Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૫-૧૯૩૭ રીતે અહીં આધાકર્મી આદિક કરે તો તે ભગવાન શ્રુતાતિશયવાળા હોવાથી ન જાણે એમ બને નહિ, પણ તેમનો એ કહ્યું છે કે આરંભ વર્જવા માટે પ્રથમના સ્થાને સાતમે દિવસે જ ફરે. વળી એવી રીતે અનિયમિત વૃત્તિવાળા તે મહારાજને દેખીને તેમને માટે કોઈપણ વસ્તુ કરવામાં શ્રાવકનો નિયમ ન રહે, તેમજ નિવારણ કરવાથી પ્રવૃત્તિ પણ થાય નહિ. સ્થવિરો પણ આજ્ઞાને લીધે અને ગુરુ આદિ નિમિતે હંમેશાં પણ દાતા આદિના દોષને નહિ દેખતાં મધ્યસ્થભાવે ફરે. એવી રીતે પ્રાસંગિક કહીને હવે ચાલુ અધિકાર કહે છે કે એવી રીતે તે ફરતા જિનકલ્પીયો એક વસતિમાં કેટલા રહે અને એક વીથિમાં કેટલા ફરે? ઉત્તર દેતાં કહે છે કે માંહોમાંહે ભાષાને વર્જતા, આકસ્મિકયોગે એક વસતિમાં સાત સુધી જિનકલ્પીઓ રહે. એક એક જિનકલ્પી એક વીથિમાં હમેશાં ફરે. કેટલાક ભજના કહે છે, પણ તે યોગ્ય નથી, કેમકે સાત એકઠા થાય છે માટે જ પ્રાયે તેઓની સાત વીથીઓ કહેલી છે. રોજ તેને તે વીથીમાં ફરતાં અપમાન કેમ ન થાય ? એ સવાલના ઉત્તરમાં જણાવે છે તે અસલી શાસનને ગુણ કરનારું એવું આ વર્તન છે એમ સમજવું. જે માટે અતિશય જ્ઞાનવાળા તે જિનકલ્પિઓ છે, તેથી સ્થાનાદિક જે શાસ્ત્રોમાં ચિહ્નો કહેલા છે તેને તથા ચિહનો દ્વારા વીથીના વિભાગોને પરસ્પર જાણે છે. એવી રીતે સંક્ષેપથી જિનકલ્પીની સામાચારી કહી. હવે એમની ક્ષેત્રાદિની સ્થિતિ કહું છું.
खित्ते १४८३, पव्वा १४८४, खित्ते १४८५, जम्म १४८६, उस्स १४८७, णोसप्पि १४८८, पढमे १४८९, मज्झिम १४९०, तित्थे १४९१, अहिअ १४९२, पडिमाओ १४९३, एअस्स १४९४, अप्पुव्वं १४९५
पव्वाही १४९६. वेओ १४९७. उवसम १४९८.ठिअ१४९९. आचेल १५००, लिंगम्मि १५०१, इअरं १५०२, लेसासु १५०३, णच्चंत १५०४, झणमि १५०५, एवं १५०६, गण १५०७, पुव्व १५०८, दव्वाई १५०९, एयंमि १५१०, पव्वा १५११, उवएस १५१२, मुंडा १५१३, गुरु १५१४, आबण्ण १५१५, जम्हा १५१६, कारण १५१७, सव्वत्थ १५१८, णिप्पडि १५१९, अप्प १५२०, तइ १५२१, जंधा १५२२, एसेव १५२३.
ક્ષેત્ર, કાલ, ચારિત્ર, તીર્થ, પર્યાય, આગમ, વેદ, કલ્પ, લિંગ, વેશ્યા, ધ્યાન", ગણત્રી, અભિગ્રહ, પ્રવ્રજ્યા", મુંડન, એ પંદર વારો જિનકલ્પીઓ માટે કહેવામાં આવશે. મનથી લાગેલા દોષોમાં પણ તેઓને ચારગુરુ નામનું પ્રાયશ્ચિત હોય છે. તેમજ કારણે એટલે અપવાદને પ્રસંગે પણ નિષ્પતિકર્મપણું એટલે સંસ્કાર નહિ કરવાપણું હોય છે. ત્રીજીપોરસીમાં જ તેમને ગોચરી અને વિહાર બને હોય છે. ક્ષેત્રધારામાં જન્મ અને વિદ્યમાનતા એમ બે પ્રકારે વિચાર કરવાનો છે. તેમાં જે ક્ષેત્રમાં જન્મ્યાં હોય તે જન્મ અને જ્યાં વિચરતા કલ્પ કરે ત્યાં વિદ્યમાનપણું જાણવું. સર્વે જિનકલ્પીઓનો કર્મભૂમિઓમાં જ જન્મ અને વિદ્યમાનતા જાણવી, પણ સંહરણ થાય તો કર્મભૂમિની માફક અકર્મભૂમિમાં પણ તે જિનકલ્પી હોય. અવસર્પિણીના બે આરામાં જન્મ અને વિદ્યમાનતા તથા ઉત્સર્પિણીમાં જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ વિપરીત લેવું. નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણીના ચોથા જેવા આરામાં શુદ્ધ