Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ટાઇટલ પાના ૪ થી ચાલુ
માટે કરે છે અને બીજે ભવે જ્યાં જાય ત્યાં પણ વિશેષે કરીને ધનકુટુંબ-કબીલો ઋદ્ધિસમૃદ્ધિની ઇચ્છા રાખે છે તેવા વિમધ્યમ અને મધ્યમપ્રકારના જીવોને તેઓની તુલના દૃષ્ટિને અંગે જણાવાય કે જ્યારે તમો આવતા ભવમાં સુખની અને ઋદ્ધિસમૃદ્ધિની ઇચ્છા રાખો છો તો ધ્યાન રાખવાની જરૂર છે કે રસાલ જમીન હોય પુષ્કરાવર્ત્ત સરખો વર્ષાદ હોય તો પણ વાવ્યા વિના ખેડુતને પણ બીજી ફસલમાં કાંઇ મળતું નથી, તો પછી તે તમો મધ્યમ અને વિમધ્યમ જીવો વાવ્યા વિના ક્યાંથી મેળવશો
આ વાવવાની વાત જે શ્રી. હેમચંદ્રસૂરિ મહારાજે જણાવી છે તે ખ્યાલ રાખવા જેવી છે. એકલા ચારિત્રની દુષ્કરતા માટે ધ્યેય રાખીને જો આ શ્લોક રહ્યો હોત તો શ્લોકના પૂર્વાર્ધમાં પણ ત્યાગને સ્થાન આપત અને જણાવત કે ક્ષેત્રેષુ ન ત્યનેર્ ધન અર્થાત્ સદિ અવગુણોવાળું પણ ધન જીવો જ્યારે ભવાંતરના તેવી જાતના ઉચ્ચતમ જાતના મળતા પદાર્થો માટે પણ ક્ષેત્રોમાં વાપરવા દ્વારાએ છોડશે નહિં તો સર્વ ત્યાગરૂપ ચારિત્ર શી રીતે કરશે? પણ એમ ન જણાવતાં જે ધનને ક્ષેત્રોમાં વાવવાનું જણાવે છે તે ઉત્તમ અને ઉત્તમોત્તમ પુરુષો સિવાયના મધ્યમ અને વિમધ્યમ પુરુષોને પણ દાનમાં પ્રવર્તાવતા જણાવે છે અર્થાત્ જણાવે છે કે આ દાનથી મળતા દેવલોકની ઋદ્ધિઆદિ તપાસો. જુઓ કે દેવતાના ભવમાં જે જે દેવતાને જે જે વિમાન કે દેવલોકની માલીકી મળેલી છે તે કોઇ દિવસ તેમના દેવપણાના ભવ સુધી જવાની નથી. અર્થાત્ દેવલોકમાં ઇંદ્રપણું સામાનિકપણું કે લોકવાળા આદિપણું જન્મથી મળે છે અને મરણની દશા સુધી તેને ઇંદ્રપણું આદિ રહે છે. અર્થાત્ ઇંદ્રાદિકના ભવમાં ઇંદ્રાદિકપણું આવવા જવાવાળું નથી અને તેથી તે સત્પુણ નથી, તેમ અનિત્ય પણ નથી. તો તેવી રીતે દેવદેવેંદ્રાદિની ઋદ્ધિને આપવામાં સમર્થ એવું પાત્રમાં ધન ન વાપરે તો તે મધ્યમ કે વિમધ્યમ મનુષ્ય ચારિત્રને ક્યાંથી આદરી અને આચરી શકશે ? ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી દાનને સ્પેલું મનાવે છે અને તે દાનની અપેક્ષાએ ચારિત્રને દુષ્કર જણાવે છે અને તેથી જ જણાવે છે કે ક્ષેત્રોમાં ધનને નહિં વાપરનારો દુષ્કર એવા ચારિત્રને ક્યાંથી કરી શકશે, ધ્યાન રાખવું કે દાન એ દ્રવ્યસ્તવ છે અને ચારિત્ર એ ભાવસ્તવ છે, વળી દાન એ એકાંકી અંગ છે ત્યારે ચારિત્ર એ શીલ તપ અને ભાવ એ ત્રણ અંગવાળું છે.
આ ઉપરથી એટલું જ સમજવાનું છે કે દાનને માટે જેઓ પરિણામનો ઉલ્લાસ ન કરી શકે તેઓ દુષ્કર એવા ચરિત્રને આદરી અને પાળી શકે નહિં. હિંસા કરનારા અને જુઠું બોલનાર ચોરીઓ કરનારા અને રંડી બાજીઓ કરનારા જીવો ચારિત્રને પામનારા અને પાળનારા થયા એમ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને છે, પરંતુ કોઇપણ શાસ્ત્રમાં કોઇપણ સ્થાને ધનધાન્યાદિના કે કુટુંબકબીલાના, મમત્વને છોડયા સિવાયના સાધુ થયા અને સાધુપણું પાળ્યું એવા દાખલા નથી, માટે ચારિત્રની ભૂમિકા તરીકે સાત ક્ષેત્રે ધન વાપરવારૂપદાનની આવશ્યકતા
સ્વીકારવી જ જોઇએ.
ધી ‘‘જૈન વિજયાનંદ’’ પ્રીં. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.