Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૨૦
શ્રી સિદ્ધચક્ર
આગમ-રહસ્ય દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ
દ્રવ્યનંદીને અંગે ભગવાન જિનેશ્વર મહારાજાઓની દ્રવ્યપૂજાને પ્રસંગે પરહિતમાં રતપણાનો ગુણ યાદ કરવાનો હોવાથી ભગવાન ઋષભદેવજી મહારાજનું ચારિત્ર વિચારતાં તેમનાથી થએલી વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિને અંગે તેમના કેવલજ્ઞાનની ઉત્પત્તિનો વિચાર જરૂરી હોવાથી અને કોઈપણ તીર્થંકર મહારાજને ગૃહિલિંગે અન્યલિંગે કે કુલિંગે કેવળજ્ઞાન થયું નથી થાય નહીં ને થશે પણ નહીં એ નિયમ હોવાથી ભગવાન ઋષભદેવજીની દીક્ષાનો અધિકાર વિચારતાં ભવિતવ્યતા કે ભવ્યતાને ભરોસે ભૂલા ન પડે તે માટે ઉદ્યમની સિધ્ધિ જણાવીને તેમની દીક્ષાનો અધિકાર જણાવ્યો.
‘લોચ વિધાન’
ત્રિલોકનાથ તીર્થંકર ભગવાન અને દરેક મહાનુભાવ મહાત્માઓ જ્યારે જ્યારે દીક્ષિત થાય
છે ત્યારે ત્યારે પંચમુષ્ઠિક લોચ કરે છે. યાદ રાખવું જરૂરી છે કે દરેક દીક્ષિત થનારો પુરૂષ દીક્ષાના પ્રસંગે મુણ્ડિત થઈ સ્નાન કરે જ છે. આ દીક્ષા વખતે કરાતું સ્નાન દરેક દીક્ષિતના જીવનનું છેલ્લું
સ્નાન હોય છે. કેમકે તેમણે દીક્ષિત થવાને લીધે સર્વ સંસારી સંબંધો છોડી દેવાના હોય છે. દીક્ષિત થયા પછી સંસારી અવસ્થાના કોઈપણ સંબંધી કે આય તેવા સગા સંબંધી મરણ પામે તો પણ તેને
તા. ૧૦-૫-૧૯૩૭
અંગે ત્યાગી થયેલાને સ્નાન હોતું જ નથી. માટે ત્યાગી થતી વખતે કરાતું સ્નાન તે છેલ્લું સ્નાન જ હોય છે અને તે છેલ્લું સ્નાન આવશ્યક ગણવામાં આવે છે. ત્રિલોકનાથ તીર્થંકરની પૂજા કરવાને માટે સ્નાન ક્યું હોય અને પૂજા અર્ચઆદિ ઘણી જ સુન્દર રીતે કરીને આવ્યો હોય તેવો મનુષ્ય પણ દીક્ષા લેતી વખતે ફરીથી સ્નાન કરે છે. એટલું જ નહીં. પણ તે સ્નાનને અંગે અચિત્તજલનો વપરાશ રહેતો નથી, એવા કલ્પને ઉદ્દેશીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કે જેઓ મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશળાના સ્વર્ગ ગમન પછી સર્વથા સ્નાનને વર્ષેલું હતું અને પોતાના નિમિત્તે કરેલો આહાર પણ વર્જેલો છતાં બે વરસ સુધી તેવી રીતે ગૃહસ્થપણે રહીને પણ દીક્ષા લેતી વખતે સચિત્ત જલથી સ્નાન ક્યું. જેવી રીતે દીક્ષા લેતી વખતે થતું સ્નાન તે છેલ્લું સ્નાન છે તેવી જ રીતે દીક્ષા લેતી વખતે
થતું
મુણ્ડન તે પણ મુખ્યતાએ છેલ્લું મુણ્ડન છે.
આવી સ્થિતિમિાં ભગવાન ઋષભદેવજી મહારાજ જે વખતે દીક્ષા લેતી વખતે પંચમુષ્ઠિ લોચ કરે છે તે વખતે ભગવાન ઋષભદેવજીના સુવર્ણરંગી
શરીરના ખભા ઉપર શ્યામવાળનો જથ્થો દેખીને ઇંદ્રમહારાજની રૂચિ તે છેલ્લીમુષ્ઠિનો લોચ નહીં કરવા ઉપર થઈ અને તે ઉપરથી ભગવાન ઋષભદેવજીને ઇંદ્રમહારાજે તે છેલ્લી મુષ્ઠિનો લોચ નહીં કરવા માટે વિનંતી કરી.