Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૪૬૦
કરવી પડશે કે જગતના તારક અને ઉદ્ધારક મહાપુરુષને સર્વપદાર્થોનું જ્ઞાન હોવું એ પહેલ નંબરે જરૂરી છે, એ તેથી જ જૈનદર્શનવાળાએ અરિહંત ભગવાનને પરમેશ્વર માનતાં પહેલે નંબરે સર્વજ્ઞપણાના ગુણને આગળ કર્યો છે. ઇશ્વરમાં સુખાદિના કર્તુત્વની માન્યતાનો
નિરાસ
જીવોના
આગળ આપણે જોઈ ગયા છીએ કે અન્યમતવાળાઓની પોતાના દેવને માટે જેમ ભૌતિકપદાર્થો દેવાથી કે ભૌતિકપદાર્થના ઉત્પન્ન કરવાથી અગર સદ્ગતિ દુર્ગતિ દેવાથી પરમેશ્વરની ઉપકારિતા મનાયેલી છે તેમ શ્રીજીનેશ્વર મહારાજના શાસનમાં પરમેશ્વરનું પરોકારિપણું માનવાને અંગે ભૌતિક પદાર્થનું દાન કે ઉત્પત્તિ અગર સદ્ગતિ દુર્ગતિનું દેવુંએ કોઇપણ પ્રકારે પરમેશ્વરના ઉપકાર તરીકે માનવામાં આવતું નથી એ સર્વ ચીજોનું મળવું અને ઉત્પન્ન થવું તે તે કર્મને આધીન જ માનવામાં આવે છે કેટલાક તર્કવાદિઓ તરફથી શંકા કરવામાં આવે છે કે કર્મ એ જડ પદાર્થ છે અને તેથી તેને આત્માને વળગવાનું પણ ભાન ન હોય, સુખ દેવું કે દુઃખ દેવું તેનું પણ ભાન ન હોય, માટે તે કર્મ ભૌતિકપદાર્થની પ્રાપ્તિનું કારણ કે સુખ દુઃખની પ્રાપ્તિનું કારણ બની શકે નહિં, અને તેથી સર્વશક્તિમાન પરમેશ્વરને જગતને સુખ દુઃખના કરનારા કે સુખ દુઃખનાં સાધનો ઉત્પન્ન કરનારા માનવા તે જરૂરી છે. પુદ્ગલોની શક્તિ અને સ્વભાવ
આવા તર્કના સમાધાનમાં સમજવાનું કે જે લોકો પુદ્ગલના સ્વભાવને અને પુદ્ગલની શક્તિને સ્વપ્ને પણ સમજનારા ન હોય તેવા જ લોકો આવા તર્ક કરી શકે. કેમકે સમજદાર મનુષ્યો તો સારી પેઠે સમજી શકે છે કે દરેક જાતના પુદ્ગલો પોતપોતાની શક્તિ અને પોતપોતાના સ્વભાવને ધારણ કરનારા હોય છે. સામાન્યરીતે શ્વાસ, વચન,
તા. ૨૩-૭-૧૯૩૭
મન, કાયા વિગેરેનાં પુદ્ગલો કેવા કેવાં ભિન્ન સ્વભાવવાળા અને કેવી કેવી ભિન્ન શક્તિવાળાં છે તે વાત વર્તમાન જમાનામાં વધારે સમજાવવી પડે તેમ નથી. વળી ક્ષણે ક્ષણે કેવી કેવી રીતે હવાદ્વારાએ પુદ્ગલનું શરીરમાં પ્રવેશ થાય છે અને તે પુદ્ગલો ટુંકી લાંબી મુદ્દત સુધી કેવી રીતે અસર કરે છે અને તે બધી સારી અગર નરસી અસરમાં મનુષ્યનું મન હોય કે ન હોય તો પણ તે પુદ્ગલો તેના નિયમ પ્રમાણે સારી કે નરસી અસર કર્યાંજ જાય છે માટે સુજ્ઞપુરષોને એ માનવું ઘણું સહેલું છે કે ચેતનનો સહકાર હોય અગર ચેતનનો સહકાર ન હોય; એટલુંજ નહિ, પણ ચેતનની ધારણા હાય જેવી વિરૂદ્ધ હોય તો પણ તે તે જાતના જુદાં જુદાં પુદ્ગલોમાં કંઈપણ કરવાનું સામર્થ્ય નથી અગર . પુદ્ગલની કંઇપણ ક્રિયા બની શકતી નથી એમ કહેવું અગર માનવું એ એક અંશે પણ અક્કલવાળા મનુષ્યને શોભતું નથી. વાચકવર્ગ વસ્તુના સામર્થ્ય
વિચારને માટે નીચેની વિગત ઉપર ધ્યાન રાખવાની
જરૂર છે.
(૧) શું સાકર જેવા પદાર્થની કદાચ ચેતન મીઠાશ લેવાનો વિચાર નહિ રાખતાં કટુકતાનો સ્વાદ લેવાનો વિચાર કરે તો શું તે કડવી થાય ?
(૨) કરીયાતુ, વિગેરે સ્વભાવે કરીને કડવા પદાર્થો જે જે જગતમાં છે તે મીઠાપણાની બુદ્ધિથી કોઇ મનુષ્ય ખાવા માગે તો શું તેમાંથી મીઠાશને તે ચાખી શકે ખરો ?
(૩)મરચાંની તીખાશ છે એ સ્વભાવિક પણે સિદ્ધ જ છે છતાં તે મરચાં મને બળતરા ન કરો એવું ધારી લે તો તેટલા માત્રથી શું મરચાં ખાતાં બળતરા ન કરે ? અગર શું તે મરચાં ઠંડકની બુદ્ધિથી ઠંડક કરશે ?
(૪) વિષને ભક્ષણ કરનાર મનુષ્ય એને મારનાર તરીકે ન ધારે અગર મૂર્ખતાથી તેને જીવાડનાર તરીકે ધારે તો શું તેટલા માત્રથી વિષ