Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 712
________________ તા. ૪-૧૦-૧૯૩૭ શ્રી સિદ્ધચક્ર ઇચ્છાપૂર્વક થનારા અપૂર્વકરણાદિક સિવાય કોઇપણ જીવ મોક્ષ તરફ વધી શકતો નથી. માટે માનવું જ જોઇએ કે આત્માના યથાસ્થિત સ્વરૂપને જાણીને તે સ્વરૂપને રોકનારા કર્મોના નાશની ઇચ્છાવાળો જીવ જ્યારે થાય ત્યારેજ મોક્ષના માર્ગે આગળ વધે છે. આ જણાવેલી હકીક્ત પ્રમાણે વગર ઈચ્છાએ થતું યથાપ્રવૃત્તિકરણ વ્યર્થ જેવું માલમ પડશે પણ તે યથા પ્રવૃત્તિકરણથી વગર ઈચ્છાએ પણ કર્મનો ક્ષય થયા સિવાય કર્મના ક્ષયની કે મોક્ષની પ્રાપ્તિની ઇચ્છા થવાનો વખત જ આવશે નહિ. એટલું જ નહિં, પણ આત્મા અને કર્માદિકના જ્ઞાન અને તેની માન્યતાનો વખત પણ આવશે નહિં. એટલે કહેવુ જોઇએ કે ભવિતવ્યતાના જોરથી જ જીવને યથાપ્રવૃત્તિકરણદ્વારએજ આત્માનું સ્વરૂપ, કર્મની સ્થિતિ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષને રોકનારાં કર્મ અને તેને નાશ કરવાના સાધનોને જાણવાનું મળે છે. દરેક સુજ્ઞમનુષ્યને આ યથાપ્રવૃત્તિકરણમાં તેમજ વિશેષે કરીને અંત્ય યથાપ્રવૃત્તિકરણમાં ભવિતવ્યતાનો જ ઉપકાર માનવાનો છે. પરન્તુ પાણીમાં ડુબેલો મનુષ્ય કદાચિત્ ભવિતવ્યતાને યોગે બચી જાય, વિષનું ભક્ષણ થઇ ગયું હોય અને કદાચ બચી જાય, અગ્નિમાં પડેલો માણસ કદાચ બચી જાય, તો પણ તે મનુષ્ય પાણી વિષ અને અગ્નિનો ભરોસો કોઇ દિવસ બચવાની આશાએ રખાતો નથી. તેવી રીતે સુજ્ઞમનુષ્યોએ યથાપ્રવૃત્તિકરણ ભવિતવ્યતાના યોગે કવચિત્ પ્રાપ્ત ર્યું. પણ તે યથાપ્રવૃત્તિકરણ વારંવાર થશે એવી આશા સ્વપ્ને પણ રાખવી જોઈએ નહિં. નમસ્કાર આદિની પ્રવૃત્તિ ગુણ પ્રાપ્તિ કે તેની વૃદ્ધિ માટે જ ઉપર જણાવવામાં આવેલી હકીકતથી સ્પષ્ટ થાય છે કે અનાદિકાલથી રખડતા જીવને પહેલ ૫૬૪ છે. છતાં ચક્રમાં ભ્રમી ઉત્પન્ન થયા પછી દંડ ત્રુટી જાય કે બળી જાય તો પણ ઘટરૂપી કાર્ય થવામાં અડચણ આવતી નથી અને તેથી જ ઘટની ઉત્પત્તિ વખતે દંડની હયાતિ ન હોય તો પણ તે દંડને ઘટના કારણ તરીકે ગણવામાં આવે છે. એનું કારણ એ છે કે ભલે ઘટની ઉત્પત્તિ વખતે દંડની હયાતિ નથી, તો પણ ઘટને ઉત્પન્ન કરનાર ચક્રનો વેગ કોઇ દિવસ પણ દંડ સિવાય થઇ શકે નહિં. એવી રીતે અહિં પણ સકલકર્મનો ક્ષય કરીને આત્માના શુદ્ધસ્વરૂપમાં અવસ્થાન કરવારૂપી મોક્ષની પ્રાપ્તિ થતી વખતે ઇચ્છાનું અંશે પણ અવસ્થાન નથી. એટલું જ નહિં, પણ મોક્ષની પ્રાપ્તિ થવાના કેટલાક પહેલા વખતે પણ મોક્ષની ઇચ્છા નિવૃત્ત જ થઇ જાય છે અને તેથીજ શાસ્ત્રકારો સ્થાને સ્થાને મહાપુરૂષોને અંગે “મોક્ષે મને ચ સર્વત્ર, નિઃસ્પૃહો મુનિસત્તમઃ'' તથા "मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा " ઇત્યાદિ વાક્યોને પ્રગટ કરીને મહાત્માની દશા મોક્ષ અને ભવને અંગે સરખી હોય એમ જણાવે છે, પણ વાચકવૃંદે ધ્યાન રાખવું કે એ મોક્ષ અને ભવના અંગે સરખાપણાની દશા મુનિસત્તમપણાની પ્રાપ્તિની પછી જ જણાવે છે. એ ઉપરથી નક્કી થયું કે મોક્ષની પ્રાપ્તિ કરવાની ઇચ્છાએ મોક્ષને મેળવી આપનારાં સર્વસાધનો મેળવ્યા પછી જ મહાત્માઓ અને મુનિસત્તમો મોક્ષની ઈચ્છાને પણ છોડનારા થાય છે. પણ તે મોક્ષની પ્રાપ્તિનાં સાધનોને મેળવાનું કાર્ય કોઇકાલે કોઇપણ જીવને વગર ઇચ્છાએ થતું નથી. વિના ઇચ્છાએ થતું યથાપ્રવૃત્તિકરણ જૈનશાસ્ત્રકારોએ વગર ઇચ્છાએ જે કર્મનો ક્ષય માનેલો છે અને જેને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે તે યથાપ્રવૃત્તિકરણ મોક્ષનો સીધો રસ્તો નથી, અને તે કારણથી જૈનશાસ્ત્રકારો કહે છે કે અભવ્યજીવો અને કેટલાક ભવ્યજીવો પણ અનંતી વખત પણ યથાપ્રવૃત્તકરણને પામી શકે છે. પણ

Loading...

Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740