Book Title: Siddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૪-૧૯૩૭
આધીન જ છે, જે માટે વેદવચનમાં અપૌરૂષયપણા આદિ બધું ન્યાયથી અસંભવિત જ છે, તેથી અને સાચા વચનથી સિદ્ધ થનારી જે હિંસાદિક અને તેથી થનારા દોષઆદિની વસ્તુ તે વેદથી કેમ સિદ્ધ થાય? જેમ અર7માં (ઘટઘટ ઘટ્ટાદિ)માં પત્થરપણાની સરખાવટ હોવાથી મસ્તકનું શૂલ શમાવવા વિગેરે રત્નના ગુણો તે ઘરઘરઘટ્ટાદિકમાં હોય નહિ, તેવી રીતે સામાન્યવચનમાં પણ સર્વજ્ઞવચનથી સાબીત થતા હિંસાદિકથી ઘટદોષાદિક પદાર્થો જાણવાનું હોય જ નહિ, અને એટલા માટે પંડિતોએ ચાસપંચાસ-ન્યાયથી વચન છે અને અપૌરૂષય છે એવી વસ્તુ કહેવા લારાએ ન્યાયને એબ લગાડવી નહિ. વળી વેદમાં સામાન્યથી પહેલાં તો જીની હિંસા ન કરવી એમ કહ્યું, અને ફરી ત્યાં જ વેદમાં સ્વર્ગને માટે હિંસા કરવાનું કહ્યું, તો વેદના વાક્યોના પ્રમાણપણાથી સ્વર્ગ ઋદ્ધિ આદિ ફળસિદ્ધિ હોય તો પણ દોષ તો નક્કી જ છે, કેમકે હિંસાના સામાન્યદોષનું નિવારણ સ્વર્ગાદિથી થતું નથી. જેવી રીતે આયુર્વેદમાં ડામ દેવાનો નિષેધ કરીને રોગના ક્ષય માટે વિધિથી તે ડામ દેવાનો કહ્યો, છતાં તે વિશેષ વચનથી ડામ દેતાં, ડામથી થનાર દુઃખ થવા રૂપી દોષ તો રોગ મટવા છતાં પણ જરૂર થાય જ છે. હવે દ્રવ્યભાવસ્તવને અંગે કહે છે.
कय १३०१, अप्प १३०२, दव्व १३०३, जं १३०४, जो १३०५, आरंभ १३०६, एत्तो १३०७, संतं १३०८, अस्सी १३०९, इत्थं १३१०, इअ १३११, एसेह १३१२, एवं १३१३,
યથોચિત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નક્કી મહેમાંહે ભળેલા જ સમજવા. તેમાં દ્રવ્યસ્તવ સહકારી વિશેષથી અલ્યવીર્યવાળા શ્રાવકને કલ્યાણ કરનારો હોય છે, અને બહુવીર્યવાળા સાધુને બાહ્ય દ્રવ્યસ્તવના ત્યાગથી ભાવસ્તવ શ્રેષ્ઠ છે, એ તત્ત્વ સમજવું, જે પુરૂષ અલ્પતર વીર્ય હોવાથી દ્રવ્યસ્તવને પણ કરી શકતો નથી તે શુદ્ધ એવા ભાવ સ્તવને કરશે એમ કહેવું તે અસંભવિત જ છે, કેમકે ભાવસ્તવ નક્કી અત્યંત ઉત્કૃષ્ટવીર્યની અપેક્ષા રાખે છે, અને સો પલ જેટલો ભાર નહિં ઉપાડનારો પર્વતને ઉપાડી શકે નહિં. એ ચોખું જ છે બાહ્ય એવા ધનના ત્યાગદ્વારાએ જે તુચ્છવૃત્તિવાળો મનુષ્ય થોડો કાલ પણ આત્માને વશ કરતો નથી તે મનુષ્ય થાવજીવને માટે સર્વનો ત્યાગ કેમ કરી શકે? આરંભનો ત્યાગ કરીને ત્યાગી થયેલો સાધુ જ્ઞાનાદિકગુણોમાં વધતો હોવાથી દ્રવ્યસ્તવ નહિ કરે તે પણ દોષને માટે નથી. આ જ કારણથી શાસ્ત્રોમાં દાન, શીલ, તપ અને ભાવનામય ચાર પ્રકારના ધર્મોમાં દાનાદિકનો અનુક્રમ રાખ્યો છે, અને તે અનુક્રમ વગર ધર્મપણું ઘટે પણ નહિં. જગતમાં સહેજે મળવાવાળું, આત્માથી ભિન, અને નાશધર્મવાળું એવું ધન પણ જે મનુષ્ય તુછતાથી પાત્રમાં ન આપે તે રાંકડો અતિદુર્ધર એવા ચારિત્રના આચારને શું ધારણ કરશે ? અને આચારરહિત મનુષ્ય શુદ્ધતપને માટે લાયક થતો જ નથી, જે શક્તિ પ્રમાણે તપ ન તે કરે ગળીયા બળદ જેવો મનુષ્ય આખા સંસારની વિરકતાદિ ભાવનાના સમુદાયમાં તન્મય કેમ થાય ? માટે દ્રવ્યસ્તવ એ દાનધર્મરૂપ છે એમ જાણવું, અને શુદ્ધ એવા શીલાદિકધર્મો ભાવસ્તવરૂપ સમજવા. ઉપસંહાર કરતાં કહે છે કે એવી રીતે આગમ અને યુક્તિથી તે તે સૂત્રને આશ્રીને બુધ્ધિમાનોએ દ્રવ્યસ્તવઆદિનું સ્વરૂપ પોતાની બુદ્ધિએ વિચારવું. એવી રીતે મેં તમોને આ સ્તવપરિજ્ઞા