Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૪
શ્રી સિદ્ધચક્ર
આરાધનાને અંગે ભાદરવા સુદ પાંચમને વગર જરૂરની ગણી હોત તો આચાર્ય મહારાજાઓ પ્રશ્નોત્તર ગ્રન્થોમાં જ્ઞાનપંચમીની આરાધના કરવા માટે પર્યુષણની ચોથનો ઉપવાસ કર્યા છતાં પણ પંચમીની અપેક્ષાએ છઠ્ઠ કરવાની શક્તિ ફોરવવાનો હુકમ કરત નહિ તથા અક્રમ કરવાવાળા જો જ્ઞાનપંચમીનું તપ કરવાવાળા હોય તો તેઓએ મુખ્યવૃત્તિએ ત્રીજચોથ અને પાંચમનો અઠ્ઠમ કરવો એવો હુકમ કરવો કરત નહિ એટલે ચોથ પાંચમના છઠ્ઠ અગર ત્રીજ ચોથ અને પાંચમના અઠ્ઠમની અપેક્ષાએ સ્પષ્ટ ફરમાવે છે કે ભાદરવા સુદ પાંચમનો ક્ષય થઈ શકે નહિ તેમજ ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ પણ થઈ શકે જ નહિ. પરંતુ એ પાંચમની ક્ષયવૃદ્ધિનો પ્રસંગ હોય ત્યારે પન્નુસણની અઠ્ઠાઈના નિયમની સાથે નવ દિવસનો નિયમ કરી લેવો. એટલે આરાધવા લાયક પંચમીથી નવ દિવસ પહેલાં જ પર્યુષણનો આરંભ કરવો એટલે ભાદરવા સુદ પંચમીનો ક્ષય હોય તો ત્રીજનો ક્ષય ગણીને અને વૃદ્ધિ હોય તો ભાદરવા સુદ ત્રીજની વૃદ્ધિ ગણીને પર્યુષણાનો આરંભ કરવો. આ સ્થાને જેમ અષાઢ સુદ ચૌદશ સુધીની અઠ્ઠાઈ હોવા છતાં તેની અનંતર રહેલી પૂનમની પર્વતિથિને અંગે જો પૂનમનો ક્ષય હોય કે વૃદ્ધિ હોય તો તેરસનો ક્ષય કે તેરસની વૃદ્ધિ ગણીને જ અઠ્ઠાઈ બેસાડાય છે. પર્વતિથિયો ભેગી થાય કે ?
જેમ ભાદરવા સુદ પાંચમ પર્યુષણાની અઠ્ઠાઈની બહાર છતાં તેની વૃદ્ધિ હાનિને આધારેજ
તા. ૪-૯-૧૯૩૭
અઠ્ઠાઈ બેસાડાય. આ સ્થાને કેટલાકો પર્વતિથિના ક્ષયની વખતે પૂર્વની અપર્વ તિથિનો ક્ષય અને પર્વ તિથિની વૃદ્ધિની વખતે પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ માનવાનું હીરપ્રશ્ન અને તત્ત્વતરંગિણી આદિ શાસ્ત્રનું ફરમાન છતાં ઉભય પર્વ હોય ત્યારે પહેલા પર્વના ક્ષયે તો બે પર્વ ભેગા કરતા નથી, પણ બીજા પર્વના ક્ષયની વખતે બે પર્વ ભેગાં કરી દેવા માગે છે અને એકજ દિવસે બંને પર્વની આરાધના કરી શકાય એમ માને છે, પણ તેઓની આ માન્યતા કોઈ પણ પ્રકારે શાસ્ત્ર કે પરંપરાને અનુસરનારી નથી. કારણ કે એમ કરતાં પર્વતિથિઓને અંગે શીલનું પાલન સચિત્તનો ત્યાગ વિગેરે તિથિ પ્રતિબદ્ધ નિયમો જે હોય છે તેનું તો ખંડન જ થાય, એટલે એક પર્વ તિથિના નિયમને સાચવવા માટે જેમ શાસ્ત્રકારોને પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરવો પડ્યો તેવી જ રીતે ઉભયપર્વની તિથિના શીલાદિના નિયમો સાચવવા માટે ઉભયપર્વને અખંડ રાખીને તે ઉભયપર્વથી પહેલાની અપર્વતિથિને ક્ષય કરવો જ જોઈએ. વળી શાસ્ત્રોમાં ચૌદશ અને પૂનમ જેવી તિથિઓ પૌષધઆદિ કરીને પણ આરાધવાની જણાવેલી છે તો શું બે પર્વને ભેગાં માનનારાઓ એક દિવસે બે પૌષધ આદિ કરી લેશે? કહેવું જોઈશે કે એક દિવસે બે પૌષધ આદિ બનતા જ નથી. જો ચૌદશ પૂનમની તિથિઓ પૌષધ અને શીલાદિકના નિયમો દ્વારાએ આરાધવાની ન હોય, પરંતુ કલ્યાણકની તિથિઓની માફક મુખ્યતાયે તપટ્ટારાએ જ આરાધવાની હોય તો શાસ્ત્રીયનિયમ પ્રમાણે છઠ્ઠ