Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૨૦૨
આદિના ક્ષયે સપ્તમીઆદિનો ક્ષય ગણી તે દિવસે અષ્ટમી માને છે. પણ ચૌદશનાં ક્ષયે તેરસનો ક્ષય કરી ચૌદશ ન કરતાં પૂનમને દિવસે ચૌદશ કરે છે. એટલે ખરતર ગચ્છવાળાઓ યે પૂર્વાંના નિયમને માની કે પાળી શકે એમ નથી. તેઓના મતે તો ભાદરવા સુદ ચોથના ક્ષયે પંચમીએ જ સંવચ્છરી કરવાની હોય. પચાસ દિવસનો આંતરો નિયમિત કરવાનું જે તેઓનું ધ્યેય છે તે ત્યાં કેમ રહે એ તેઓને જ વિચારવાનું છે. આ બધા કથનનું તત્ત્વ એટલું જ કે ખરતરગચ્છવાળાઓથી પૂર્વા વાળો પૂરો નિયમ માન્ય થઈ શકે એમ નથી અને એ પ્રઘોષ સિવાય પર્વતિથિના ક્ષયે પૂર્વ અપર્વતિથિનો ક્ષય કરીને તે દિવસે જ ક્ષીણ એવા પર્વનું આરાધન કરવું એવા અભિપ્રાયનું કથન મળે તેમ નથી. એવી રીતે અંચલગચ્છવાળાને પણ સૂત્ર પંચાંગી કે પ્રાચીન પ્રકરણ અગર કોઈ પણ શાસ્ત્રમાં
.
ક્ષય થયે પૂર્વતિથિ કરવી એવું કથન મળે એમ નથી. એટલું જ નહિં, પણ અંચલગચ્છવાળાઓના મતે તો યે પૂર્વા ના નિયમની જરૂર નથી, કેમકે તેઓ તો પ્રતિક્રમણની વખતે તિથિ આવે કે ભોગવટો હોય તે માનનારા છે. પણ તત્વદૃષ્ટિથી તેઓએ વિચારવાની જરૂર છે કે અષ્ટમીઆદિ પર્વતિથિઓ નિયત છે અને લૌકિકટીપ્પણાને અંગે જ ક્ષયે પૂર્વા વગેરે નિયમ છે, એ તમોને કબુલ નથી તો સંધ્યાના બે પડિકમણાની વચ્ચે જ પર્વતિથિ આવી જાય, અર્થાત્ એકકે દિવસના સંધ્યાકાલે અષ્ટમી આદિ તિથિનો કોઈક વખત અભાવ હોય તો પછી અષ્ટમીઆદિની તિથિ ક્યારે કરવી ? તેઓના હિસાબે તો પૂર્વાંડાને તિથિઃ વ્હાર્યાં એવો પ્રઘોષ માનવો પડશે. અથવા તેઓના નિસ્તાર જ નથી. વળી બે દિવસ પડિક્રમણાની વખત તિથિ આવે તો
શું કરવું? તેનું પણ તેઓને સ્વતંત્ર વિધાન મળવાનું જ નથી. આ બધી હકીકત જણાવવાનું તત્વ એટલું જ કે તપાગચ્છવાળા જ શ્રી ઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષને યથાર્થપણે માની શક્યા છે અને માની શકે
તા. ૨૫-૨-૧૯૩૭
છે. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે જે તિથિમાં સૂર્યોદય હોય એ જ તિથિ માનવી એ ઉત્સર્ગ વચનને માને તેઓને માટે જ ઉદયવાળી તિથિ ન મળે અથવા બેવડા ઉદયવાળી મળે તો આરાધના ક્યારે કરવી એવી શંકા રહે. કેમકે તિથિના અધિક ભોગને માનનારા તથા પડિક્કમણા વખત તિથિ માનનારાઓને તો ક્ષય કે વૃદ્ધિનો સવાલ જ વિચારવાનો નથી.
વાચકજીના પ્રઘોષનું ઉત્થાન
મહારાજા ઉમાસ્વાતિવાચકજી પૂર્વધર હોય તેમાં તો કોઈથી શંકા થાય તેમ જ નથી. કારણ શ્વેતાંબરોના શાસ્ત્ર પ્રમાણે વાંચક તરીકે તેઓ જ ગણાય છે કે જેઓ પૂર્વગતશ્રુતને ધારણ કરનાર હોય અને શ્રી ઉમાસ્વાતિ મહારાજ વાચકપણે તો પ્રસિધ્ધ જ છે. પણ કેટલાકોના મુદ્દા પ્રમાણે તેઓ પૂર્વધર હતા એમ મનાય છે. તેઓના મત પ્રમાણે પ્રજ્ઞાપનાકાર શ્રીઆર્યશ્યામાચાર્યના ગુરૂ હોઈને દશ
મુશ્ચેનાં વાચવેદન એ પદ ઉચ્ચનાગરી શાખાને જણાવનાર નહિં પણ માત્ર શહેર અને મુખ્ય સ્થાનોની વાચકતા જણાવનાર ગણાય અને કેટલાકો સજ્જનારી શાખાના વાચક માની ઉચ્ચનાગરીશાખા આર્ય શાંતિશ્રેણિકથી નીકળેલી હોઈને તે શાખાની ઉત્પત્તિ વખત જ દશપૂર્વની હયાતી નહોતી તો શ્રી ઉમાસ્વાતિજીની વખત તો દશ પૂર્વની હયાતી હોય જ ક્યાંથી ? એમ વાચકજીના દશપૂર્વધરપણામાં મતભેદ છતાં તેઓશ્રીના પૂર્વધરપણામાં તો મતભેદ નથી જ એ ચોક્કસ છે.
જૈન ટીપ્પણાની સત્તા હતી કે કેમ ?
ભગવાન ઉમાસ્વાતિવાચકજીનું પૂર્વધરપણું નક્કી થયા પછી હવે એ વિચારવાની જરૂર રહે છે
કે
પૂર્વધરના કાલમાં જૈનજ્યોતિષને હિસાબે ટીપ્પણ ચાલતું હોય એ નિસ્યંશ છે. અને જૈનજ્યોતિષના હિસાબે તિથિનો કે પર્વતિથિનો ક્ષય હોય એ સ્વભાવિક હોય અને ક્ષયે પૂર્વાo એ નિયમ કરવો