Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૮-૧૧-૧૯૩૬
પણ અશક્ત, અને ચિત્તથી પાપ કરનારો એવો મનુષ્ય હોય તો પણ તે જન્માન્તરના પાપો ભોગવે છે, અને નવાં પાપો બાંધે છે. સત્યરીતિએ વિદ્યમાન એવા ભોગોમાં પણ જેને મમત્વ નથી, દાનાદિક્રિયા દઢપણે કરે છે, અને ભવાંતરને માટે પણ પુણ્ય ઉÍજન કરે છે, તેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય કહેવાય, પણ આ શુધ્ધ પુણ્ય સંસારવૃક્ષના કારણભૂત વિષયોથી વૈરાગ્યનું કારણ બને છે, અને વળી ધર્મધ્યાનનો હેતુ થાય છે. શુભધ્યાનથી ભાવિત બુદ્ધિવાળા, અને વિષયથી વિરમેલા મહાપુરૂષોને જે સુખ થાય છે તે અનુભવથી મુનિવરો જ જાણી શકે છે, બીજો કોઇપણ જાણી શકતો નથી, કેમકે પંડિતોનું કહેવું છે કે ઇચ્છેલા અર્થની પ્રાપ્તિથી ઇચ્છા કરનારને તે સુખ નથી કે જે સુખ ઇચ્છાની નિવૃત્તિથી થાય છે. મોક્ષની ઇચ્છા પણ ઇચ્છા છે તેથી વિરુદ્ધપણું કહેવાશે નહિ, કેમકે તે મોથા જિનેશ્વરોએ ઇચ્છાનિવૃત્તિનું જ મોટું ફળ કહેલું છે. જે પુરુષોને ઇચ્છાથી પ્રાપ્તિ થાય છે તેની અપેક્ષાએ આ ઇચ્છા ને અનિચ્છાની વાત કહી છે, કેમકે મોક્ષ તો કેવળી મહારાજા મનવગરના હોવાથી ઇચ્છા વગરના જ હોય છે, અને તેમને જ તે મળે છે તેથી ઇચ્છાને અભાવે જ મોક્ષ થાય છે. દીક્ષા લેતી વખતે જે મોક્ષ વિષયક ઇચ્છા છે તે શુભ હોવાથી નિષેધેલી નથી, અને તે જ પ્રશસ્ત ઇચ્છા નિરિચ્છકપણાનું કારણ બને છે. જિનેશ્વર મહારાજે પણ કહ્યું છે તે એક મહીનાથી બાર મહીનાના પર્યાયવાળો મહાશ્રમણ વ્યંતરથી અનુત્તર સુધીનાં સુખો કરતાં વધારે સુખ પામે છે, અને બાર મહિનાથી વધારે પર્યાયવાળો સાધુ શુક્લ ક્રિયાવાળો યાને શુધ્ધ આશયવાળો થઇને મોક્ષ પામે છે, અને તે ભગવાન સર્વોત્તમ સ્થાન પામે છે. સારી લેશ્યા તે સુખવાળાને જ હોય છે એ વાત સિદ્ધ છે, તો આવી રીતે સુખના કારણરૂપ પ્રવજ્યાને પાપ તરીકે કેમ કહે છે? માટે તત્ત્વને જાણકાર મુનિઓને નિર્મમત્વ ભાવ હોવાથી તેમજ કર્મક્ષયનું કારણ હોવાથી પુણ્યથી જ ધર્મધ્યાનમાં શુભ વેદના છે, અને તે શુભ વેદના ઘરવાસ છોડયા સિવાય થતી જ નતી, કેમકે તે ઘરવાસનું પાલન મમત્વ સિવાય થતું નથી. ઘરવાસમાં આરંભપરિગ્રહથી પાપ બંધાય જ છે, અને સંયમોપકરણનું તો તુચ્છપણું છે તેથી તેમાં પ્રતિબંધ થતો નથી, અને તેથી તે દેહ આહારાદિકની માફક સંયમોપકરણના સંગ્રહનો દોષ નથી, એટલા માટે બુદ્ધિશાળીઓ પુણ્યના ઉદયે જ ઘરવાસ છોડે છે અને વિપાકે વિરસ હોવાથી ઠંડા પાણી વિગેરે વાપરતા નથી. એજ વાત જણાવે છે. કેટલાક અજ્ઞાનીઓ હિંસાવિગેરેથી સુખ માને છે, જ્યારે કેટલાક તેમ માનતા નથી, તો હિંસાદિકથી સુખ માનનારાઓ પ્રવ્રયાને અપુણ્ય ગણે તો આશ્ચર્ય નહિ. ચારિત્રવાળો, ઘર વિગેરેને છોડી સૂત્રને અનુસાર જે જે ક્રિયા કરે છે તે તે જિનેશ્વરને સંમત જ છે. તત્ત્વથી જાણકારને તો આત્મા એજ ઘર છે, મેં આ કરાવ્યું એ કથન દુઃખનું કારણ છે, તપ, શોષ અને પિપાસા એ વિદ્યમાન છતાં પણ દુઃખરૂપ નથી, કારણ કે કર્મરૂપી વ્યાધિનાં નાશનાં કારણો કહેલાં છે. જેમ વ્યાધિના ક્ષયને માટે સેવાતાં કટુ કરિયાતું વિગેરે ધૃતિને કરે છે અને કાંઈક નીરોગતા દેખાડે છે, એવી રીતે આ મુનિઓ પણ શુદ્ધભાવની સ્થિરતા, ગુરૂની આજ્ઞાનું માન્યપણું અને ચારિત્રની તીવ્રતાને દેખાડતા પૈર્ય જ કરે છે. વળી તે તપ વિગેરે નિર્વિકલ્પ ધર્મ સાધવાની બુદ્ધિવાળાને ઘણા ભાગે દુખ:રૂપ હોતાં નથી, અને તે તપ વિગેરેનું એકાંતે કર્તવ્યપણું કહ્યું નથી, કેમકે જેનાથી મનને આર્તધ્યાન ન થાય, ચક્ષુ આદિ ઇંદ્રિયોની હાનિ ન થાય, અને સંયમવ્યાપારને હાનિ ન થાય તે જ તપ કરવાનું છે. શરીરમાં મમતા વગરનો તે સાધુ જિનેશ્વરે કહેલી ક્રિયા છે એમ સમજી