Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 736
________________ (૮) - ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. અને શ્રીવીરજ્ઞાનનિર્વાણનો મહોત્સવ અહીં લોકને અનુસાર કરવો. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહને છોડીને આગમને અનુસારે બરોબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણ કદાગ્રહે કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉત્સૂત્રપ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રીપ્રશ્નવિચારસમ્પૂર્ણ થયો સં. ૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ને દિવસે પંડિત ભોજાજીએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા. કપુરશાહને લખી આપી છે u તેમજ તેરસ ચૌદશ અને અમાવાસ્યા તો ત્રણે તિથિઓ પુરી હોય તોપણ જો લોક ચૌદશે દિવાલી કરે તો તેરસચૌદશનો છઠ્ઠ કરવો, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લોકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રીમહાવીરનું નિર્વાણ લોકને અનુસારે કરવું એમ કહ્યું છે. આ પ્રશ્નવિચારને વાંચનારો મનુષ્ય શાસ્ત્ર અને પરમ્પરાને માનતો હશે તો પુનમની વૃદ્ધિએ જરૂ૨ તેરસની વૃદ્ધિ કરશે, અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ ક૨વી યોગ્ય ઠરે છે, અને તેથી ગુરૂવારની સંવચ્છરી આ વખતે કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા છે. માલવાદેશાન્તર્ગત રત્નપુરીય શ્રીઋષભદેવ કેશરીમલજી નામની શ્વેતામ્બરસંસ્થા તરફથી જામનગરમાં શ્રીજૈનભાસ્કરોદય પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે છાપ્યું.

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740