Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૭ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ કમીટિ માટેના અમારે જણાવવાના ચાર નામો આ રહ્યાં. સર કીકાભાઈ પ્રેમચંદ નાઈટ, શેઠ જમનાદાસ મોરારજી, જે.પી. શેઠ જીવતલાલ પ્રતાપશી અને શેઠ બકુભાઈ મણીલાલ તમે પણ તમારા ચાર નામો જણાવશો અને તે આઠ ગૃહસ્થોની કમીટિ પ્રમુખ, પંડિતો અને સરપંચ ચૂંટી કાઢશે. તત્ત્વતરંગિણી અને હીરપ્રશ્નોની વાતો શાસ્ત્રાર્થ વખતે શોભે. વરસ્યા વગરનું ગાજવું નકામું છે.
કલ્યાણવિજય.
તાર ૩ જામનગર તા. ૧૦-૬-૩૭ | મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી, દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ, તાર મળ્યો. અનુવંદના. પ્રતાપસીંહ અને પાનાચંદના લેખોમાં શાસ્ત્રાર્થ કરનાર બંને પક્ષો માટે ચોટીલા મધ્ય સ્થળ તરીકે સ્પષ્ટ જણાવેલ હોવા છતાં સંવત્સરી શાસ્ત્રાર્થ માટે તમો ચોટીલા આવવા તુરત જ કેમ નીકળતા નથી? ફરજની રૂએ બંધાયેલ હોવા છતાં તમારે શાસ્ત્રાર્થ માટે ચોટીલા આવવું નથી ત્યારે તમે “વરસ્યા વિનાનું ગાજવું” એમ કયા ઈરાદાથી તારમાં જણાવ્યું ? ચોટીલા માટે વિહાર કરવાનો તાર કરો, હું પણ વિહાર કરીશ, તમારા પક્ષ તરફથી ચુંટાઈ ગયેલા નગીનભાઈ અને માયાભાઈનાં નામો બદલવાનું શું કારણ છે? કીકાભાઈ અને જમનાદાસને ચૂંટવામાં કાંઈ વાંધો ન હતો, જો કે તેઓને આવી બાબતમાં કાંઈ રસ નથી.
સત્ય વસ્તુ એ છે કે શાસ્ત્રાર્થ ફક્ત મારા અને તમારા વચ્ચે જ થવાનો છે. વરસાદ પહેલાં ચોટીલા પહોંચો, નહીંતર તમો તેનું બહાનું કાઢશો. જો તમે ચોટીલા આવવા નિષ્ફળ નિવડશો તો એ ચોક્કસ છે કે તમે મને છેતરવા માગતા હતા. અગાઉ નિર્ણય થઈ ચૂક્યા મૂજબ તમે નગરશેઠને પ્રમુખ તરીકે સ્વીકારતા નથી. એ તદન ગેરવ્યાજબી છે. કોઈને બીજાને શાસ્ત્રાર્થ કરવા સોંપવાનું કહેવું, એ મુર્ખાઈભર્યું નથી ?
સિદ્ધચક્રનું વાંચન શાસ્ત્રાર્થમાંથી ખસી જવાના હેતુથી આપવામાં આવ્યું હતું? મધ્યસ્થળે આવવું નહીં કમીટિનાં પસંદ કરેલાં નામો ફેરવવાં, બધાના પ્રતિનિધિપણાની વાત કરવી, બીજા શખ્સોને શાસ્ત્રાર્થ સુપ્રત કરવાનું કહેવું આ બધી તમારી દંભી ચાલબાજી છે.
આનન્દ સાંગર
તાર ૪, અમદાવાદ તા. ૧૧મી જુન
આચાર્યશ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. પ્રતાપશી અને પાનાચંદ તમારા જ માણસો છે. ચોટીલા સ્થળની વાત તમારી કલ્પિત છે અને તેને તટસ્થતાના વાંધા ચઢાવવા, એ તમારી ચાલબાજી છે. શાસ્ત્રાર્થના નિયમો મુજબ