Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પાના ૪ થી ચાલુ)
૪ ઓટલે બેઠેલ સાધ્વી ઉપર માંડવા જેવું બાંધવાનો પ્રયત્ન સોસાયટીએ શું કર્યો? ૫ સાધ્વીને આવી હઠ નહીં પકડવા અને શાસનની હેલનાના બચાવને માટે અન્ય સ્થાને જવા આ સોસાયટીના કયા કયા મેમ્બરોએ પ્રયત્ન કર્યો ? અને કર્યો હોય તો તે કેમ હેન્ડબીલમાં સૂચવવામાં આવ્યો નથી.
૬ આવી રીતે જ્યારે સોસાયટી તરફથી હેન્ડબીલ નીકળ્યું છે ત્યારે સ્પષ્ટપણે માની શકાય કે જાહેર પેપરોમાં ખબર પત્રી તરીકે તે બાબતના શાસનની હેલના કરનારા આવતા લેખો તે તો એના જ હોય અને જો તેમ હોય તો ખરેખર સોસાયટીને ઓછું શરમાવવા જેવું નથી. વળી સાધ્વીજીને અનશનના નામે ખોટી બૂમ ઉડાવીને હદ બહારનો જુલમ છે કારણ કે ખબર પ્રમાણે હજુ તો સાધ્વી આહાર પાણી વાપરે છે પણ કદાચ જો તે સાધ્વી જાહેર આવેલા સમાચારોથી શરમાઈને કે કોઈપણ કારણથી અનશન કરી નાખે તો તે અકાળે સાધ્વી હત્યાનું પાપ ખરેખર સોસાયટીને માથે જ ચઢે. આ બાબતમાં સોસાયટીથી ના પડાય જ નહીં.
૭
८ જે સોસાયટી એક પુરૂષ વ્યક્તિને માટે અમદાવાદ, પાટણ અને મુંબઈમાં કોર્ટની હાજરીમાંથી તનતોડ ઉદ્યમ શાસનની હીલના બચાવવાને માટે કરતી હતી તે સોસાયટી આજે શાસનથી ♦ કેવી હાથ ધોઈ બેઠી છે કે સાધ્વીની પાસે નવાબ સાહેબ પાસે ફરિયાદ કરાવવા તૈયાર થઈ સાધ્વીને કોર્ટમાં લઈ જાય છે.
૯ મુંબઈના સોસાયટીના સુકાનીઓના તારથી સંવચ્છરી કરવાના વારના નિર્ણય માટે આચાર્ય મહારાજાઓનો જામનગરથી વિહાર થયો હતો છતાં ખંભાતની સોસાયટીવાળાઓએ સાધ્વીના પ્રસંગને અંગે એ વિહાર થયો છે એમ જન્મભુમિ વિગેરેમાં જણાવી શાન્તિની ચાહનાવાળા આચાર્યોને વગોવી બીજા ગામોના સંઘોમાં ઉશ્કેરણી થાય તેવું લખી હદ બહારના જુલમ કર્યો છે. (આશા છે કે મુંબઈના સોસાયટીના સુકાનીઓ વિહાર અને તેના અટકાવની યથાસ્થિત હકીકત ખંભાતની સોસાયટીને જણાવે અને જુઠા લખાણો કરવામાં ઝુકી પડેલી તે સોસાયટીને બચાવશે અગર તેની સાથેનો અસહકાર અને અસંમતપણું જાહેર કરશે.)
૧૦ ખંભાતની સોસાયટીના પક્ષકારોએ સંવચ્છરીના વારના ભેદને અંગે એટલું બધું ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે કે સાંભળવા પ્રમાણે તપસ્યાવાળા વિહાર કરીને આવેલા અને માત્ર દર્શન કરીને જવું છે એવું જાહેર કરનાર સાધુઓને આહાર પાણી કરવા જેટલો વખત પણ જૈનશાળામાં અવકાશ દેવાની ઉદારતા નહીં બતાવતાં વિચિત્ર સંકુચિત વૃત્તિ જણાવી છે. (ઈચ્છીએ છીએ કે આ વાત સાચી દેખાતી છતાં જુઠી ઠરે કેમકે તેમ ઠરવાથી જ ગામે ગામ નવી હોળી સળગતી અટકે તેમ છે.)
૧૧ ખંભાતના શેઠ કસ્તુરભાઈ અમરચંદ એક શાસન સેવા કરનાર કુટુંબના છે પણ તેઓની વૃદ્ધાવસ્થાને લીધે વધેલી ભદ્રિકતાનો ખોટી રીતે લાભ ખંભાત કે અમદાવાદના અધમ વૃત્તિવાળા મનુષ્યો લે છે તે શાસન દેવ અટકાવે તો સારું શેઠજી વધારે ન સમજે તો એટલું તો જરૂર સમજે કે શાસન અને ધર્મમાં પડેલા ભેદો પોતાના ઘરમાં વાસ કરી ન દે તો સારૂં.
(જુઓ પાનુ ૪૪૩)