Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૭૦
૭
८
૧
૨
શ્રી સિદ્ધચક્ર
હતા અર્થાત્ પૂનમના ક્ષયે ઉદયવાળી તેરસને ચૌદશ અને ઉદયવાળી ચૌદશને પૂનમ માનતા હતા. સ્પષ્ટ થાય છે કે ક્ષય અને વૃદ્ધિને પ્રસંગે ઉદયનો આગ્રહ તો આ નવા પંથવાળાને જ છે. કોઈપણ પહેલા પુરૂષને નહોતો અને હોય પણ નહિ. ઉદયની વાત જ બેસતી વગેરે તિથિ માનનારાઓના ખંડનને માટે છે.
હજુ સુધી બુધવારીયા તરફથી પૂર્વની અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ ન કરવી એવો એક પણ પૂરાવો અપાયો નથી.
શ્રી હીરસૂરિજી વગેરે ત્રયોની ચતુર્દશ્યો: એમ અને બીજી તિથિને જ ઉદયવાળી લખે છે તે તો સાગરોની હેથી નથી જ. માટે ખોટું લઢાવવું છોડી દઈ પરંપરાનો સાચો માર્ગ ગ્રહણ કરો તો કલ્યાણ.
(વીર. મુંબઈ)
શ્રી હીરપ્રશ્નમાં પૂનમના ક્ષયે તેના તપ માટે ત્રયોવી ચતુર્દશ્યો: એમ દ્વિવચનથી જેમ ઉત્તર આપે છે અને ત્રયોદશીનું વિસ્મરણ થયે છતે પડવાનું એકવચનથી છે એ સ્પષ્ટપણે તેરસનો ક્ષય કહે છે. સેંકડો વર્ષોથી પૂનમની વૃધ્ધિએ તેરસની વૃદ્ધિ થાય છે એ જણાવવા ૧૮૯૫ વાળો લેખ બસ છે. ગચ્છની મર્યાદા હોય તો નામ ન પણ હોય. વન્દિતાસૂત્ર વગેરેમાં કર્તાનું નામ નથી. એટલે શું તે નથી મનાતાં ? ચાલીશવર્ષનો રવૈયો કહી ૧૮૯૫ના લેખથી ખોટા પડ્યા અને પરંપરા સાચી અને જુની સાબીત થઈ એટલે નામ વગેરેનાં ફાંફા મારો છો, પણ તેથી કંઈ વળવાનું નથી. જો કોઈ દેવસુરવાળાએ પૂનમની વૃધ્ધિએ તેરસ ન વધારી હોય તો જણાવવું. બાકી પ્હેલાના લેખો અને વર્ત્તમાન રીવાજથી નક્કી
૩
૪
૫.
ઓગષ્ટ-૧૯૩૭
થાય છે કે પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ જ બધાએ કરી છે.
શ્રી કલ્યાણવિજયજીના લખવા પ્રમાણે રાધનપુરના ભંડારમાં ૧૭૯૨ની શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય રૂપવિજયજીએ અને તે બીજી વખતે શ્રીરામવિજયજીએ લખેલી તિથિવાદની પ્રતમાં ભાદરવા સુદ પાંચમના ક્ષયે કે વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજનો ક્ષય કે વૃદ્ધિ કરવાનો ચોકખો પાઠ છે. એટલું છે કે બુધવારીયાઓ પ્રામાણિક રસ્તે ન જાય એટલે ૧૮૯૫નો જુઠો ૧૭૯૨ નો જુઠો એમ પોતાથી વિરૂદ્ધ એટલા જુઠા. (પૂનમનો દાખલો તો જાહેર અને જુનો છેજ) સત્યપ્રેમીને જન્મ આપનારી માતાને જ ધન્યવાદ અપાય.
જૈનજ્યોતિષ પ્રમાણે તિથિનો ક્ષય આવતો નહોતો એમ કોઈ કહે નહિ. બાકી તિથિની વૃદ્ધિ તો ન જ હોય, ઉત્તરાધ્યયનમાં પૌરૂષીના માનમાં અવમરાત્ર લીધા, પણ અતિરાત્ર નહિ લીધા. અક્કલ હોય તો સમજે કે વર્ષે છના ક્ષયથી પાંચ વર્ષે એક મહિનો વધે, પણ બીજો મહિનો શાનો વધે છે ? અહોરાત્રની વૃદ્ધિ હોય અને પાંચ વર્ષે એકઠી થઈ મહિનો વધે. પણ તિથિ તો વધે જ નહિં. त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात् વિગેરે તત્ત્વતરંગિણીના પાઠથી અનેક વખત સમજાવાઈ ગયું છે કે પર્વતિથિના ક્ષયે પહેલાની તિથિ બોલાય નહિં, પણ ચતુર્વગ્વેવ એટલે ચૌદશ જ છે એમ કહેવાનું કહે છે. તેથી ધર્મના વિધાનમાં ચૌદશ અર્થાત્ બીજ આદિ પર્વતિથિ જ છે એમ સ્પષ્ટપણે જણાવાઈ ગયું છે. સાચી વાત સ્થિર મગજવાળો જ સમજે. પૂર્વની તિથિ કરે એટલે પડવો આદિ જ બીજ આદિ થાય એટલે પડવા આદિનો ક્ષય ગણાય અને