Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કદાગ્રહની પીછાણ કરો આજકાલ સંવચ્છરીની તિથિ બાબતની ચાલતી ચર્ચામાં જેમ સાધારણ રીતે બનવું શક્ય પ છે તેમજ બન્યું છે. સાધારણ ચર્ચાઓમાં સામાપક્ષને કદાગ્રહી કહીને પુરાવાની ગેરહાજરીમાં તે - સંતોષ મનાય છે, તેમ આ વખતે પણ શનિવારની સંવછરી જેઓએ કરી છે, અને બુધવારની ન કરવા માગે છે, તેઓ રવિવારની સંવચ્છરી જેઓએ કરી છે તથા ગુરૂવારની સંવર્ચ્યુરી કરવાની
માન્યતા ધરાવે છે તેઓને કદાગ્રહી વગેરે નામથી નવાજવા માંડ્યા છે, માટે સુશોને વિચારસરણી : | સૂઝાડવા આ લખાણની જરૂર છે. - ૧ કંઈ વર્ષોથી બીજ આદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની પડવા આદિ અપર્વતિથિનો !
ક્ષયકરાય છે. કોઈયે તે અપર્વતિથિનો ક્ષય નવો શરૂ કરેલ નથી. બુધવાર કરવા - માગનારાઓએ પણ પહેલાં બીજ આદિના ક્ષયે પડવા આદિનો ક્ષય ટીપ્પણામાં લખ્યો - છે, અને એ પ્રમાણે ક્રિયા પણ કરેલી જ છે. બીજ આદિ પર્વતિથિની વૃદ્ધિ થતાં તેનાથી પહેલાંની પડવા આદિ અપર્વતિથિની વૃદ્ધિ કંઈ કાલથી થાય છે. બુધવારવાળાઓએ પણ લખી અને કરી છે. ચૌદશ પુનમ કે ચૌદશ અમાવાસ્યા જેવી બે સાથે આવતી પર્વતિથિનો ક્ષય હોય અથવા વૃદ્ધિ હોય તો ચૌદશનો ક્ષય કે વૃદ્ધિ કોઈએ અત્યાર સુધી લખી નથી, તેમ કરી પણ નથી. તેવે વખતે માત્ર તેરસની જ વૃદ્ધિ કે ક્ષય કરાય છે, અને બુધવાર વાળાઓએ પણ તેમ જ લખ્યું છે અને કર્યું છે. જેમ ચૌમાસીને માટે ચૌદશ એ સ્વાભાવિક તિથિ નહોતી, પણ શ્રીકાલકાચાર્ય મહારાજના અંગે પૂનમથી ખસેડીને ચૌદશે ચૌમાસી પ્રવર્તે છે છતાં ચૌમાસી ચૌદશના ક્ષયને પ્રસંગે તેરસે ચૌમાસી કરવી પડે છે તેમ ભાદરવા સુદ ચોથનો ક્ષય હોય તો શાસ્ત્રાનુસારિજીવોને ત્રિીજે સંવર્ચ્યુરી કરવી જ પડે. ચૌમાસીની પૂનમના ક્ષયે જેમ ચૌમાસીની ચૌદશનો ક્ષય ન કરતાં તેની પણ પહેલાની છે તેરસનો ક્ષય કરી તેરસે ચૌદશ, અને ચૌદશે જ પૂનમ કરાય છે, તેમ ભાદરવા સુદ પાંચમને ક્ષયે ચોથનો દિવસ સંવચ્છરીની નિયમિતવાળો હોવાથી તે ચોથનો ક્ષય ન ન થાય પણ ત્રીજનો ક્ષય કરવો પડે. પૂનમ કે અમાવાસ્યાની વૃધ્ધિ હોય છે, ત્યારે તેરસની વૃધ્ધિ કંઈ કાલથી થાય છે. શનિવારવાળાઓએ પણ તેવામાં તેરસની વૃદ્ધિ લખેલી છે અને કરેલી છે, તે પ્રમાણે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવી જ જોઈએ એ ચોખ્ખું જ છે. આ
(જુઓ ટાઈટલ પાન ૩ જુ)
WMMMMMMMMMMM