Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સમાલોચના
૪
૧ હજી સુધી મહિનાઓ થઈ ગયા છતાં અને
અનેક વખત ખુલ્લા રૂપે પૂછવામાં આવ્યું છતાં કોઈપણ બુધવાર પક્ષવાળા અમુક માસે અમુક પક્ષે અમુક તિથિ વધવાનું અમુક જૈનજ્યોતિષ્ક શાસ્ત્રકારે કહ્યું છે એમ જૈન
જ્યોતિષની અપેક્ષાએ કેમ જણાવતા નથી? જૈનાગમમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આરાધનામાં ન મનાય માટે જ આદિનો પ્રઘોષ દશપૂર્વધર કે જેનું વચન આગમરૂપ ગણી શકાય એવા શ્રી ઉમાસ્વાતિનો સર્વે કબુલ કરે છે. ૧૫ર થી કલ્પિતપણે ભાદરવા સુદ પાંચમ રૂપ પર્વની ક્ષય વૃદ્ધિ માનનારા જાગ્યા છે. સત્તરમી સદીના સ્પષ્ટ લેખો છે કે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ ટીપ્પણામાં હોય ત્યારે પૂર્વના અપર્વની ક્ષય વૃદ્ધિ કરાય અને પરંપરા પણ પૂનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિ કરવાની છે. આવું સ્પષ્ટ છતાં
બાવનના ચીલાને વળગે તેની સ્થિતિ જ્ઞાની જ જાણે. ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજની ક્ષય વૃદ્ધિ માનનારાઓને તો સંવચ્છરી પછી પાંચમના દિવસથી ૩૬૦ રાઈદિયાણની શરૂઆત થશે. પરંતુ પંચમીનો પર્વતિથિ છતાં ક્ષય માનનારાઓને તો શકુનમાં મીઠું રહેશે અને વૃદ્ધિ માનનારને ખોખામાં જ ખેંચાવું પડશે. કાર્તિક સુદ એકમના ક્ષયે આસો વદ ૦)) એ શ્રી ગૌતમ સ્વામીનું કેવલજ્ઞાન માનીને પડવો માનનાર વર્ષભેદનું નામ શું વિચારીને લઇ શકે ? શાસ્ત્રમાત્રના અર્થમાં પણ આગમ શબ્દ વપરાય, તે ન સમજતાં પીસ્તાલીસ આગમનની જ સાક્ષી માગનારા તત્ત્વથી ઇતરશાસ્ત્ર લોપક ન બને તો સારું. (વીર!)
પ.
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.