Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩
૪૩૧
૪
૧
શ્રી સિદ્ધચક્ર
ર ધર્મનું ખરૂં મૂલ જો હોય તો મનુષ્યના પરિણામ છે અને તે પરિણામ જ્યારે સાચામાર્ગને અનુસરનારા થાય ત્યારે તે મનુષ્ય માનેલા ખોટા દેવને અને તેની મૂર્તિને ન માને, પોતાના માલિકીના મકાનમાંથી તેને ખસેડે અને સાચા માનેલ દેવને પધરાવે, તેને યોગ્ય વિધિ કહે અને તેણે કરેલા શાસ્ત્રોનો સંગ્રહ કરે એમાં નવાઈ શી ? કોઈપણ ધર્મવાળો યાવત્ દિગંબરો પણ તેને અન્યાય કહી શકે નહિં. કદાચ કહેવા જાય તો તેઓને દિગંબર બનાવનાર આચાર્યાદિને . અન્યાયાચરણવાળાનો ખિતાબ મળે. શ્વેતાંબરના મૂળ આગમમાં ભોજરાજાની હકીકત છે એ કહેનારો જુઠું બોલનારાઓમાં પણ જાલીમ છે.
પલ્લીવાલ જાતિ શ્વેતાંબર છે એની જાણ માટે જ્યારે સેંકડો વર્ષોના શિલાલેખો વિગેરે જાહેર થયા છે, ત્યારે દિગંબરભાઈઓ તરફથી તેઓના દિગંબરપણા માટે કેમ હજી સુધી એક પણ પુરાવો બહાર આવતો નથી? વર્તમાનયુગમાં અમુકે દિગંબરકોમની સેવા બજાવી છે એ કાંઈ પુરાવો નથી. એનો અર્થ તો શ્વેતાંબરો તરફથી એવો થાય કે દિગંબરોના સહવાસથી વાસનાના થયેલા પલટાનો એ પ્રભાવ છે માટે એમના સહવાસમાં આવશો તો પરિણામે તેઓ તમોને ચક્ષુ આદિથી હીન એવા દેવને અને સંયમ ઉપકરણથી દૂર એવા અક્ષયનાગા સાધુને તથા દ્વેષના પોષણ સાથે અન્યાયના આચરણ કરવા રૂપ ધર્મને શીખવશે માટે સાવચેત રહેજો.
અંત્યપૂર્વધર શ્રુતનો ઉદ્ધાર કરે તે અપેક્ષાએ શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણજીએ પુસ્તકારોહ કરતી વખતે ભગવાનના વચનોને સ્પષ્ટ કરવા માટે ગાથા અને દષ્ટાન્તાદિ આપેલાં છે. તેમાં આગમનું ગણધરકૃતપણું મૂલ
૫
૭
૧
૩
૨
જુન ૧૯૩૭ સ્વરૂપે જ પ્રસિદ્ધ હોવાથી જતું નથી. જિનેશ્વર ભગવાનના વચનને સમજાવતા દ્રષ્ટાન્ત સાક્ષી પૂરણને અન્ય અન્યરૂપે આપીએ તો પણ મૂલવાણી જિનેશ્વર ભગવાનની હોવાથી તે વાણી જિનેશ્વરની જ મૂલરૂપ છે. તેમ સ્પષ્ટપણે સમજાય તેમ છે. સુંસુમાના દ્રષ્ટાંતમાં આહારની આસક્તિને છોડવાનો ઉપનય છે. અનાચારથી ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા, આપતાં કે છ કાયના વધથી બનેલા મંદિરમાં દર્શન કરતાં તેમના મુનિઓને દિગંબરોએ શું અનાચાર અને આરંભને અનુમોદનાર માન્યા છે ? જો નહિં તો પછી ચર્મપંચકનો અપવાદ પદે થતો ઉપયોગ કેમ દુષ્યો ? લોકનો આહાર કેમ માનો છો ? (જૈન દર્શન) તત્વતરંગિણીના અનુવાદકે અને વિવેચક પોતાનું નામ અનેક મહિનાઓથી સપ્તાહિક પેપરમાં અનુવાદ અને વિવેચન આપવામાં આવે છે છતાં જાહેર કર્યું નથી, તે જો જાહેર થયું હોત તો તેમાં જે જુઠાની ઝડીયો ઠેકાણે ઠેકાણે વરસી છે તેનો જો તે અનુવાદદિ કરનાર માર્ગની અપેક્ષાવાળો લાગે તો વિચાર કરી શકાય.
જેઓ સાચામાર્ગના ખપી હોય અને શ્રી જીનેશ્વર મહારાજના કથનને માનવા માગતા હોય તેઓને તો આ અનુવાદક અને વિવેચકના આજ્ઞા આદિનાં વચનો કેવલ કલ્પિત તથા શાસ્ત્ર અને પરંપરાને લોપવાવાળાં અને વિરોધિ છે માટે તે માનવા યોગ્ય નથી.
જો તે અનુવાદક અને વિવેચક વ્યવસ્થાપૂર્વક પોતાનું મૃષાવાદિપણું કબુલવા સાથે તે સુધારવા તૈયાર હોય તો તે તેનું જુઠાણું જાહે૨ ક૨વા બીજો કોઈ શાસનપ્રેમી નહિં નીકળે તો તે તત્ત્વતરંગિણીના અનુવાદકે