Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 687
________________ ૫૪૩ ૧ ૨ ૩ ૪ ૧ શ્રી સિદ્ધચક્ર -: સમાલોચના : શ્રી નન્દીચૂર્ણિ વ્યવહારવૃત્તિ અને બૃહત્કલ્પવૃત્તિઆદિ આગમો અને શ્રી હરિભદ્રસૂરિજીના પંચવસ્તુઆદિ પ્રાચીનશાસ્ત્રોને જાણનાર અને માનનાર તો સ્પષ્ટ કહેશ કે શ્રી કાલકાચાર્યે ફરમાવેલી ચોથની સંવચ્છરી ન કરે તે મિથ્યાત્વી બને જ. શ્રી નિશીથચૂર્ણિ પર્યુષણાકલ્પચૂર્ણિને જાણનારા તો સ્પષ્ટ જાણે છે કે એકલી ચોથની સંવચ્છરી જ આખા શાસનમાં થતી હતી, બારમી સદી પછીના નીકળેલા મતોથી જ નવેસર શાસનથી જુદી પડવા પાંચમ થઇ છે. ૧ તા. ૨૦-૯-૧૯૩૭ જૈનોમાં પર્વોની આરાધના આઠમ ચૌદશ અમાવાસ્યા અને પૂનમ તિથિઓને નામે તથા પર્યુષણાની પૂર્ણા પર્વતિથિને નામે છે એ જાણનારો કોઇપણ દિવસ એમ કહે નહિં કે જૈનોમાં સૌર વર્ષથી પર્યારાધન થતું હતું. (મુંબઇ બા.) સંવચ્છરીપર્વને ખરતરો મલમાસમાં લે છે. શ્રીતપાગચ્છાદિવાળા શાસ્ત્રને અનુસરનારાઓ મલમાસમાં સંવચ્છરી કરતા જ નથી. અને ચોમાસી વગેરેની અઠ્ઠાઇઓ મતિથિ આવે છતાં છેલ્લા દિવસથી આઠ દિવસ પહેલેથી બેસાડાય તેમ આ અઠાઇ બેસાડાય છે. શાસ્ત્રદૃષ્ટિએ તો એ ભાદરવા વદ છે, મલમાસ જ નથી. તપાગચ્છવાળાઓ તો શાસ્ત્રને અનુસરનારા હોવાથી શાસ્ત્રો બે અષાઢ તો જેમ બીજે અષાઢે ચૌમાસી જણાવે છે તેમ બીજે ભાદરવે સંવચ્છરી કરે છે. બાકી શાસ્ત્રથી વિરૂદ્ધવર્તીને ખરતરો પચાસ દિવસનો આગ્રહ રાખે છે. તેઓએ આસો વધે ત્યારે આસોમાં વિહાર કરવો પડે. (મુંબઈ) બીજા પક્ષે મંજુર કર્યા સિવાય કરાર ગણનાર અને સહી કરનાર બુધવારીયા જ હોય. પુના અને અમદાવાદથી એક ડગલું હાલ્યા નથી જ. કમીટીદ્વારા લિખિત શાસ્ત્રાર્થ માટે વ્યવહાર બુધવારીયાઓએ કહ્યા છતાં પણ કર્યો નથી. પોતાના પક્ષના મનુષ્યો નાંખેલા હોય છતાં સર્વાનુમત નિર્ણયની વાત કરે તે બુધવારીયાઓને શોભે. ઇન્ટર્વ્યુના જુઠાપણાને જગતે જાણી લીધું છે. રતલામની હકીકત શ્રી હિતમુનિજી માટે કરેલ બુધવારની જાહેરાત જેવી થાય તો સત્યમુનિને વિચાર કરવો. બુધવારીયાઓ તરફથી કેવા જુલમો થાય છે તે તો અમદાવાદ અને પાલીતાણા વગેરેની હકીકત જણાવે છે. શ્રીમાન્ આદિમાંથી કોઈપણ ભાદરવા સુદ પાંચમ રૂપપર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કહી શકાય એવો એક પુરાવો આપી શક્યા નથી એ ચોખ્ખું છે. પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ બતાવનારી પ્રતો તો બુધવારીયાઓ પાસે પણ થોકબંધ છે જ. જેને ભવાન્તરમાં જૈનકુલ પણ પામવું હોય તે તો વીરશાસનને કથીરશાસન બનાવે જ કેમ ? (મુંબઈ સ.) ૧ સોસાયટી ઉપર સાધારણ રીતે થયેલા આક્ષેપોનો બચાવ નથી, વળી ખંભાતની સોસાયટીના માનદમંત્રિયોની સહીવાળું તા. ૨૨-૫-૩૭નું હેંડબીલ યાદ કરી વાંચી જોયું હોત તો વાર્ષિકઉત્સવમાં ખોટા બચાવ ન જ કરાત, વસ્તુતાએ ધર્મપ્રિયતાવાળાનો અસહકાર વ્યાજબી જ છે, અને તે ન બને તો સોસાયટીનું વિસર્જન જે જણાવાયું છે તે જ વ્યાજબી છે. (અમ૦ સોસા પ્રમુખ) પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વઅપર્વની અને દ્વિતીયપૂર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વતર અપર્વની ક્ષયવૃદ્ધિની પરંપરા છે અને શ્રી હીરપ્રશ્ન-તત્વતરંગિણી આદિ પણ તેને જ અનુકૂલ છે. આરાધનમાં ભેગી તિથિ માનવી, બે પર્વો ભેળાં માની એક પર્વનો પૌષધ લોપો, તથા પહેલી પર્વતિથિને આરાધનામાં પર્વતિથિને નામે માનવી અને ખોખું માનવી એ એકપણ પાઠ નથી, માટે ગુરૂવારે જ સંવચ્છરી કરવી એ આરાધકનું લક્ષણ છે. વિહાર કરી બુધવારવાળા આવ્યા હોત, પ્રતિનિધિપણાનું બહાનું ન લીધું હોત, અને કમીટી માની હોત તો ગુરૂવાર થાપવા વિહાર કર્યો જ હતો. તે શાસ્ત્રાર્થથી ગુરૂવાર જ સાબીત થાત. લિખિતમાં પણ કમીટી માની ખુલાસા લઇ નિર્ણય લાવવા માન્યું હોત તો પણ ગુરૂવાર જ સાબીત થાત. ભગવાન મહાવીરના શિષ્ય એકાદશાંગી છતાં મિથ્યાત્વી થયા તેમાં ટુક ફલ કોને મળ્યાં ? (પાલીતાણા-ધર્મશાળા)

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740