Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૧૩ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ લબ્ધિસૂરિ અને જંબુવિજયજી ખંભાતમાં હાજર રહેશો. તમે યોગમાં છો એ તેમને ખબર હોવા છતાં આમ લખ્યું હોય તેમ જણાય છે. વળી શાસ્ત્રાર્થ ખંભાતમાં થશે એમ કાગલ (ડ્રાફટ)માં સ્પષ્ટ જણાવ્યું હતું અને તેના ઉપર તમારી સહી હતી. યોગક્રિયા તો રસ્તામાં પણ થઈ શકે તેમ છે. અત્યારે રામચંદ્રસૂરિ શાસ્ત્રાર્થ વિષે વાતો કરી રહ્યા છે. મેં તેમને સુરત આવવાનું આમંત્રણ આપ્યું છે તેઓ જો સુરત આવે તો તમે પણ સુરત આવો, જો તે સુરત ન આવે તો તમે ચોટીલા આવજો. શાસ્ત્રાર્થ કરવા ઈચ્છનારે સામાપક્ષને પોતાને સ્થળે બોલાવવો તે ઈષ્ટ નથી. અમદાવાદના નગરશેઠના પ્રમુખપણા નીચે ચાર બુધવારવાળા અને ચાર ગુરૂવારની સંવચ્છરીવાળાઓની એક કમીટિ બનાવવામાં આવશે. જે બે પંચો અને એક સરપંચની નિમણૂંક કરશે. શાસ્ત્રો અને રૂઢી પ્રમાણે સંવચ્છરી ગુરૂવારની છે. જે હું સિદ્ધ કરી આપવા તૈયાર છું. ક્યારે ઉપડો છો તેનો સત્વર જવાબ આપશો.
આનન્દસાગર.
તાર ૨ અમદાવાદ તા. ૭મી જુન આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી c/o પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદના. તાર મળ્યો. તમારા તરફથી પ્રતાપસિંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરી દ્વારા પ્રગટ થયેલા ખુલાસાઓમાં તમે ચર્ચા કરવાને સંપૂર્ણ તૈયાર છો તેવું ધ્વનિત કરાવો છો અને બીજી તરફ ચર્ચા કરવાનું તમને ખુલ્લું અને સ્પષ્ટ આલ્વાન કરાય છે ત્યારે ખોટાં બહાનાં શોધીને છટકી જવાનો પ્રયત્ન કરો છો. એમ તમારા જવાબથી સ્પષ્ટ જણાય છે. તે ઘણું જ દુઃખદ છે. શાસ્ત્રાર્થને માટે જે પુરા તૈયાર હોય અને જૈન સમાજમાં સત્યના પ્રવર્તન દ્વારા શાંતિ સ્થપાય એવી જેની અભિલાષા હોય તે કદી પણ આવો ઉડાઉ જવાબ આપવાનું પસંદ કરે નહિં.
હું કબુલ રાખું છું કે - શાસ્ત્રાર્થને માટે જે તૈયાર હોય તેણે પોતાની જગ્યાએ બીજાને બોલાવવા એ વ્યાજબી અને યોગ્ય નથી. પણ તેની સામે મારે જણાવવું જોઈએ કે જે શાસ્ત્રાર્થ માટે તૈયાર હોય તેણે અશક્ય સંજોગો જોવા જોઈએ તે વ્યાજબી અને ખરૂં નથી.
મેં તમને વિનતિથી જણાવ્યું હતું કે-હું યોગમાં છું, એજ એક કારણથી મારે તમને અમદાવાદ આવવાનું આમંત્રણ કરવાની ફરજ પડી છે, નહિં તો બીજા સ્થળે હું જરૂર આવત.
તમો લખો છો કે-યોગની ક્રિયા વિહારમાં થઈ શકે છે. પણ તે મારે માટે અશક્ય છે. કારણ કે -
વૃદ્ધાવસ્થાને અંગે મારા ગુરુદેવ અને બીજા દરદોને અંગે મારા બીજા વડીલો મારી સાથે વિહારમાં આવી શકે તેમ નથી અને આવી સ્થિતિમાં જો હું અમદાવાદ છોડું તો વિહારમાં યોગ થઈ શકે નહિં. એ તો શાસ્ત્રને જાણનાર સહેજમાં સમજી શકે તેમ છે. તમારા સિદ્ધચક્રના લેખો મેં જોયા છે અને તે છતાંય મને બરાબર એમ લાગ્યું છે કે તમે ગયા વર્ષની રવિવારી અને આ વર્ષની ગુરૂવારી સંવત્સરી