Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬ ૨
-
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૧૯૩૭
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ,
માધાના: મકલાત્ર પ્રાન્ટંગત આગમોહ્યા શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
જ
ર
-
-
-
HIGNORE
પ્રશ્ન-૮૭૪ નેશઠશલાકાપુરૂષીમાં કઈ કઈ
પદવીઓ ભવચક્રમાં એકથી વધારે વખત
આવી શકે ? સમાધાન-ફક્ત ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની
પદવી ભવચક્રમાં એક જ વખત આવે. બાકી ચક્રવર્તીપણા આદિની પદવીઓ ભવચક્રમાં ઘણી વખત આવી શકે છે. આ જ કારણથી જિનકર્મને નિકાચતી વખત જ તમ વોલફિનાઈi એવો નિયમ નિર્યુક્તિકાર મહારાજા વગેરે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. અર્થાત્ સંસારચક્રને ત્રણ ભવ જેટલા બાકી રહે તેવું કરીને જ જિનકર્મને નિકાચિત્ કરી શકાય એટલે નક્કી થયું કે તીર્થંકર પદવી તો ભવચક્રમાં એક જ વખત અને અંત્યભવમાં જ હોય. પરંતુ ચક્રવર્તી આદિ પદવીઓનો બંધ વખતે સંસારને ઓછો કરવાનો નિયમ ન હોવાથી તે પદવીઓ ભવચક્રમાં ઘણી વખત પણ આવી શકે ? આ જ કારણથી શ્રીભગવતીસૂત્રમાં દેવાધિદેવપણાનું આંતરૂ જણાવ્યું નથી. પણ નરદેવપણાનું એટલે રીક્રવર્તીપણાનું આંતરું
એક જીવની અપેક્ષાએ જણાવેલું છે. પ્રશ્ન ૮૭૫ ભગવાન જિનેશ્વર મહારાજાઓ તો
તદ્ધવેજ મોક્ષે જાય પણ ચક્રવર્તી તથા બલદેવ તો મોક્ષે પણ જાય અને સદ્ગતિએ જાય તો દેવલોક પણ જાય. અને ચક્રવર્તી જો ચક્રવર્તીપણું છોડીને ત્યાગી ન થાય તો નરકે પણ જાય અને વાસુદેવ તથા પ્રતિવાસુદેવ તો નરકે જ જાય. એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં તે તીર્થકર સિવાયની ચક્રવર્તીપણા આદિની પદવીઓને ધારણ કરનારાઓને માટે ભવોની સંખ્યાનો નિયમ ખરો કે નહિ ? પંદર ભવોથી વધારે ભવો ચક્રી વગેરે ન કરે એમ કેટલાક કહે છે તે
ખરું છે ? સમાધાન-જો કે વર્તમાન અવસર્પિણીનાશઠશલાકા
પુરૂષોમાં એકની એક પદવી બે વખત કોઈપણ જીવને આવી નથી. પરંતુ સર્વકાલ માટે એવો નિયમ કરાતો નથી કે એકની એક પદવી એક જીવને બીજી વખત ન જ આવે. શ્રીભગવતીસૂત્રમાં કંઈક અધિક સાગરોપમને આંતરે બીજી વખત ચક્રવર્તીપણું આવે એમ સ્પષ્ટ જણાવે છે. વળી તે જ સ્થાને ઉત્કૃષ્ટ અંતર અપાઈ પુદ્ગલપરાવર્તનું જણાવે છે તેથી એમ માની શકાય કે ચક્રવર્તી થયા પછી પંદર ભવે ચક્રવર્તી આદિ મોક્ષે જાય એવું નિયમથી નથી.