Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૫૭૨
ભગવાન જીનેશ્વરનાં શાસ્ત્રોથી પ્રતિકૂલ લખાણોના અન્ય દૈનિક સાપ્તાહિક પાક્ષિક અગર માસિકમાં આવે છે તેને અંગે પણ આ પત્રને પણ સમાલોચના કરવી જ પડે છે. કારણ કે ભવિષ્યમાં તે વિરૂદ્ધ લેખકોને એમ કહેવાનો વખત ન આવે કે અમારા લેખનો કોઇએ પ્રત્યાઘાત કર્યો નહિં અને વિરોધ ઉઠાવ્યો નહિ તેથી અમારો લેખ સર્વશાસનને માન્ય છે. આવા આવા અનેક કારણોથી સમાલોચના ઘણી વખત તો ટુંકાણથી લખ્યા છતાં પણ કેટલીક વખતે અનિવાર્ય સંજોગને લીધે વિસ્તારવાળી થઇ જાય છે. જો કે અનેક સજ્જનોએ તો ટુંકી ટુંકી આવતી સમાલોચનાને અંગે ઘણી વખત વિસ્તારથી ન લખાવાને અંગે ફરીયાદ કરેલી છે, છતાં પત્રનું મુખ્ય ધ્યેય બગડી ન જાય તેટલા માટે બને ત્યાં સુધી સમાલોચના વિસ્તારથી આપી નથી.
ખરી રીતે તો સમાલોચનાનું તત્વ જ એ છે કે શાસન અને શાસ્ત્રથી વિરૂદ્ધ લખનારાઓને સમાલોચના માર્ગદર્શક થઇ પડે. આ કારણથી બન્ને પક્ષનું સમજીને નહિં. વાંચનારાઓને સમાલોચનાથી
તા.૪-૧૦-૧૯૩૭
કંટાળો આવે અગર તત્વ સમજવામાં ન આવે તે અસંભવિત નથી, પરન્તુ અનેક પેપરો અનેક લેખકોને સાચો માર્ગ દેખાડવામાં એકેક મુદ્દેથી કે વિસ્તારથી જો વિવેચન કરવામાં આવે તો આ ત્રણ ફર્માનું પાક્ષિક હોંચી વળી શકે જ નહિ. માટે જિજ્ઞાસુઓને માર્ગદર્શિકા થઇ પડે તેટલા પૂરતી ટુંકી જ સમાલોચના લેવાનું આ પેપરે રાખ્યું છે.
આ પેપરનાં ટાઇટલ પેઝો ઘણા ભાગે તિથિપર્વ વિગેરેના મહિમા અને તે તે વખતનાં ઉપયોગી કર્નાવ્યો દેખાડવા માટે જ લખાયાં છે અને આ પેપર પોતાનાં આગમરહસ્યથી માંડીને ટાઇટલ સુધીના લખાણોમાં ઘણું જ સફળ નિવડયું છે એમ તેના વિદ્વાન વાચકો અને વિદ્વાન અર્થીઓ તરફથી ખાત્રી કરનાર નિવડી શક્યું છે. એવી જ રીતે ભવિષ્યમાં પણ મારા કદરદાન ગ્રાહકોને અને વિદ્વાન્ વાચકો તથા અર્થાઓ મારા સાધ્યને સફળ બનાવી ચૌદરાજલોકની અંદર ચક્રની પેઠે અપ્રત્યાઘાતી અને વ્યાપક એવા શ્રી સિદ્ધચક્રનો મહિમા વધારવા માટે વાંચન, અને મનન, હરહંમેશ કરશે એવી આશા રાખવી તે યોગ્ય જ છે.