Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૮
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
ભગવાન શ્રીઋષભદેવજી મહારાજે જગતમાં વ્યાવહારિકનીતિ પ્રવર્તાવી સોયે પુત્રોની જુદા જુદા દેશનાં રાજ્યો આપી સંવચ્છરી દાન દઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરી એ અધિકાર તીર્થંકર મહારાજાના પરોપકારમાં લીનપણાના અંગે બ્રાહ્મણનામના વર્ણની ઉત્પત્તિને અંગે કેવલજ્ઞાનના સંબંધે પ્રવજ્યાનો અધિકાર વર્ણન કરતાં નિિવનમિનો અધિકાર વિચારવાનો બાકી રાખેલો છે. ભગવાનનું સાંવત્સરિક દાન
તા. ૮-૬-૧૯૩૭
ઉદયથી ભોજન વખત સુધી એટલે પહેલા પહોર સુધી સાંવત્સરિક દાન આપે છે અને તે દાનમાં પ્રતિદિન એક કોડને આઠ લાખ સોનૈયા તેઓ આપે છે અને એવી રીતે પ્રતિદિન દાનદેતાં વર્ષના ત્રણસોને સાઠ દિનના હિસાબે ત્રણ અબજ અને અઠ્ઠાસી ક્રોડ સોનૈયાનું દાન આપવામાં આવે છે. (આ જગા પર ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રોમાં સામાન્યરીતે કર્મમાસ કે જે નિરંશપણે ત્રીસ દિવસનો હોય છે, અને જે કર્મમાસની અપેક્ષાએ વર્ષના બરોબર ત્રણસોને સાઠ દહાડા સંપૂર્ણ થાય છે અને તે જ અપેક્ષાએ પ્રતિદિનના એકક્રોડ ને આઠલાખ સોનૈયાના દાનને ત્રણસો ને સાઠ ગુણા કરવાથી ત્રણ અબજ ને અટ્ટાસી ક્રોડ સોનૈયા થાય
દરેક તીર્થંકર મહારાજાઓ પ્રવ્રજ્યાને ગ્રહણ કરવા પહેલાં એક વર્ષનો વખત હોય ત્યારથી નિયમિત સાંવત્સરિક દાન આપે છે. આ સાંવત્સરિક દાનને શાસ્ત્રકારો મહાદાન જણાવે છે.
શાસ્ત્રકારોએ તે સાંવત્સરિક દાનને મહાદાન કહેલું છે. એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર
મહારાજાની તપસ્યા પણ જે સાડીબાર વર્ષે ગણાવેલી છે તે પણ કર્મવર્ષ અથવા કર્મમાસની અપેક્ષાએ જ છે.)
હોવાથી કેટલાકો શંકા કરે છે કે-જો તીર્થંકર ભગવાનોનું તે સાંવત્સરિક દાન મહાદાન હોય તો સંખ્યાવાળું ન હોવું જોઈએ. કેમકે જો સંખ્યાવાળું હોય તો તેનાથી અધિક દાન દેવાવાળા પણ બીજા હોય અને તેથી તે અધિક દાન દેવાવાળાનું દાન તે જ મહાદાન કહેવાય, પણ તીર્થંકર મહારાજાનું નિયમિત સંખ્યાવાળું દાન તે મહાદાન કહેવાય નહીં, અને તીર્થંકરોનું અસંખ્યાતું દાન તો તમોએ માનેલું પણ નથી. કિન્તુ તીર્થંકર મહારાજાના દાનને સંખ્યાવાળું દાન તમોએ માનેલું છે. તમેજ શાસ્ત્રમાં જણાવો છો કે તીર્થંકર મહારાજા હરરોજ સૂર્ય
આવી રીતે જૈન શાસ્ત્રકારોએ જ્યારે ભગવાન તીર્થંકર મહારાજના સાંવત્સરિકદાનને સંખ્યાવાળું માનીને પણ મહાદાન તરીકે માન્યું છે. ત્યારે અન્યલોકોએ પોતાના મતને પ્રવર્તાવવાવાળા મહાપુરૂષોનું દાન અસંખ્યાત એટલે સંખ્યા વગરનું માન્યું છે અને તેથી જ તેઓ પોતાના પ્રભુના દાનને યોગ્યરીતિએ અસંખ્યાત હોવાથી મહાદાન તરીકે કહેવડાવવાનો દાવો કરે છે. આવી શંકાના વચનો