Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૪૮૨
તે પોતાને ન મળી અને બીજાને મળી એટલે તેણે નાદાન બાળકોનો રસ્તો લીધો. નાના છોકરા કોઈ ચીજ પોતે માંગે અને તે ન મળે તો પોતે ખાતા નથી અને બીજાને ખાવા દેતાય નથી, પરંતુ ઢોળી નાંખે છે ! તેણે પણ તે જ રસ્તો લીધો. તેણે વિચાર ર્યો કે મને જોઈતું હતું, પરંતુ મને નથી મળ્યું, તો હવે મારે ખાવું પણ નહિં અને ખાવા દેવું પણ નહિં અને ઢોળીજ નાંખવું ! ગોષ્ઠામાહિલ તે નવા આચાર્યની પાસે ન ગયો અને તેમની સામે થઈ નિવ થયો ! પચખ્ખાણમાં જાવજ્જીવ ન કહેવું અને આત્મા સાથે નીરક્ષીર ન્યાયે બંધ માનવો એ વાત મિથ્યાત્વના પડલમાં ભૂલી જવાઈ. અહીં પક્ષપાત નથી.
આ શાસનમાં તમે જોશો તો સાફ જણાઈ આવશે કે વિજયપતાકાનો પણ કદી પક્ષપાત થયો નથી. અહીં માત્ર જો પક્ષપાત થયો હોય તો તે એક સત્યનો જ પક્ષપાત થયો છે. સત્યમાં જ સર્વસ્વ આ શાસને માન્યું છે. એ સત્યમાંથી ગોષ્ઠામાહિલે એકજ શબ્દ દૂર ર્યો એટલે તો એક સમર્થ વિજેતાને આ મહાપ્રતાપી જૈનશાસન નિન્તવ કહીને બહાર ફેંકી દે છે ! ગોષ્ઠામાહિલ જ્યાં સુધી નિન્દવ થયો ન હતો ત્યાં સુધી તેની શાસનમાં પ્રતિષ્ઠા હતી. શાસનનો તે એક મણિરૂપ હતો, પરંતુ જ્યાં તેણે પોતાનો ધર્મ છોડ્યો એટલે શાસને તેને જ છોડી જ દીધો ! જે શાસનમાં આવી કડક વ્યવસ્થા છે, જે શાસન એક શબ્દના અસત્ય માટે એક સમર્થ વિજયી વીરને નિન્તવ કહીને દૂર કાઢી નાંખે છે તે શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કે આખો ચતુર્વિધ સંઘ પણ ભગવાન શ્રી જીનેશ્વરદેવના વચન પર ન રહે અને ગોષ્ઠામાહિલ બને તો તેની શી દશા થાય ? તેનો તમેજ વિચાર કરી લેજો. એથી જ આ શાસન વારંવાર કહે છે કે સર્વજ્ઞ સિવાય બીજા કોઈ પણ પુરૂષને આશ્રયે
ઓગષ્ટ-૧૯૩૭
ન જાઓ, તેના વચન પર ભરૂસો ન રાખો અને તેના અનુયાયી ન બનો !
પ્રમાણ તરીકે તો એક જ.
સર્વજ્ઞના વચનને જ એક પ્રમાણ માનવાનું કહ્યું છે. તેમાંજ આ શાસનની જડ સમાયેલી છે. જમાલી નિન્દ્વવ થયો તે પહેલાં તે કેવી પ્રરૂપણા કરતો હશે ? તેનો ખ્યાલ કરો. નિદ્ભવ થયા પહેલાની તેની પ્રરૂપણા સર્વથા શાસનને અનુકૂળ જ હતી અને તે શાસનમાન્ય એવા જ વચનો બોલતો હતો. પરંતુ જ્યાં તેના મિથ્યાત્વનો ઉદય થયો અને તે નિન્હવ થયો એટલે હવે તેના મુખદ્વારા અવળા જ ઉદ્ગારો નીકળવા માંડ્યા ! મિથ્યાત્વનો ઉદય થાય એટલે આત્મા જુઠું પકડી રાખે છે. પછી એકવાર પકડયું તે પકડ્યું. પછી તેનાથી તે છોડી શકાતું નથી ! ખોટી વાત તમે એકવાર પકડી લો અને પછી તેની પાછળ તમે દોડાદોડી કરો તો તમારી ગણના પણ ખાખરાની ખીસકોલીમાં જ થવાની ! કેરી દેખાવમાં નાની છે અને આંબાનું ઝાડ, થડ, ડાળ, વગેરે બધું કેરી કરતાં મોટા હોય છે, છતાં સમજુની નજર હંમેશાં કેરી ઉપર જ રહે છે. એજ પ્રમાણે સર્વજ્ઞ વીરમહારાજના વચનો એજ એક કેરી છે. એવી જેની દૃષ્ટિ રહે છે તે જ આ શાસનમાં માન્ય રહી શકે છે, બીજાઓ નહિ. સર્વજ્ઞ મહારાજના વચનો સો રૂપે ફેલાવો, લાખરૂપ ફેલાવો યા અનેક રૂપે યા તેનો ગમે તે રીતે ફેલાવો કરો તેનો વાંધો નથી. પરંતુ એટલી વાત સો વાર યાદ રાખવાની છે કે એ બધા વચ્ચે સર્વજ્ઞ ભગવાનના વચનો મૂળ રૂપે તો હોવાં જ જોઈએ અને જે કાંઈ નવું લખાય, બોલાય કે પ્રચારાય તે બધામાં તેની સંપૂર્ણપણે છાયા પણ હોવી જ જોઈએ. જો એટલું ન હોય તો તે બધું પ્રચારકાર્ય નિરર્થક છે. છાયા નહિ તો કંઈ નહિ.''
જે કાર્યમાં સર્વજ્ઞભગવાનના મંતવ્યોની અણિશુદ્ધ છાયા છે તેવાં સઘળાં કાર્યો પછી તે ગમે