Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૫-૧૯૩૭ પછી તો બીજા પણ ધ્યાનોમાં હોય, તેમાં નિષેધ નથી. આવો તીવ્ર શુકલયોગ છતાં તીવ્રકર્મના પરિણામે આરૌદ્રનો ભાવ થાય, તો પણ તે અલ્પ અને અલ્પકાલ હોવાથી નિરનુબંધ હોય છે. જિનકલ્પીઓની તે કલ્પ લેતી વખતે ઉત્કૃષ્ટ સંખ્યા નવસો સુધી હોય છે, અને જધન્યથી એક વિગેરે પણ હોય છે, અને પહેલાં અંગીકાર કરેલાની ઉચિતક્ષેત્રમાં ઉત્કૃષ્ટી અને જધન્ય બંને સંખ્યા નવહજાર સુધી હોય છે, અર્થાત્ કોઈક કાલ એવો હોય કે ઉચિત એવા ક્ષેત્રમાં નવ હજારથી ઓછા જિનકલ્પીઓ ન જ હોય. થોડા કાલ માટે થતા વિચિત્ર દ્રવ્યાદિ અભિગ્રહો તેઓને હોતા નથી, કેમકે તેમનો જાવજીવનો કલ્પ જ અભિગ્રહરૂપ છે. તેમની ગોચરી વિગેરે નિયમિત અને નિરપવાદ જ હોય છે. તે તે આચારોનું પાલન કરવું એ જ એમને માટે વિશુદ્ધિકારણ છે, સંલેખના કરીને આદરેલા છેલ્લા અનશનવાળાની અવસ્થાની પેઠે આજ્ઞાથી પ્રવર્તેલા અને નિરપેક્ષ એવા જિનકલ્પીઓ પોતાનો કલ્પ છે એમ ધારીને દીક્ષા આપે નહિં, પણ કોઈકને નક્કી દીક્ષા લેનારો છે એમ જ્ઞાનથી જાણે તો તેને ઉપદેશ આપે, તે ઉપદેશ ગુણની અપેક્ષાએ દે, પણ દિગાદિ એટલે અમુક આચાર્યાદિ પાસે લે કે લેવી સારી છે એમ કુલ ગણ કે સંઘની દરકાર ર્યા વિના સામાન્ય રીતે પ્રવ્રજ્યા લેવાનો ઉપદેશ આપે. એ પ્રવ્રજ્યાના નિષેધથી મુંડનદ્વાર પણ સમજવું. શંકાકાર કહે છે કે પ્રવ્રજ્યા પછી જરૂર મુંડન હોય છે તો પ્રવ્રજ્યાદ્વાર કહ્યા છતાં મુંડનવાર જુદુ કહેવાની જરૂર શી? ગુરુ ઉત્તર દે છે કે પ્રવ્રુજિતને મુંડિત કરવો જ જોઈએ એવો નિયમ નથી. કેમકે પ્રકૃતિએ અયોગ્ય છતો પ્રવ્રજિત થઈ ગયો હોય તો તેને મુંડવાનો નિષેધ પણ છે. વળી અતિશયજ્ઞાની પ્રવ્રજ્યાથી ભ્રષ્ટ થયેલા આદિની મુંડના કરે પણ ખરા, માટે જુદુ દ્વાર કહ્યું છે. તે જિનકલ્પીઓને મને કરીને સૂક્ષ્મ પણ અતિચાર લાગ્યો હોય તો જધન્યથી વિરકલ્પિ કરતાં ચાર ગણું પ્રાયશ્ચિત્ત હોય છે, કારણ કે આ જિનકલ્પ તપસ્યામાં જેમ જિનકલ્પ ઉપવાસ આદિ કરે તેમ એકાગ્રતા પ્રધાન છે, અને તે એકાગ્રતાના ભંગથી મોટો દોષ લાગે છે. પ્રાયે ઉચિતતપના પર્યવસાનને સાધવાથી શુદ્ધ એવાં પણ જ્ઞાનાદિપાઠ વગેરે આલંબનરૂપી કારણો પણ એને હોતાં નથી. સર્વવિષયમાં નિરપેક્ષ એ મહાત્મા ક્લિષ્ટકર્મના ક્ષય માટે આરંભેલા કલ્પને જ બરોબર સાચવતો રહે છે. નિષ્પતિકર્મ શરીરવાળો તે મહાત્મા આંખમાં લાગેલા ચીપીયા જેવા મેલ આદિને પણ કોઈ દિવસ દૂર કરતો નથી અને પ્રાણાંતિક કષ્ટમાં પણ અપવાદ સેવતો નથી, આ મહાત્મા અપવાદપદના કારણભૂત એવા અલ્પબદુત્વના વિચારથી પ્રવર્તનારા હોતા નથી, અથવા તો અત્યંત શુભભાવવાળા હોવાથી એમનો કલ્પ જ બહુ જ ઉંચી કોટીનો છે. તેઓને ત્રીજીપોરસીમાં ગોચરી અને વિહારનો કાલ હોય છે, બાકીની સાતે પારસીઓમાં તેઓ કાયોત્સર્ગ કરે છે અને નિદ્રા તો પ્રાયે અલ્પ જ હોય છે. કદાચ તેવા કર્મોદયથી જંઘાબળ ક્ષીણ થાય ને તેથી કદાચ ગામાંતરે નહિં વિચરે, તેમ છતાં પણ તેમને દોષ લાગતો નથી, અને તે મહાભાગ્યશાળી તેની તે જ જગા પર પણ કલ્પપ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે. આ શ્રીજિનકલ્પીને માટે જણાવેલ ભાવનાદિ પ્રકાર જ શુદ્ધપરિહારિક અને યથાસંદિકના કલ્પો જે આગળ કહેવાશે તેમાં પણ જાણવો, પણ જિનકલ્પી કરતાં યથાલંદિકની સંખ્યા વિષયનો આ ભેદ છે કે નવ સાથે લે, કે એકાદિક પણ લે.