Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૦૧
શ્રી સિદ્ધચક્ર
અવમરાત્રોની અપેક્ષાએ પાંચ વર્ષના યુગમાં ત્રીસ તિથિ ખુટે અને સૂર્યના સાઠ મહિનાની અપેક્ષાએ યુગના કર્મથી ત્રીસ દિવસો વધે તેથી તે અવમરાત્રને અતિરાત્રને અંગે યુગમાં બે મહિના વધે છે. જો તિથિની વૃદ્ધિ થાય છે એમ જૈનજ્યોતિષના હિસાબે માનીએ તો પછી સાઠ સૂર્યમાસની અપેક્ષાએ યુગમાં બીજો મહિનો વધારવાનો પ્રસંગ રહે જ નહિ, છતાં શાસ્ત્રકારો દરેક યુગમાં બે માસ વધારીને અવમરાત્ર અને અતિરાત્રનો ખાડો પૂરો કરે છે. તેથી નક્કી થાય છે કે જૈનજ્યોતિષના હિસાબે તિથિનો ક્ષય હોય પણ વૃદ્ધિ તો હોઇ શકે જ નહિ. કેટલાકો એમ કહે છે કે જૈનજ્યોતિષના હિસાબે તિથિઓની વૃદ્ધિ થતી ન હોય તો વૃદ્ધી હાર્યા તથોત્તરા એવા શ્રીઉમાસ્વાતિવાચકજીના પ્રઘોષને જન્મ મળતે જ નહિં. તેઓએ સમજવું જોઈએ કે લોકિકજ્યોતિષનું આલમ્બન જૈનોએ પૂર્વધરોના વખતમાં લીધું નથી એમ કહી શકાય તેમ નથી. કારણ કે ખુદ સૂત્રોમાં જ કાર્તિક વગેરે મહિના અને પડવા આદિક તિથિઓ આપવામાં આવેલી છે. તે કેવલ લૌક્કિજ્યોતિષને અનુસરીને જ છે. જૈનજ્યોતિષમાં મહિના અને તિથિઓનાં નામ જુદાં જુદાં છે. એ હકીક્ત પર્યુષણાકલ્પસૂત્રને વાંચનારા અને સાંભળનારાઓથી અજાણી નથી. આ સ્થળે એક વાત જરૂર લક્ષ્ય ખેંચે તેવી છે કે જ્યારે પૂર્વધરોના વખતથી લૌકિક જ્યોતિષને અપનાવ્યું હતું અને તેથી જ આવશ્યકનિર્યુક્તિમાં ના નીયારડા
તા. ૪-૯-૧૯૩૭
એગાથાથી વસંતઋતુમાં પણ અધિકમાસને માનવામાં આવેલો છે. શંકા થાય કે તો પછી ભાષ્યકાર અને ચૂર્ણિકાર મહારાજાઓએ અભિવર્ધિત અને ચંદ્ર વર્ષ જેવી જૈનજ્યોતિષની વ્યવસ્થા કેમ જણાવી ? આ શંકાના સમાધાનમાં જણાવવું જોઇએ કે જેવી રીતે નિશીથચૂર્ણિકાર વગેરે મહાપુરૂષો ભાદરવા સુદ ચોરૂપી અપર્વની સંવચ્છરી કરતા હતા, છતાં પણ સૂત્ર વ્યાખ્યાનના નિરૂપણમાં તો પાંચમરૂપ પર્વના દિવસે સંવચ્છરી કરવાનું જણાવ્યું, અને અપર્વમાં સંવચ્છરી કરનારને પ્રાયશ્ચિત્ત જ જણાવ્યું. તેવી રીતે પૂર્વધરોની વખતે પણ લૌક્કિજ્યોતિષ અપનાવાયું હોય તો પણ સૂત્રોની યથાસ્થિતિ પરાપૂર્વથી આવતી વ્યાખ્યાને અનુસરીને અભિવર્ધિત અને ચંદ્રનું નિરૂપણ કરાતું હોય તો તે અસંભવિત નથી. અથવા તો ઉમાસ્વાતિવાચકજી મહારાજને નામે ચાલતો પ્રઘોષ અન્ય કોઇ પ્રામાણિક આચાર્યનો હોય છતાં પણ શ્રીઉમાસ્વાતિવાચકજીને નામે રૂઢ થયો હોય અથવા તો શ્રીઉમાસ્વાતિવાચકજી મહારાજે જૈનેતરોને પણ જૈનતર જ્યોતિષ માનવા છતાં જૈનપર્વની આરાધના કેવી રીતે કરવી તેવું જણાવવા માટે આ વાક્ય કહ્યું હોય. વ્હાય તેમ હોય પણ વૃદ્ધો જાર્યા તથોત્તરા એ વચન ભાદરવા સુદ ચોથની સંવચ્છરી માનવાવાળા સર્વ વર્ગને કબુલ જ છે. બારીકદ્રષ્ટિથી વિચારીએ તો પાંચમની ઉદયવાળી સંવચ્છરી માનવાવાળાઓને પણ લૌક્કિજ્યોતિષ-માનવું પડે છે અને તેથી જ ક્ષય