અને ત્રણ વખત પ્રદક્ષિણા કરવી, એ હકીકત અનુક્રમે કહે છે : ___ सेह १२६, पुर १२७, खलिय् १२८, वंदिय १२९, इच्छा १३०, पुव्वा १३१ मायार्थ शिष्यने ડાબે પડખે રાખીને સાધુઓની સાથે વર્ધમાન સ્તુતિએ ચૈત્યવંદન કરે, સૌથી આગળ આચાર્ય બેસે અને બાકીના સાધુઓ અનુક્રમે પોતાના યોગ્ય સ્થાને બેસે. વિધિ કરતાં અમ્મલિતાદિ ગુણવાળાં સૂત્રો અનુક્રમે બોલે, કેમ વિપરીતસ્થાન અને વિપરીતઉચ્ચારમાં વિધિ થાય છે. અલવાવાળું, મળેલું, ઉલટપાલટ, હીન અક્ષર, અધિક અક્ષર આદિ દોષયુક્ત વંદન કરતાં અસમાચારી થાય છે એમ સૂત્રકારની આજ્ઞા છે, ચૈત્યવંદન કરીને ઉભા રહેલા ગુરુની આગળ વંદના કરીને શિષ્ય બોલે કે આપની ઈચ્છાથી મને દીક્ષા આપો. પછી ગુરુ, ઈચ્છામો, એમ કહીને ઉભા થઈને નવકાર ગણીને જિનેશ્વર મહારાજે જણાવેલું રજોહરણરૂપી સાધુનું લિંગ આપે. તે રજોહરણ પૂર્વદિશા સન્મુખ, ઉત્તરદિશા સન્મુખ, જે દિશામાં જિનેશ્વર હોય તે દિશા સન્મુખ કે જિનચૈત્યની દિશાની સન્મુખ દેવું કે લેવું જોઈએ. હવે રજોહરણના શબ્દાર્થને જણાવે છે.
( રૂર, સંગમ રૂરૂ જે માટે જીવોની બાહ્ય અને અત્યંતર રજને હરણ કરે તે માટે રજોહરણ એમ કહેવાય છે. પ્રમાર્જનારૂપ કાર્યનો રજોહરણરૂપ કાર્યમાં ઉપચાર છે. જે માટે પડિલેહણ વિગેરે સંજમના વ્યાપારો બંધાતા કર્મને હરણ કરનારા છે, અને તેનું કારણ રજોહરણ છે. અહીં રજશબ્દથી બંધાતું કર્મ લેવું. કેટલાકો સંયમના ઉપકરણરૂપ રજોહરણને નહિં માનનારા જે કહે છે તે જણાવી તેનો ઉત્તર