Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬૭.
શ્રી સિદ્ધચક્ર
જાન્યુઆરી-૧૯૩૭ ક્રોધાદિથી જે બોલાય તે બાદર મૃષાવાદદોષ, ત્રીજા મહાવ્રતમાં ઘાસ, ઈટના કટકા, રાખોડો કે કુંડી વિગેરે વગર દીધી લેવાય તે સૂક્ષ્મ અતિચાર. તેમજ સાધુ, અન્યધર્મી કે ગૃહસ્થના સચિત્ત કે અચિત્તનું ક્રોધ આદિથી અપહરણ કરતાં બીજો સ્થૂલ અતિચાર, હસ્તકર્માદિકે કરીને કે ગુપ્તિ બરોબર ન પાળે તો મૈથુનનો અતિચાર. તેવી રીતે કાગડા, કુતરાં, બળદ કે બચ્ચાંના રક્ષણ અને મમત્વમાં પાંચમા વ્રતનો સૂક્ષ્મ અતિચાર અને લોભથી દ્રવ્યાદિકનું ગ્રહણ અથવા જ્ઞાનાદિક કારણને છોડીને અતિરિક્ત વસ્તુનું રાખવું તે બાદર અતિચાર કહેલો છે. છઠ્ઠાવ્રતમાં દિવસે લીધું. દિવસે ખાધું વિગેરે ચારભાંગે ધીર અનંતજ્ઞાનીઓએ અતિચાર કહેલો છે . હવે સંબંધ જોડતાં આગળનો અધિકાર કહે છે -
कहि ६६३, उञ्चा ६६४, विय ६६५, जह ६६६,
છકાય અને વ્રતોનું સ્વરૂપ એવી રીતે કહીને, બરોબર સમજાયાં હોય પછી આગળ કહીશું એ રીતે નવદીક્ષિતની ગીતાર્થદ્વારાએ પરીક્ષા કરવી. તે પરીક્ષા આ પ્રમાણે-અસ્પંડિલમાં ઉચ્ચાર વિગેરે કરવા, સચિતપૃથ્વીમાં કાયોત્સર્ગ વિગેરે કરવા, નદીઆદિકનાં પાણી પાસે અંડિલ વિગેરે કરવાં, અગ્નિવાળા કે અગ્નિઉપર રહેલામાં સ્પંડિલ કરવો, વાયરાનું વિંજવું અને ધારવું. એ વાઉકાયની બાબતમાં કરવાં, અને વનસ્પતિ અને ત્રસમાં પૃથ્વીકાયની માફક સ્પંડિલમાં પરીક્ષા કરવી, એવી જ રીતે છએ કાયથી ગોચરીમાં પણ પરીક્ષા કરવી, સર્વસ્થાને જો વિરાધના છોડે કે જોડે વાળાને આ અયોગ્ય છે એમ જણાવે તો તે વડી દીક્ષાને લાયક છે એમ જાણવું અને તે વડી દીક્ષાનો વિધિ આ પ્રમાણે છે.
अहि.६६७, गु, उद ६६८, गुरवो ६६९, काप्पर ६७०, पायो ६७१, ईसिं ६७२, दुविहा ६७३, तत्तो ६७४, तत्तो ६७५, अणुव ६७६, तम्हा ६७७
શિષ્ય છકાય અને છવ્રતોને સમજ્યો છે એમ જાણીને આચાર્ય શિષ્યને વડી દીક્ષા માટે પોતાને ડાબે પડખે રાખી એકેક વ્રત ત્રણ ત્રણ વખત ઉચ્ચરાવે પ્રદક્ષિણા કરાવે, સાધુઓને નિવેદન કરાવે, ગુરુગુણે કરીને વૃદ્ધિ પામે એમ આર્શીવાદ આપે, અને સાધુની બે પ્રકારની અને સાધ્વીની ત્રણ પ્રકારની દિશા બાંધે, એ સંલેપાર્થવાળી ગાથાનો વિસ્તારથી અર્થ કહે છે કે ઉદકાર્ટ એટલે સચિત્તપાણીથી ભીના હાથે ગૌચરી લેવી વિગેરેની પરીક્ષાથી જીવને જાણવાવાળો અને હિંસાનો ત્યાગ કરનાર છે એમ માલમ પડે તો ચૈત્યવંદન આદિ કરીને વ્રતો દે, તેમાં કાઉસ્સગ્ગ પણ કરે, ગુરૂ શિષ્યને ડાબે પડખે રાખીને આગળ જણાવીએ છીએ તેવી રીતે ઉપયોગવાળા છતાં એકેક વ્રત ત્રણ ત્રણ વખત ઉચરાવે. શિષ્ય કોણીથી ચોળપટ્ટી ધારણ કરવો, ડાબા હાથની અનામિકામાં સરખી રહે તેમ મુહપત્તિ રાખવી અને હાથીના દાંત સરખા હાથવડે એટલે મસ્તકે બન્ને હાથ રહે તેવી રીતે રજોહરણ રાખવું, એવી રીતે ઉપસ્થાપના એટલે વડી દીક્ષા કરવી. પછી શિષ્યો પ્રદક્ષિણા અને નિવેદન કરે, અને તે વખતે ગુરૂએ મોટા ગુણોએ વૃદ્ધિ પામ એમ આશીર્વાદ વચન કહેવું. આ સ્થાને ભવિષ્ય માટે બીજી પણ પરીક્ષા કહે છે.