Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલ પાન ૪ થી ચાલુ) અરિહંત ભગવાનો છે, અરિહંત ભગવાને નિરૂપણ કરેલા મોક્ષમાર્ગને આધારે જ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે, માટે સિદ્ધ ભગવાનને અરિહંત મહારાજશ્રી પછી પંચપરમોષ્ઠિમાં દાખલ કરેલા છે. એ અરિહંત અને સિદ્ધ મહારાજ સિવાયના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહાત્માઓનો ક્રમ પાછળ અને ક્રમસર આવે તેમાં આશ્ચર્ય નથી. ભગવંત અરિહંત મહારાજે દેખાડેલા મોક્ષમાર્ગ તરીકે આચાર્ય મહારાજા પંચાચાર દેખાડનારા છે. ભગવાન જિનેશ્વરોના કથન સિવાય સ્વતંત્ર રીતે આચાર્યો બોલે નહિં
અને જો કોઈપણ ભગવાન જિનેશ્વર મહારાજાના વચનને અનુસર્યા સિવાય કે વિરૂદ્ધ છેપણે બોલે તો તેને જૈનશાસનને માનનારાઓ અધમ પુરૂષતરીકે જ માને. એમ શંકા
ન કરવી કે આચાર્ય ભગવાનનું કાર્ય તો અર્થ કહેવાનું જ છે અને અહીં આચારના 0 દેશક કેમ કહ્યા ? એવી શંકા નહી કરવાનું કારણ કે આચાર્ય ભગવંતો અર્થ થકી તીર્થકર છે
મહારાજે અને સૂત્ર થકી ગણધર મહારાજે ફરમાવેલ પ્રવચનના અર્થોનું કથન કરે, પણ તે કથનમાં આચાર્ય ભગવંતનું ધ્યેય જ્ઞાનાચારઆદિક પાંચ આચારોની પ્રવૃત્તિનું જ હોય. આ વાતને બરોબર સમજવાથી એ પણ સ્પષ્ટ સમજાશે કે આચાર્ય મહારાજાઓ સામાન્ય રીતે દરેક સૂત્રના ઉદેશ સમુદેશ અને અનુજ્ઞા થયા પછી જ અનુયોગરૂપ અર્થને કેમ આપે છે. તથા પ્રવાને અંગીકાર ર્યા પછી મહાવ્રતોનું ઉપસ્થાપન થયા છતાં પણ આચાર પ્રકલ્પ આદિ માટે કેમ પર્યાયો જોવા પડે છે ? તેનો ખુલાસો સ્પષ્ટ થશે, વળી
બૃહત્કલ્પઆદિ છેદગ્રન્થોને વંચાવવામાં તો શું? પણ સંભળાવવામાં પણ પરિણામકપણું , તે જોવાની કેમ જરૂર પડે છે? કેમકે તે પણ સકારણ છે એમ સમજાશે. કારણ કે આચાર્ય |
મહારાજ અનુયોગ એટલે અર્થની જે વ્યાખ્યા કરે છે તે જ્ઞાનાચારાદિક પંચાચારના ઉદેશથી કરે છે. જો કે શ્રીઉપાધ્યાયજી મહારાજ સૂત્રોની વાચના આપે છે. તે પણ પાત્ર અને પ્રાપ્તને જ આપે છે, અને સૂત્રનું દાન પણ પંચાચારને ઉદેશિને જ હોય છે. પણ અવ્યાખ્યાત એવું સૂત્ર સુતેલા મનુષ્ય જેવું ગણેલું હોવાથી તે સૂત્રમાત્રના દાનથી આચારોનું પ્રકાશન ન માન્યું. આચાર્ય અને ઉપાધ્યાય મહારાજ પ્રવ્રજ્યા અને ઉપસ્થાપના કરે ત્યારે તે દીક્ષિત થયેલાને સહાયકારી વર્ગની જરૂર પડે તો તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તનારા ભવ્યજીવોને સહાય કરનારો સાધુવર્ગ પંચપરમેષ્ઠિમાં છેલ્લે પદે ગણવામાં આવ્યો છે. આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સાધુ મહાત્માઓ મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્ગદર્શનાદિનું પાલન કરે તે યોગ્ય જ છે, પણ શ્રીજૈનશાસનમાં સાધુઓની નમનીયતાનું સ્થાન એ મોક્ષમાર્ગની મદદ કરવાથી જ છે એ અવશ્ય ધ્યાન રાખવા જેવું છે.