Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮૩
શ્રી સિદ્ધચક્ર
BA
ભગવતી સૂત્ર
આગમાંધ્ધારકની અર્માંધ દેશના
2NDISH),
ખંડિત થયેલું પચ્ચક્ખાણ, વગર પિરણામે કરેલું પચ્ચક્ખાણ અને ક્ષયોપશમ વગર કરેલું પચ્ચક્ખાણ પણ સાચા પરિણામને લાવે છે, પરંતુ તેમાંએ એક મુદ્દાની તો આવશ્યકતા જ છે. જો એ મુદ્દો ન સચવાયો હોય તો તેવાં પચ્ચક્ખાણો સાચા પચ્ચક્ખાણને લાવનાર નીવડતા નથી.
વસૂત્ર
“નિનોત્તમિતિ. સદ્નસ્ત્યા, ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेत् भावप्रत्याख्यानस्य રળ ।।ર ।।'' અર્થાત્ શ્રીજીનેશ્વર ભગવાને આ નિરૂપણ કરેલું છે માટે તે મારે લેવું જ જોઈએ આટલી જ ધારણાથી જે પચ્ચખ્ખાણ લેવાયેલું હોય તે પચ્ચખ્ખાણ કદાચ ટકી શકે નહિં, પરંતુ તૂટી જાય. લબ્ધીઆદિકની અપેક્ષાએ, વગર પરિણામે યા દ્રવ્યલોભથી લેવાયેલા પચ્ચખ્ખાણમાં પણ તેથી જ એ વાત જરૂરી રાખવામાં આવી છે કે એ પચ્ચક્ખાણો ગુરૂપાસે લીધેલા હોવા જોઈએ. શાસ્ત્રકાર મહારાજાઓએ પચ્ચખ્ખાણ ગુરૂ પાસે લેવાનું ઠરાવ્યું છે ત્યાં શિષ્યે એક અગત્યની શંકા
Yuva
*93 $K800
-: સાધુત્વ અને મૃષાવાદ :
(ગતાંક પા. ૨૮૬ થી ચાલુ)
તા. ૮-૬-૧૯૩૭
ગોઘ્ધારક.
કરી છે. આ શંકા ખાસ મનન કરવા જેવી છે. પરંતુ શંકા સાથે શંકાના સમાધાનનું પણ મનન કરવાની જરૂર છે. શંકા અને શંકાનું સમાધાન તપાસતા પહેલાં શિષ્યનું માનસ પહેલાં સમજવાનું છે.
“આત્માને પચ્ચખ્ખાણ લેવાં છે તો એ વ્રત પચ્ચખ્ખાણના પરિણામે યા વગર પરિણામે લેવાનાં છે ? હવે જો એના પરિણામની હસ્તિ છે તો પછી એમાં ગુરૂનું શું કામ છે ? પચ્ચખ્ખાણ કરવામાં જે પ્રતિજ્ઞા કરવાની છે તેમાં સ્પષ્ટ રીતે એ પ્રતિજ્ઞા કરવાની છે કે મન, વચન અને કાયાથી પચ્ચક્ખાણ કરૂં છું. પચ્ચખ્ખાણની આવી ઉગ્ર પ્રતિજ્ઞા છે, તે છતાં પચ્ચક્ખાણ લેનારાના મનનું ઠેકાણું નથી. જો મનનું ઠેકાણું નથી અને છતાં ગુરૂ પાસે; “મન વચન અને કાયાથી હું પચ્ચખ્ખાણ લઉં છું’’ એવા અર્થની શિષ્યે પ્રતિજ્ઞા કરવી એનું નામ તો ખોટો દસ્તાવેજ કરવો એમજ થાય ! હવે જો આવો ખોટો દસ્તાવેજ જ કરવો છે તો પછી તેમાં ગુરૂદેવને શા માટે વચ્ચે લાવવા જોઈએ ? ખોટો દસ્તાવેજ કરવા અને તે