Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(૧૭)
ચૌદશના ક્ષયે તેરસને દિવસે તેરસ ન કહેવાય, પણ આરાધનાની અપેક્ષાએ ચૌદશ જ છે એમ કહેવાય એમ જણાવ્યું છે તેથી. વિરોધ નથી અથવા તો ટીપ્પણા અને આરાધનાની અપેક્ષા લેવાથી ટીપ્પણાની તેરસ ગૌણ છે, પણ મુખ્ય જે ધર્મની આરાધના તેની અપેક્ષાએ ચૌદશ જ છે એમ કહેવું યોગ્ય છે. એ અભિપ્રાયથી હવે તેરસ કહેવાની ના કહી હતી, એ વાત તો તે ખરતર ! તેં પણ કબુલ કરેલી જ છે. નહિંતર સાતમને દિવસે ક્ષય પામેલી આઠમનું પૌષધ આદિક કાર્ય કરતાં અષ્ટમીનું આ પૌષધ આદિ કાર્ય છે એમ કહી શકાય જ નહિં (ખરતરો પર્વ સિવાય પૌષધ માનતા નથી તેથી જો તેઓ અંશે પણ સાતમ માને તો અંશે અપર્વનો પૌષધ માનવો પડે, અર્થાત્ ખરતરો પણ સાતમ આઠમ પણ ભેગાં માની શકે તેમ નથી.)
क्रियतां नाम तर्हि तद्भीत्यैव चतुर्दशिकृत्यं त्रयोदश्यामपीति प. ४
(લોકની નિંદાના ડરથી આઠમનો ક્ષય થયા છતાં સાતમને આઠમ ગણી આઠમનું કાર્ય કરીએ છીએ. એમ ખરતરો કહે તેના ઉત્તરમાં કહે છે કે) તો પછી લોકનિંદાના ભયથી જ ચૌદશનું કાર્ય પણ ચૌદશના ક્ષયે તેરસને ચૌદશ જ એમ માનીને તે ચૌદશે કરો. (આથી પણ સ્પષ્ટ છે કે ચૌદશના ક્ષયે તેરસ ચૌદશ ભેગાં માનવાનાં નથી, પણ તે તેરસને ચઉદશ જ માનવાની છે, નહિંતર ‘યોગી ચતુર્રશ્યો.''એમ કહેત.
सप्तम्यामेवाष्टम्यनुष्ठानमिति प. ४
(ટીપ્પણાની) સાતમાં જ આઠમનું અનુષ્ઠાન. (અહિં ટીપ્પણાની સાતમ કહી પણ અનુષ્ઠાનની અપેક્ષાએ તો સૂર્યોદય પહેલાંથી આઠમ ગણી છે)
છે.
क्षीणाष्टमीयुक्ता सप्तमी चतुष्पव्वर्यन्तर्वत्तिनी न वा ? प. ८
ટીપ્પણાની અપેક્ષાએ ક્ષય પામેલી અષ્ટમીવાળી સાતમ ચાર પર્વમાં છે કે નહિં ? એ પ્રશ્ન કર્યો
किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि प. ५
ટીપ્પણાની અપેક્ષાએ ક્ષય પામેલી ચૌદશવાળી તેરસ પણ ચાર પર્વમાં કેમ નહિં ?
कथं पञ्चदशी पाक्षिककत्वेनाङ्गीकार्या, पाक्षिकापेक्षया यथा त्रयोदशी तथा पञ्चदश्यपि, प. ५ (ખરતરોને કહે છે કે) પૂનમને પાક્ષિકપણે કેમ માનો છો ? કેમકે પાક્ષિકની અપેક્ષાએ જેવી તેરસ (અપર્વ છે અહિં તેરસ ચૌદશ નથી કહેતા. ને પર્યાપર્વ નથી કહેતા) તેવી જ રીતે પૂનમ પણ (અપર્વ છે.)
पाक्षिककृत्यं पञ्चदश्यां न युक्तमेव, चतुर्दशीमंतरेण तत्कृत्यस्य निषिद्धत्वात् प. ५
પાક્ષિકનું કાર્ય (પૌષધાદિ) તે પૂનમમાં યોગ્ય જ નથી. ચૌદશ સિવાય તે પાક્ષિકકાર્યનો નિષેધ છે માટે. અહીં ટીપ્પણું તપા અને ખરતરની માન્યતાની અપેક્ષાએ પૂનમ જણાવી છે. (આ લખાણ અને પૂર્વનું અનુષ્ઠાનલોપવાળું લખાણ સ્પષ્ટ કરે છે કે ખરતર અને શાસ્ત્રકાર પણ બે પર્વની ભેગી આરાધનામાં મળતા નથી)