Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(૨૦) કલ્યાણકોને આરાધના કરનારો તો પ્રાયે તપવિશેષને કરનારો હોય છે. અર્થાત્ પૂનમે ચૌદશ કે ભેગાંઃ પર્વો માનનારની પેઠે એક પૌષધના લોપની બાધા તેમાં નહિ આવે)
एकस्मिन् हिने द्वयोरपि कल्याणकतिथ्योर्विद्यमानत्वेन तदाराधकोऽपि सन्ननंतरोत्तरदिनमादायैव तपः पूरको भवति, प. ६
એક જ રવિવાર આદિ દિવસમાં બેએ પણ કલ્યાણતિથિએ સમાપ્ત થાય છે માટે તે બન્ને કલ્યાણતિથિઓનો આરાધક છતાં આગળના જોડેના દિવસને લઈને જ તેના તપને પુરૂં કરનાર થાય છે. (આ ઉપરથી જેઓ પર્વતિથિઓ ભેગી કરી આરાધના ઉડાવી દે છે અને તેમાં આશાની ખોટી દૂવાઈ ફેરવે છે તે ખોટા ઠરે છે. તથા પર્વતિથિના ક્ષયને પ્રસંગે તપવાળી કલ્યાણકતિથિના ક્ષયનો પ્રસંગ આપનારા આગ્રહવાળા ઠરે છે. કલ્યાણકને અંગે તપસ્યા હોય છે અને તે સાથે થાય છે અને પર્વતિથિઓને અંગે પૌષધ આદિ થાય છે અને તે એક દિવસે બે આદિ પૌષધનાં પચ્ચખ્ખાણ સાથે લેવાતાં જ નથી.
पूर्णिमापाते पाक्षिकचातुर्मासिकषष्ठतपोऽभिग्रहीति, प. ६
ખરતરો ચૌદશના ક્ષયે પૂનમે પક્કી કરે છે તો કોઈ પક્ષ્મીનો છઠ કરનાર હોય તે આગળનો દિવસ લે, તેમજ પૂનમનો ક્ષય હોય ત્યારે તેને પક્ષ્મી ચોમાસીનો છઠ આગળનો દિવસ લઈને જ કરવો પડે. શ્રી હીરસૂરિજી તેરસ ચૌદશનો છઠ કહે છે તેમાં પણ તેરસની ભુલે પડવો લઈને જ છઠ કરવો પડે એકલી પખીમાં ઉપવાસનો નિયમ છે અને ચૌમાસીનો જ છઠનો નિયમ છે છતાં પશ્મીના છઠનો અભિગ્રહ હોય તો પખી ચૌમાસી બન્નેમાં છઠ કરે અને આગળનો દિવસ લઈને જ છઠ પુરો થાય. પૂર્ણિમા ક્ષયનું કારણ એ કે તેમાં ટીપ્પણાની વગર પૂનમે પૂનમ અને વગર ચૌદશે ચૌદશ માની છઠ પૂરો થાય છે.
रत्नार्थी अपेर्गम्यत्वादन्यसङ्गयपि वस्त्रेण निबद्धमपि ताम्रादिना वा जटितमपि रत्नं गृह्णातिति भावः, यतस्तत्संबन्ध्यपि स्वीयस्वरूपापरित्यागेन स्वीयकार्यकरणसमर्थमेव, अन्यथा तथाविधमूल्यपि न लभेतिति, प.७
રત્નનો અર્થ હોય છતાં બીજાની સાથે રહેલ વસ્ત્રથી બાંધેલ અથવા તાંબા આદિ સાથે જડેલું પણ રત્ન જ લે છે એ તત્ત્વ છે તેનાથી જોડાયા છતાં પણ પોતાના સ્વરૂપને ત્યાગ નહિં કરવાથી પોતાના કાર્યને કરવા માટે સમર્થ જ છે. એમ ન હોય તો તેવી કિસ્મત આવે નહિં. આ ઉપરથી જણાવે છે કે તેરસ એ વસ્ત્ર કે તાંબા સામાન છે અને ચૌદશ રત્ન સમાન છે. (રત્નની કિંમત કરતી વખતે વસ્ત્ર અને તાબાની કિંમત ન થાય તેમ ચૌદશ જે રત્ન સમાન છે તેનો જ વ્યવહાર થાય. પણ વસ્ત્ર કે તાંબા જેવી તેરસનો વ્યવહાર ન થાય, એટલે તેરસ ચૌદશને ભેગી કરનારા રત્નની સાથે ચીંથરી અને તાંબાના કડકાની સરખી કિસ્મત કરનારા ગણાય.)
अथ कारणविशेषमन्तरेण तत्र त्रयोदशीति व्यपदेशशंकापि न विधेयेति, प. ७
મૂહૂર્તાદિક કોઈ મોટા કારણ સિવાય ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસને દિવસે તેરસ એવા નામની શંકા પણ ન કરવી. (આ ઉપરથી ચોકખું છે કે તેરસ ચૌદશ આરાધનામાં ભેગા થાય નહિં લૌકિક ટીપ્પણાથી કહેવાય.)