Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૫૩૦
સૂત્રકારો તો શ્રાવકવર્ગના આધાર તરીકે શ્રમણ મહાત્માઓને ગણાવે છે. જો કે અશન, પાન, ખાદિમ, સાદિમ વિગેરે વસ્તુ શ્રમણ મહાત્માઓને શ્રાવકો પાસેથી જ મળે છે, પણ ધ્યાન રાખવું કે તે શ્રમણ મહાત્માઓને શ્રમણોપાસકવર્ગ અશનાદિક જે આપે છે તે ભકિતપૂર્વક પોતાના આત્માના નિસ્તારને માટે આપે છે. એટલે નિસ્તાર કરનારા કરતાં નિસ્તાર પામનારો મોટો હોય એવું એક અજ્ઞાની પણ માની શકે નહિ. વળી અશનાદિકની કિંમત જો તે મેરૂપર્વત જેટલી હોય તો પણ એક મિનિટના ચારિત્રની અનુમોદના જેટલી પણ ગણાય તેમ નથી.' બાકી શ્રમણ મહાત્માઓ તરફથી ભવ્યજીવોના જે ઉદ્ધારો થાય છે. શાસન પ્રવર્તે છે ધર્મ ટકે છે. તે કોઈપણ પ્રકારે શ્રાવકવર્ગથી બને જ નહિ. શાસ્રાકાર પણ કહે છે કે‘નવિાતિર્થં નિયંàહૈિં' એટલે નિગ્રંથમહાત્માઓ ન હોય તો તીર્થ એટલે શાસન હોય જ નહિ. આવું તો સ્થાન સ્થાન પર કથન મળે છે. પરંતુ એક પણ જગા પર સસ્ક્રૃતૢિ નવિળા તિસ્થં એવું વાક્ય આંખમાં તેલ નાંખીને જોઈએ તો પણ શાસ્ત્રમાંથી મળે તેમ નથી. વળી ધર્મોપદેશનો અધિકાર જો શ્રાવકોને દેવામાં આવે તો ભરત મહારાજે ઉછેરેલા, પાળેલા અને પોષેલા જે માહનો તે જેમ શાસ્ત્ર અને વ્યાકરણ દ્વારાએ પણ શ્રમળ બ્રાહ્વળ થી સૂચિત થતા શાસનના હંમેશના વૈરી બ્રાહ્મણો થયા, તેવી રીતે દેખાવમાં શાસનના પોષકપણાનો દેખાવ કરે, તો પણ તે ઉપદેશક થયેલા શ્રાવકો શાસનનો ઘાત
તા. ૨૦-૯-૧૯૩૭
કરનારા જ થાય. શાસ્ત્રકારોએ સાધુમહાત્માઓને પણ દીક્ષા પામવા કે વડીદીક્ષા પામવા માત્રથી કે એકલા જ્ઞાન માત્રથી ઉપદેશક થવાનો અધિકાર આપ્યો નથી, પરંતુ પપ્પનફળા દેવો એ વાક્યથી આચારપ્રકલ્પ એટલે નિશીથસૂત્ર સાંગોપાંગ ધારણ કરનારા હોય તેવાને જ ઉપદેશનો અધિકાર આપ્યો છે. એ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે સાધુપણા સિવાય અને પ્રકલ્પધર થયા સિવાય જે કોઈ ધર્મનો ઉપદેશ આપે અને ધર્મોપદેશક બને તો શાસ્ત્ર અને શાસનના ચોર ગણવામાં આવે તો નવાઈ નથી. એમ નહિં કહેવું કે જો શ્રાવકને ધર્મોપદેશકનો અધિકાર જ નથી તો પછી શ્રાવકના પ્રતિક્રમણસૂત્રમાં વિવરીયવવા દ્ય । એ વાક્યથી વિપરીત પ્રરૂપણાથી પડિક્કમણું કરવાનું કેમ જણાવ્યું ? કેમકે ગામ ન હોય તો સીમાડો ક્યાંથી જ હોય? વૃક્ષનું મૂલ ન હોય તો શાખા ક્યાંથી હોય ? એ કહેવત જણાવતાં ‘પ્રામાઽમાવે ત: સીમા’‘મૂલ્લું નાસ્તિ ત: શાલ્રા' એ વાક્યો જગત પ્રસિદ્ધ છે. તેવી રીતે અહિં શ્રાવકને જો ધર્મોપદેશક બનીને ધર્મોપદેશ દેવાનો અધિકાર જ નથી એટલે પ્રરૂપણાનો સંભવ જ નથી. તો પછી વિપરીત પ્રરૂપણાનો સંભવ હોય જ ક્યાંથી ? અને જ્યારે વિપરીત પ્રરૂપણાનો અસંભવ છે, તો પછી સૂત્રકાર મહારાજે પ્રતિપાદન કરેલું વિપરીતપ્રરૂપણાનું પ્રતિક્રમણ તો સંભવે જ ક્યાંથી? આવું કોઈક તરફથી કહેવામાં આવે તો તે કોઈપણ પ્રકારે વ્યાજબી નથી. કેમકે શ્રીનંદિષણજી સરખા