Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 707
________________ શ્રી સિદ્ધચક્ર ૫૫૯ વાસ્તવિક અરિહંતના નમસ્કારની સ્થિતિ ટકે નહિ. સુજ્ઞવાચકોએ ધ્યાનમાં રાખવું કે જેઓ તીર્થંકર ભગવાનની પૂજામાં લાભ માનનારા છે. વળી તીર્થંકર નામકર્મ કે જે બંધે અને ઉદયે શુભરૂપ જ છે, તેના ફલ તરીકે મનુષ્યો શું ? પણ દેવતાઓ પણ જેની અષ્ટપ્રાતિહાર્યાદિકથી પૂજા કરે છે, તેઓ જ અરિહંત કહેવાય છે. ધ્યાનમાં રાખવું કે જગતમાં ગુરૂમહારાજાઓ ધર્મકાર્યનો ઉપદેશ સતત કરે છે, છતાં પ્રાણીરક્ષા અને અભયદાન તથા અનુકંપાદિક કાર્યો સાધનસામગ્રીને ધરાવનારા ગૃહસ્થો જ અધિકરૂપમાં કરે છે. યાદ રાખવું કે સાધુઓ સુપાત્રદાનનો ઉપદેશ કરે છે પરન્તુ સુપાત્ર દાન કરવાને માટે તો ભાગ્યશાળી શ્રાવકો જ બને છે તેવી રીતે સાધુ અને શ્રાવકો અરિહંત મહારાજ તરફ ભક્તિની દૃષ્ટિવાળા હોય છે, છતાં પણ ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની પૂજા મહારાજા વાસુદેવ ચક્રવર્તી દેવતા અને ઇંદ્રની પૂજા કરે તે કરતાં પણ અધિક થવી જોઇતી પૂજા કરવાને માટે દેવતાઓ ભાગ્યશાળી બને છે. પ્રતિમાને નહિં માનનાર ઢુંઢક અને તેરાપંથીઓ પણ એ તો કબુલ જ કરશે કે જ ભગવાન ઋષભદેવજી નિર્વાણ પામ્યા ત્યારે ભગવાન ઋષભદેવજીના નિર્વાણ મહોત્સવને કોઇપણ સાધુ કે શ્રાવકે કર્યો નથી. પરન્તુ જંબુદ્રીપપ્ર જ્ઞપ્તિસૂત્ર સ્પષ્ટપણે જણાવે છે કે તે નિર્વાણ મહોત્સવ ઇંદ્ર અને દેવતાઓએ જ કરેલો છે. કોઇપણ મનુષ્ય એમ તો નહિ કરી શકે કે ભગવાન ઋષભદેવજીના નિર્વાણની વખતે શ્રાવકો કે સાધુઓ ભક્તિવાળા નહોતા, પરન્તુ કહેવું તો પડશે જ કે તા.૪-૧૦-૧૯૩૭ દેવતાઓ જ ભક્તિના કાર્યમાં અગ્રપદને ભોગવે છે. તે વાત જે શ્રી જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્ર જણાવે છે તેવી જ રીતે શ્રી દશવૈકાલિકસૂત્ર પણ તેવાવિ તં નમંમંતિ નસ્લ થમે સયા મો એ વાક્યથી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. સુજ્ઞવાચકે ધ્યાન રાખવું કે નમંમંતિ એ પ્રયોગ નમન્તિ ને જણાવનારો છે અને નમસ્યંતિ એ પ્રયોગ પૂજાના અર્થમાં જ બન્ને છે. નમસ્ અવ્યયથી પૂજા અર્થ લાવવો હોય તો જ ચન્ પ્રત્યય આવે અને તે ન આવવાથી જ નમસ્કૃતિ એવું રૂપ બને છે. એટલે સ્પષ્ટ થયું કે જે મનુષ્યનું હંમેશાં ધર્મમાં મન છે તેને ધર્મના અવાન્ત૨ફલ તરીકે દેવતાઇ પૂજા મળે છે. એટલે ટીકા અને નિર્યુક્તિકાર વિગેરે પણ એ વાક્યના દૃષ્ટાન્તમાં પણ અરિહંત ભગવાન કે જેઓ હંમેશાં દેવતાઓથી પૂજાયેલા છે તેનું જ દૃષ્ટાન્ત દે છે. જો કે કેટલાક વ્યાખ્યાનકારો નમંસ્કૃતિ નો અર્થ નન્તિ એવો કરે છે એમાં પણ મ્ ધાતુ પ્રહપણામાં હોવાથી એટલે ઝુકવામાં હોવાથી સર્વ નમસ્કાર આદિ ભક્તિનો તેમાં સમાવેશ થાય છે. આ બધું કહેવાની મતલબ એટલે જ કે નમો અરિહંતાળ ને ઉચ્ચારનારો મનુષ્ય જો અરિહંતશબ્દના અર્થ તરફ ધ્યાન રાખે તો જરૂર સમજે કે અશોકાદિ આઠ પ્રતિહાર્યરૂપી પૂજાને જેઓ દેવતાદ્વારાએ પામે છે તેઓ જ અરિહંતો છે અને તેવા અરિહંતોને હું નમસ્કાર કરૂં છું જો કે કેટલીક જગો પર નિરૂક્તિથી કર્મશત્રુને હણનારા હોય તેને અરિહંત કહેવાય એમ

Loading...

Page Navigation
1 ... 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740